શનિદેવની પૂજામાં આ વસ્તુઓનો ઉપયોગ નહીં કરતા

હિંદુ ધર્મમાં અઠવાડિયાનો દરેક દિવસ કોઇને કોઇ દેવી દેવતાને સમર્પિત છે.શનિવારનો દિવસ શનિ દેવને સમર્પિત છે.

ન્યાયના દેવતા શનિદેવ દરેકને તેના કર્માનુસાર ફળ આપે છે. તેમની પૂજાના કેટલાક નિયમો છે.

શનિદેવની પૂજામાં આ વસ્તુોનો સમાવેશ નહીં કરવો જોઇએ.

શનિની પૂજામાં તાંબાના વાસણ નહીં વાપરો. તાંબુ સૂર્ય ભગવાન સાથએ સંબંધિત છે. 

શનિ સૂર્યપુત્ર હોવા છતાં તેમનો શત્રુ છે. પૂજામાં તાંબાના ઉપયોગથી શનિ-સૂર્યની સ્થિતિ નબળી પડે છે. 

મંગળ અને શનિ પણ દુશ્મન ગ્રહો છે, તેથી પૂજામાં લાલ કપડાં, ફૂલ કે અન્ય સામગ્રીનો ઉપયોગ ના કરવો જોઇએ.

શનિદેવની પૂજામાં ચામડાની સામગ્રીનો ઉપયોગ ભૂલથી પણ નહીં કરતા.

પૂજામાં તૂટેલો દિવો, બગડેલુ ફૂલ કે યોગ્ય સ્થિતિમાં ના હોય એવી કોઇ ચીજનો ઉપયોગ નહીં કરો.

શનિ પૂજાના સમયે મનમાં કોઇ પ્રત્યે દ્વેષ કે ગુસ્સાની ભાવના ના હોવી જોઇએ.