વીક એન્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી જમાવો

A                     B 

બોઘરણું બખોલ
બોચિયું ઊંટનું બચ્ચું
બોડ વાંસની ટોપલી
બોતડું મૂર્ખ
બોત ઘડો

ઓળખાણ પડી?
ચોખાનો લોટ, બટાકા, બદામ અને ગોળના સંયોજનથી તૈયાર થતી પિઠા નામની વાનગી કયા રાજ્યની સ્પેશિયાલિટી છે એ કહી શકશો?
અ) પંજાબ બ) રાજસ્થાન ક) ઓડિશા ડ) ઝારખંડ

ગુજરાત મોરી મોરી રે
રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં
થઈને વહેતી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદીનું નામ જણાવો.
૧૯૫૮ અને ૧૯૬૮માં આ નદીમાં ભારે પૂર આવ્યા
હતા.
અ) શેત્રુંજી બ) હીરણ ક) નાગમતી ડ) ભાદર

જાણવા જેવું
એવું કહેવાય છે કે ખચ્ચરમાં નર માદા હોય છે, પરંતુ તેઓ પોતાની ઓલાદ વધારી શકતા નથી. એટલે ઘોડી – ગધેડો અથવા ઘોડો – ગધેડીથી એને જન્મ મળે છે. દીર્ઘજીવી હોય છે, બીમાર ઓછું પડે છે અને પરિશ્રમ વધારે કરી શકે છે. ઘોડાની માફક તે સમજદાર હોય છે. ઊંચીનીચી જમીન ઉપર તેના પગ મજબૂત બેસે છે. આ પ્રાણી ગધેડાની માફક ભાર ઉપાડવાના કામમાં આવે છે.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
મેદાનમાં અને ઇન્ડોર સ્ટેડિયમમાં અનેક રમત રમાતી હોય છે. અહીં આપેલા વિકલ્પમાંથી કઈ રમતમાં બોલનો ઉપયોગ નથી થતો એ યાદ કરીને જણાવો.
અ) હેન્ડબોલ બ) ટેનિસ ક) રોલર સ્કેટિંગ ડ) હોકી

નોંધી રાખો
જીવનની અભરાઈ ઉપર ઈશ્ર્વર સંદર્ભ ગ્રંથ તરીકે કાયમ હાજર હોય છે. એ હંમેશાં હાથવગો હોય છે, પણ આપણે ભાગ્યે જ એ ગ્રંથ ઉઘાડી ઉપયોગ કરીએ છીએ.

માઈન્ડ ગેમ
વિદ્યાભ્યાસ સાથે સંબંધ ધરાવતી અનેકવિધ શાખાઓ ઉપલબ્ધ છે. Oceanography નામની શાખા શેના અભ્યાસ સાથે સંબંધ ધરાવે છે એ કહી શકશો?
અ) સરોવર બ) સરિતા
ક) સમુદ્ર ડ) વાદળા

ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
ખટરાગ કુસંપ
ખટાવવું લાભ કરી આપવો
ખડ ઘાસ
ખડતલ મજબૂત
ખફગી નાખુશી

ગુજરાત મોરી મોરી રે
પંચમહાલ

ઓળખાણ પડી
હરિયાણા

માઈન્ડ ગેમ
માનવશાસ્ત્ર

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
રશિયા

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વૈદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) ભારતી બુચ (૫) શ્રદ્ધા આશર (૬) ધીરેન્દ્ર ઉદ્દેશી (૭) ડો. પ્રકાશ કટકિયા (૮) ભારતી પ્રકાશ કટકિયા (૯) અલકા વાણી (૧૦) ખુશરૂ કાપડિયા (૧૧) મહેન્દ્ર લોઢાવિયા (૧૨) મીનળ કાપડિયા (૧૩) વિભા મહેશ્ર્વરી (૧૪) પુષ્પા પટેલ (૧૫) હર્ષા મહેતા (૧૬) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૧૭) નિખિલ બંગાળી (૧૮) અમીશી બંગાળી (૧૯) અબદુલ્લા એફ. મુનીમ (૨૦) મનીષા શેઠ (૨૧) ફાલ્ગુની શેઠ (૨૨) સુરેખા દેસાઈ (૨૩) શીરીન ઔરંગાબાદવાલા (૨૪) તાહેર ઔરંગાબાદવાલા (૨૫) અબદુલ્લા એફ. મુનીમ (૨૬) નંદકિશોર સંજાણવાળા (૨૭) પ્રવીણ વોરા (૨૮) જગદીશ ઠક્કર (૨૯) કલ્પના આશર (૩૦) ભાવના કર્વે (૩૧) રજનીકાંત પટવા (૩૨) સુનીતા પટવા (૩૩) મહેશ દોશી (૩૪) જયવંત પદમશી ચિખલ (૩૫) અંજુ ટોલિયા (૩૬) વિણા સંપટ (૩૭) દેવેન્દ્ર સંપટ (૩૮) દિલીપ પરીખ (૩૯) પુષ્પા ખોના (૪૦) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪૧) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૨) શિલ્પા શ્રોફ (૪૩) નિતીન બજરિયા (૪૪) નીતા દેસાઈ (૪૫) અરવિંદ કામદાર (૪૬) નયના ગિરીશ મિસ્ત્રી (૪૭) જ્યોત્સના ગાંધી (૪૮) ઈનાક્ષી દલાલ (૪૯) હિના દલાલ (૫૦) રમેશ દલાલ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કાકડીને ખાવાની આ છે સાચી રીત… A Simple Guide: What NOT to Offer Lord Shani Most Expensive Celebrity Mangalsutras: Unveiling the Price Tags Baby Raha with Mommy Alia at Kareena Kapoor’s House: Cuteness Overloading