આજે બુધ અસ્ત થઈને કરશે આ રાશિના જાતકોને માલામાલ, જોઈ લો તમારી પણ રાશિ છે ને...
જ્યોતિષશાસ્ત્રમાં બુધને ગ્રહોના રાજકુમારનો દરજ્જો આપવાની સાથે સાથે જ બુદ્ધિ અને ધનનોકારક તરીકે પણ ઓળખવામાં આવે છે
દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરે છે અને એની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળે છે
આવો આ બુધ આજે એટલે કે 12મી ઓગસ્ટના સવારે 9.49 કલાકે સિંહ રાશિમાં અસ્ત થયો છે, સિંહ એ બુધની રાશિ છે
બુધનું સિંહ રાશિમાં અસ્ત થવું અમુક રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખોલનાર સાબિત થશે
આ ભાગ્યશાળી રાશિઓને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે, આર્થિક મોરચે પણ ફાયદો થવાની શક્યતા છે
ચાલો જોઈએ ગ્રહોના રાજકુમાર બુધ અસ્ત સિંહ રાશિમાં થઈને કઈ કઈ રાશિના જાતકોને લાભ કરાવી રહ્યો છે-
મેષઃ આ રાશિના જાતકોની આવકમાં વૃદ્ધિ થશે. રોકાણ માટે ઉત્તમ સમય છે. નેતૃત્વ ક્ષમતાનો વિકાસ થશે. દરેક કામમાં સફળતા મળશે
સિંહઃ આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળી રહ્યો છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. બચત કરશો. રહેણી-કરણી સુધરશે. સ્વાસ્થ્ય સારું રહેશે
ધનઃ વેપારમાં ફાયદો થશે. જીવનમાં સકારાત્મકતા આવશે. નોકરીની નવી તક મળશે. રોકાણ કરવા ઉત્તમ સમય. પરિવારમાં ખુશીઓ આવશે