મુંબઈઃ ઈન્ટરનેટની વિશાળ દુનિયામાં દરરોજ એટલા વાયરલ વીડિયો ફોરવર્ડ થાય છે કે,ન પૂછો વાત. એપ્લિકેશનની સરળતાથી ઘર સુધી સામાન મંગાવવો કે સામાન મોકલવો સરળ બની રહ્યો છે, પણ ઘણીવાર ફૂડ ઓર્ડર કરતા કંઈક બીજું ઓર્ડરમાંથી નીકળે ત્યારે હંગામો થાય છે. મુંબઈમાંથી આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બ્લિંકિટ ડિલેવરી બોય રસ્તા પરથી સાપ પકડી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, રસ્તા પરથી ડિલેવરી બોય સાપ પકડીને પોતાની બેગમાં પેક કરી રહ્યો છે. આ વીડિયો જોઈને અનેક યુઝર્સ ચોંકી ગયા હતા.
વીડિયો પાછળની હકીકત આ છે
વાયરલ થઈ રહેલા આ વીડિયો પર યુઝર કોમેન્ટ કરી રહ્યા છે કે, શું બ્લિકિંટે હવે જીવતા સાપની ડિલેવરી કરવાનું શરૂ કર્યું છે?પણ આ વીડિયો પાછળની સ્ટોરી ખરેખર રસપ્રદ છે અને જાણવા જેવી છે. હકીકત એવી છે કે, આ ડિલેવરી બોય સાપ વેચવાનું કે ડિલેવરી કરવાનું કામ કરતો જ નથી. રસ્તા પર સાપ જોવા મળ્યો હતો. રસ્તા પરથી પસાર થતા લોકોને તથા વાહન ચાલકોને જોખમ થઈ શકે એમ હતું. એવામાં ડિલેવરી બોયે સાપનો જીવ બચાવવાની સાથે લોકોને પણ સુરક્ષિત રાખવા પોતાની બેગમાં સાપ રાખી દીધો, જેથી એને સુરક્ષિત જંગલ વિસ્તાર મુક્ત કરી શકાય. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે અને હકીકત જાણ્યા વગર લોકો મનગમતી કોમેન્ટ કરી રહ્યા છે. આ હકીકત જાણ્યા બાદ ફોરવર્ડ કરનારા લોકો કેપ્શનમાં સેલ્યુટ સાથે વીડિયો પોસ્ટ કરી રહ્યા છે.
Snacks Delivery ❌
— नई सोच (@NayiSochHQ) June 6, 2026
Snake Delivery ✅
Blinkit New Job 😂
बताओ, आप कहा Delivery करना चाहोगे 👇 pic.twitter.com/AGjLgRkm0v
મુંબઈથી વીડિયો વાયરલ થયો
આ વીડિયો મુંબઈથી વાયરલ થયો છે. આ વીડિયો મુંબઈના ક્યા રોડ પરનો છે અને ક્યારે ઘટના બની હતી એની વિગત સામે આવી નથી.એક યુઝરે તો એવી કોમેન્ટ કરી દીધી કે, બ્લિંકિંટની એપ અપડેટ કરી દીધી પણ સાપ ઓર્ડર કરવા માટે ઓપ્શન મળતો નથી. અન્ય એક યુઝરે એવી કોમેન્ટ કરી હતી કે, આ ભાઈને પાયથનને હેન્ડલ કરવાની પણ ટેવ હશે એટલા માટે જ તે સાપને સરળતાથી ટેકલ કરી રહ્યા છે. અન્ય એક યુઝરે કહ્યું કે, આના કોઈ કાયદાકીય પગલાં પણ લેવાઈ શકે છે. ફોરવર્ડેડ વીડિયો પાછળ આખરે શું બન્યું એવું ભાગ્યે જ કોઈએ લખ્યું છે, વાંચ્યું છે અને પછી પોતાની વિવેકબુદ્ધિથી શૅર પણ કર્યું છે.