નાગોયાઃ જાપાનમાં શનિવારે સત્તાવાર રીતે શરૂ થયેલી અને ચોથી ઑક્ટોબર સુધી ચાલનારી 20મી એશિયન ગેમ્સમાં ભારતના 501 ઍથ્લીટ-ખેલાડી ભાગ લેશે અને તેમાંના ઘણા સ્પર્ધકોની રવિવાર, 20મી સપ્ટેમ્બરે કુલ 20 હરીફાઈ નિર્ધારિત છે.
એમાં ખાસ કરીને મહિલાઓની ટી-20 ક્રિકેટમાં (સવારે 10.30 વાગ્યાથી) ભારતની બાંગ્લાદેશ સામે સેમિ ફાઇનલ રમાશે. બીજી સેમિ ફાઇનલ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાશે અને ભારત તથા પાકિસ્તાન પોતપોતાની સેમિ જીતી જશે તો થોડા દિવસ બાદ ગોલ્ડ મેડલ માટેની ફાઇનલમાં સામસામે આવશે.

કેટલાક ભારતીયોનું અને અમુક ભારતીય ટીમોનું રવિવારે હૉકી, બૅડમિન્ટન, શૂટિંગ તેમ જ ટેબલ ટેનિસમાં પણ ભાવિ નક્કી થશે. રવિવારે અમુક રમતોની ફાઇનલ રમાવાની છે.

ભારતીય ઍથ્લીટોનું રવિવારનું શેડયૂલ (ભારતીય સમય અનુસાર)
(1) બૅડમિન્ટનઃ મહિલાઓનો ટીમ પ્રારંભિક રાઉન્ડ, ભારત વિરુદ્ધ કઝાખસ્તાન, સવારે 11.30
(2) ટી-20 ક્રિકેટઃ મહિલાઓની બાંગ્લાદેશ સામે સેમિ ફાઇનલ, સવારે 10.30
(3) હૉકીઃ મહિલાઓમાં ભારત વિરુદ્ધ ઉઝબેકિસ્તાન, સવારે 7.30
(4) હૉકીઃ પુરુષોમાં ભારત વિરુદ્ધ ઇન્ડોનેશિયા, સવારે 11.30
(5) શૂટિંગઃ મહિલાઓની 10 મીટર ઍર રાઇફલ, વ્યક્તિગત ક્વૉલિફાઇંગ રાઉન્ડ અને ટીમ ફાઇનલ, સવારે 6.15
(6) શૂટિંગઃ મહિલાઓની 10 મીટર ઍર રાઇફલ, વ્યક્તિગત ફાઇનલ (એલાવેનિલ વલારિવન, સોનમ મસ્કર, વિદર્સા વિનોદ), સવારે 11.00
(7) ટેબલ ટેનિસઃ મહિલાઓનો ટીમ મુકાબલો, ભારત વિરુદ્ધ ઇન્ડોનેશિયા, સવારે 6.30
(8) ટેબલ ટેનિસઃ પુરુષોનો ટીમ મુકાબલો, ભારત વિરુદ્ધ ઇન્ડોનેશિયા, સવારે 9.00
(9) ટેબલ ટેનિસઃ મહિલાઓનો ટીમ મુકાબલો, ભારત વિરુદ્ધ સિંગાપોર, બપોરે 12.30
(10) ટેબલ ટેનિસઃ પુરુષોનો ટીમ મુકાબલો, ભારત વિરુદ્ધ ઇરાન, બપોરે 3.00
(11) મિક્સ્ડ માર્શલ આર્ટસઃ મહિલાઓમાં ક્વૉર્ટર ફાઇનલ, સુચિકા તરિયાલ વિરુદ્ધ મોંગોલિયાની અલ્તાનશિમેગ, સવારે 7.10
(12) મિક્સ્ડ માર્શલ આર્ટસઃ પુરુષાલેમાં ક્વૉર્ટર ફાઇનલ, વરુણ સાન્યાલ વિરુદ્ધ હરીફ હવે નક્કી થશે, બપોરે 2.00
(13) સેપાક ટેક્રોઃ પુરુષોની ટીમ હરીફાઈ, સવારે 5.30
(14) સ્વિમિંગઃ પુરુષોની 100 મીટર ફ્રીસ્ટાઇલ, આકાશ મની, સવારે 7.22
(15) સ્વિમિંગઃ પુરુષોની 100 મીટર બૅકસ્ટ્રૉક, ઉત્કર્ષ પાટીલ અને રિષભ દાસ, સવારે 7.37
(16) ટેકબૉલઃ મહિલાઓની સિંગલ્સ, ક્વિમ્સી ડિસોઝા વિરુદ્ધ જાપાનની યુઇના સાકામોતો, સવારે 6.30
(17) મિક્સ્ડ ડબલ્સઃ ક્વિમ્સી ડિસોઝા/મોહમ્મદ અનસ બેગ વિરુદ્ધ વિયેટનામના હોઆન્ગ મિન/જિઆ ટ્રિન, સવારે 7.00
(18) વુશુઃ પુરુષોની ચેન્ગક્વાન ફાઇનલ, સૂરજ સિંહ મયંગલમ્બમ, સવારે 5.30
(19) વુશુઃ મહિલાઓનો રાઉન્ડ-16નો મુકાબલો, અપર્ણા વિરુદ્ધ ઇરાનની સૉગેન્દ, બપોરે 3.10
(20) વુશુઃ પુરુષોનો રાઉન્ડ-16નો મુકાબલો, વિક્રાંત બાલિયાન વિરુદ્ધ ઇરાનનો સોહેલ મોઉસાવી, સાંજે 4.50.