આપણું ગુજરાત

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલને મળ્યા ભારત સ્થિત બ્રિટિશ હાઈ કમિશનર

રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ભારત સાથે મળીને કામ કરવા બ્રિટને દાખવી તત્પરતા

​મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારત સ્થિત બ્રિટીશ હાઈ કમિશનર સુશ્રી લિન્ડી કેમેરોને ગાંધીનગરમાં લીધી હતી. બ્રિટિશ હાઈ કમિશનર તરીકેનો ભારતમાં પદભાર સંભાળ્યા પછી તેમની ગુજરાતની આ પ્રથમ મુલાકાતમાં મુખ્યમંત્રીએ તેમને ઉષ્માસભર આવકાર આપ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની સાથેની વાતચીતમાં કહ્યુ કે, વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત-બ્રિટનના પરસ્પર સંબંધોનો સેતુ સુદ્રઢ બની રહ્યો છે તેને વધુ આગળ ધપાવવામાં ગુજરાત પણ પોતાનું યોગદાન આપવા પ્રતિબદ્ધ છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડા પ્રધાનએ સૌને સાથે લઈને ચાલવાની નીતિરીતી સાથે સૌના સાથ સૌના વિકાસનો મંત્ર સાકાર કર્યો છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બ્રિટિશ હાઇ કમિશનર સાથેની વાતચીતમાં ગુજરાત રીન્યુએબલ એનર્જી સેક્ટરમાં અગ્રેસર રાજ્ય છે કચ્છમાં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રીડ એનર્જી પાર્ક નિર્માણ આધીન છે એટલું જ નહીં ગ્રીન હાઈડ્રોજન જેવા ઉભરતા ક્ષેત્રમાં પણ ગુજરાતની ગ્લોબલ પ્રેઝન્સ થઇ છે.

રીન્યુએબલ એનર્જી સેક્ટરમાં બ્રિટન સાથે મળીને આગળ વધવાની તત્પરતા આ સંદર્ભમાં સુશ્રી લીંડી કેમેરોને વ્યક્ત કરી હતી. તેમણે મુખ્યમંત્રી ને જણાવ્યું કે બ્રિટનમાં ઇન્ડિયન ડાયસ્પોરા અને ગુજરાતી સમુદાયોની સંખ્યા અને ત્યાંના વેપાર ઉદ્યોગ જગતમાં તેમનુ નોંધપાત્ર યોગદાન છે.

બ્રિટિશ હાઈ કમિશનરએ ગુજરાતના ઉદ્યોગ રોકાણકારો જો બ્રિટનમાં રોકાણ માટે આવે તો તેમને આવકારવાની અને સહયોગની ઉત્સુક્તા દર્શાવી હતી.

ગુજરાતમાં કાર્યરત બ્રિટીશ ઉદ્યોગ સાહસોને રાજ્ય સરકારના મળી રહેલા સહકાર અંગે તેમણે મુખ્યમંત્રી અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બ્રિટીશ ઉદ્યોગોને રાજ્યમાં ઉદ્યોગ સ્થાપના સહિતની જરૂરી સુવિધાઓ માટે રાજ્ય સરકાર પૂરતો સહયોગ આપશે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો :ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સાસણ-ગીર ખાતે ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી

મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં બ્રિટિશ હાઇ કમિશનરએ ગુજરાતમાં સાયબર સિક્યુરિટીની બ્રિટનની તજજ્ઞતાનો લાભ આપ્યો તેમજ NFSU સાથે આ સંદર્ભમાં કોલાબોરેશન પણ તેમણે કર્યું છે તેની વિસ્તૃત વિગતો આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત આગામી ઓલમ્પિક-2036 ની યજમાની માટેની પ્રારંભિક પૂર્વ તૈયારીઓ કરી રહ્યું છે તેની વિગતો આપતાં બ્રિટનની આવા આયોજનની નિપુણતા નો લાભ ગુજરાતને મળે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

ખાસ કરીને ઓલમ્પિક માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોજિસ્ટિક વગેરે રમતોત્સવ પૂર્ણ થયા બાદ લાંબાગાળા સુધી કઈ રીતે લોકોપયોગી બનાવી શકાય તે દિશામાં તેમણે પરામર્શ કર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજે પવિત્ર શ્રાવણ મહિનાનો શઁકર ભગવાનનો પ્રિય સોમવાર છે આજે બુધ અસ્ત થઈને કરશે આ રાશિના જાતકોને માલામાલ, જોઈ લો તમારી પણ રાશિ છે ને… આટલું કરશો…તો હંમેશાં ઘરમાં રહેશે લક્ષ્મીજીનો વાસ 18 ઓગસ્ટ શનિ બદલશે ચાલ અને 47 દિવસ સુધી આ રાશિના લોકોના કરશે પૈસાથી માલામાલ