આજે પવિત્ર શ્રાવણ મહિનાનો શઁકર ભગવાનનો પ્રિય સોમવાર છે
શિવલિંગ પર કયું અનાજ ચઢાવવાનું શું ફળ મળે છે એ જાણીએ
શિવલિંગ પર ઘઉં ચઢાવવાથી યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે અને જો અગર પહેલેથી સંતાન હોય તો તેની પ્રગતિ થવા માંડે છે.
શિવલિંગ પર ચોખા ચઢાવવાથી અખંડ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને સુખમાં વૃદ્ધિ થાય છે.
શિવલિંગ પર તુવેરની દાળ ચઢાવવાથી તન મન અને ધનથી જોડાયેલા દરેક પ્રકારના દુઃખ દૂર થાય છે.
શિવલિંગ પર જવ ચઢાવવાથી લાંબા સમયથી ચાલી આવતી મુશ્કેલીઓમાંથી છુટકારો મળે છે.
શિવલિંગ પર મગ ચડાવવાથી દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે.
શિવલિંગ પર ચણાની દાળ ચઢાવવાથી અજ્ઞાત ઋણો અને પિતૃ ઋણથી મુક્તિ મળે છે.
શિવલિંગ પર કાળા તલ ચઢાવવાથી જન્મ જન્મંતરના પાપ નષ્ટ થઈ જાય છે.
શિવલિંગ પર કાળા અડદ ચડાવવાથી શનીનો અશુભ પ્રભાવ સમાપ્ત થઈ જાય છે