વીક એન્ડ

ઘેરા બ્લુ પાણી અને રંગીન જિલાટોનું ગામ રોઝીઝ…

અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી

કોઈ ગામનું નામ જ રોઝીઝ હોય, તો ત્ોન્ો જોયા વિના પણ ત્ો થોડું તો સુંદર હશે જ એ વિચાર આવ્યા વિના ન રહે. રોજ ક્યાંયથી પણ ફરીન્ો લા એસ્કાલા પાછાં જવાનું તો જાણે હવે રૂટિન જ બની ગયું હતું. રોજ સાંજે હોટલના રેસ્ટોરાંમાં કોઈ અલગ ફ્લેવરનું પાયેયા ખાવા મળતું. સવાર પડ્યે લા એસ્કાલાનાં બીચ અન્ો આકાશ વચ્ચેના નાટકીય રંગો સાથે મોર્નિંગ વોક માટે નીકળવાનું, ફરી પાછું હોટલ આવીન્ો તાજાં બન્ોલાં ક્રોસોં અન્ો કોફી સાથે બ્રેકફાસ્ટ બુફેમાં બીજું શું ખાવા જેવું છે ત્ોની ચર્ચા વચ્ચે સતત ત્ો દિવસ્ો ક્યાં ફરવાનું છે ત્ોની વાતો પણ થતી જ. હજી સુધી સંતોષકારક બીચ ડે કરવા નથી મળ્યો તેની પણ ફરિયાદના સ્ાૂરમાં વાત થતી. છતાંય આખા રિજનમાં જોવાલાયક એટલું બધું છે કે દરિયે ચાલવા મળી જતું એ ચાલી જતું હતું. હજી દરિયા કિનારે લાઉન્જ પર પડ્યા રહેવાની ઇચ્છા કોઈના મનમાં જાગી ન હતી. રોઝીઝ પહોંચતાની સાથે જ એ બદલાઈ ગયું. ત્યાં પહોંચીન્ો જ્યાં દરિયો દેખાય ત્યાં બ્ોસી જવાની ઇચ્છા થતી હતી.

રોઝીઝ આમ તો લા એસ્કાલાથી માંડ ૩૫-૪૦ મિનિટની ડ્રાઇવ હતી, પણ ત્યાં પહોંચવામાં ઘણાં ખડકો અન્ો ટેકરીઓ પાર કરવા પડ્યાં. અંત્ો ત્યાં પહોંચ્યાં તો લાગ્યું કે અહીં બીચ પર જઇએ એવું કોઇએ કદી વિચારવું જ નહીં પડતું હોય, આખું ગામ જ જાણે બીચ પર વસ્ોલું હતું. ભાગ્યે જ એવી કોઈ ઇમારત દેખાતી હતી જેન્ો બીચનો વ્યુ ન હોય. એવામાં બીચ નજીક જ એક સર્કલ પર અમન્ો ઉતારીન્ો કુમાર પાર્કિંગ કરવા ગયો. ત્યાં પ્રોમોનાડની બીજી તરફ જ સ્થાનિક સુવિનિયરની દુકાનો હતી. આ રિજન કલા અન્ો ડિઝાઇન બાબત્ો ઘણું જાણીતું છે જ. અમે ત્ોની ખાતરી કરવા ત્યાંથી થોડી લોકલ જ્વેલરી લીધી. પાસ્ો સન હેટ્સથી માંડીન્ો નાનકડી આર્ટ ગ્ોલેરી અન્ો સ્થાનિક એમ્બ્રોઇડરીની દુકાનો તો હતી જ. પ્રોમોનાડની શરૂઆતમાં જ એક શિલ્પ હતું. જે પણ આ વિસ્તારમાં એક-બ્ો દિવસ વિતાવી ચૂક્યું હોય ત્ો દૂરથી જ ઓળખી જાય કે આ સાલ્વાડોર ડાલીની પ્રતિમા હતી. પોતાની આગવી છટામાં, મૂછો, હેટ અન્ો છડી સાથે સ્ટાઇલથી ઊભેલા ડાલીના પ્ાૂતળા પાસ્ો ફોટા પડાવવા માટે પણ ભીડ જામેલી હતી. વળી અમે જ્યારે ત્યાં પહોંચ્યાં ત્યારે સ્ાૂરજ બરાબર પ્ાૂતળાની પાછળ હતો. એવામાં અમે ફોટાની માથાકૂટમાં પડ્યા વિના દરિયા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

રોઝિઝમાં દરિયો એટલો ચોખ્ખો અન્ો પારદર્શક છે કે કિનારેથી જ તળિયું દેખાય. અહીં સ્કૂબા ડાઇવિંગ કે ડીપ સી ડાઇવિંગ માટેની બોટ્સ પણ દર થોડી મિનિટોએ નીકળતી હતી. ત્ો દિવસ્ો રજાના કારણે કે પછી આમ જ આ રિજનનો સૌથી આકર્ષક બીચ હોવાના કારણે રોઝીઝમાં બાકી ક્યાંય ન હતી એવી ભીડ જોવા મળી રહી હતી. પ્રોમોનાડ પર ઘણો સમય વિતાવી અમે એક બ્ોન્ચ પકડી. આકાશ સાવ ચોખ્ખું હતું. એવામાં દરિયો અન્ો આકાશ જાણે એક જ ઘેરા બ્લુ રંગનાં હોય ત્ોવું લાગતું હતું. એ બ્ોન્ચ પર અમે ઘણો સમય વિતાવ્યો. થોડી વાર નજીકમાં પાણીમાં પગ પણ બોળી આવ્યાં. તડકો જરા આકરો થઈ ગયો હતો. એ સમયે નજીકમાં જ બ્ો જિલાટોની દુકાન સાવ બાજુબાજુમાં દેખાઈ. સ્પ્ોનિશ ઉચ્ચારોમાં જિલાટોન્ો ‘હેલાડો’ કહે છે. ત્ો સાંભળીન્ો પણ મજા આવતી. આ હેલાડો ટૂરિસ્ટી છે કે ઓથેન્ટિક ત્ો જાણવા માટેની પણ એક ટ્રિક હાથ લાગી હતી. જો જિલાટોના ટેકરા ઉપર સુધી દેખાય ત્ો રીત્ો લોકોન્ો આકર્ષવા માટે રાખવામાં આવ્યા હોય, તો ત્ો ટૂરિસ્ટ ટ્રેપ છે. ખરો જિલાટો ત્ોના પ્ોનમાં ફ્લેટ હોય છે અન્ો શક્ય હોય તો ત્ોનાં પ્ોન ઢાંકેલાં રાખવામાં આવે છે. અમે આ વાત ટેસ્ટ કરવા માટે બંન્ો દુકાનોએથી જિલાટો ખાધો. કશો ખાસ ફરક ન લાગ્યો. ગરમીન્ો દોષ દેવો કે ઓછા અનુભવન્ો, અંત્ો તો ડબલ જિલાટો ખાવાનું બહાનું જ હાથ લાગ્યુંં હોય એમ થયું.

હજી દિલ ખોલીન્ો પાણીમાં પડ્યાં ન હતાં. ત્ોના માટે રોઝીઝના રિસોર્ટવાળા વિસ્તારમાં આવ્યાં. અહીં બીચ લાઉન્જ રેન્ટ કરી, ટોવેલ્સ અન્ો બીચ વેર સાથે લાવેલાં. થોડી મિનિટોમાં સજ્જ થઈન્ો અમે રેતીમાં બસીન્ો મોજાંની રાહ જોવા લાગ્યાં. ગરમી આકરી હતી, પણ પાણી ઠંડકવાળું હતું. એક વાર ત્યાં પાણીમાં ઘૂસ્યા પછી તો બીજું કશું દેખાતું ન હતું. અહીં તો સમય ક્યાં વીતી ગયો ખબર જ ન પડી. ડબલ જિલાટોમાં જમવાનું ભુલાઇ ગયું હતું, અન્ો દરિયામાં ધમાલ કર્યા પછી સાંજ પડ્યે ભૂખ લાગી હતી. હજી ડિનરને તો ઘણી વાર હતી, પણ નજીકમાં જ એક ઇન્ડિયન રેસ્ટોરાં છે ત્ોના વિષે પ્ાૂરતી માહિતી હતી. હવે ત્યાંથી કંઈક તો ખાવું જ પડે. એક વાર ત્યાં પહોંચ્યાં, તો ત્યાંનાં લોકોની ભાવના અન્ો આગતા સ્વાગતામાં અમન્ો જાણે વધુ ભૂખ લાગી ગઈ. હવે ફૂલ ભાણું જ જમી લીધું. એકદમ મળતાવડો અન્ો વાતોડિયો પંજાબી પરિવાર પોતાની આખી લાઇફ સ્ટોરી કહેવા લાગ્યો. એ લોકો કઈ રીત્ો ગ્ોરકાયદે યુરોપમાં ઘૂસ્યાં, કયા દેશથી ક્યાં ગયાં, અંત્ો અહીં કઈ રીત્ો સ્ોટ થયાં, દરેક વાત માંડીન્ો કહી અન્ો સાથે ગરમાગરમ તાજાં પરોઠાં ખવડાવ્યાં. જલસા થઈ ગયા. ઘણા ઉત્સાહમાં ત્ોમણે આખા વિસ્તારની વાતો કરી દીધી. અહીં લોકો ખાસ યુકેથી શિયાળામાં સસ્તા ભાવે ડેસ્ટિન્ોશન વેડિંગ કરવા આવે છેથી માંડીન્ો ત્ોમન્ો ઇંગ્લેન્ડન્ો બદલે યુરોપમાં સ્થાયી થવાનું વધુ મજાનું લાગ્યું, ત્ો બધી વાતો ભાઇઓ માંડીન્ો કરવા લાગ્ોલા. અમે હવે જ્યાં સુધી છીએ ત્યાં સુધી રોજ ત્યાં જવાની ઇચ્છા થાય ત્ોવું હતું. એમણે તો એ પણ કહી દીધું કે સ્પ્ોનમાં વેજિટેરિયન સ્વાદિષ્ટ ખાવાનું મળવાનું મુશ્કેલ છે. ફરી આવો ત્યારે પહેલેથી કોલ કરી દેજો શું ખાવું છે. મેનુ પર છે કે નહીં ત્ોની ચિંતા ના કરતા. છેલ્લા બ્ો દશકમાં યુરોપમાં આવી વાત કદી કોઈ ઇન્ડિયન રેસ્ટોરાંમાં નહોતી સાંભળી. રોઝીઝમાં ઓલરેડી અમે દરિયાના રંગો અન્ો જિલાટોના રંગોથી અંજાઈ ગયાં હતાં. સારું ભારતીય ભાણું મળ્યું એમાં તો આ દિવસ આખી ટ્રિપનો બ્ોસ્ટ દિવસ લાગવા માંડ્યો હતો. પછી એમ લાગ્યું કે અમે આ ગામની સાઇટ પર તો ખાસ ધ્યાન આપ્યું જ નહીં. અંત્ો એક ટૂરિસ્ટ ટોય ટ્રેન સાથે એ પણ કરવા મળી ગયું. ત્ોમાં રોઝીઝનો સિટાડેલ અન્ો કથિડ્રાલ પણ જોવા મળી ગયાં. રાતના હોટલ પર ડિનરમાં કોઈન્ો ખાસ રસ ન પડ્યો. આખા દિવસના જલસાની અનુભૂતિ લાંબા સમય સુધી સાથે ચાલી હતી. હજી કડાકસ જોવાનું બાકી હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme Astrology marriage dates warning