ગુજરાતના યુવાઓનું સશક્તિકરણ: ભવિષ્યનું વિઝન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ગતિશીલ નેતૃત્વ રમતગમત રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં, ગુજરાત યુવા સશક્તિકરણમાં નવી પ્રગતિ સર કરી રહ્યું છે ત્યારે રાજ્યના ભાવિને ઘડનારા મહેનતુ અને પ્રતિભાશાળી યુવાઓનું સન્માન કરીને ગુજરાત ગર્વથી આંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરી રહ્યું છે.
આ પણ વાંચો: ચાલો પીએમ મોદીનું સપનું સાકાર કરીએઃ ગુજરાતમાં મનસુખ માંડવિયાએ યુવાનોની કરી અપીલ
રાજ્ય સરકાર યુવાનોના હિત માટે તથા તેમના ભવિષ્યના ઘડતર માટે હમેશાં તત્પર રહી છે, અને તેમના જીવનના ઘડતર તેમને સહાયરૂપ થાય તેવી અનેકો યોજના પણ રાજ્ય સરકારે અમલમાં મૂકી છે.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના
આ યોજના હેઠળ તમામ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમના નાણાકીય પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના, શ્રેષ્ઠ શિક્ષણ પ્રદાન કરવા શિષ્યવૃત્તિ અને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.
સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (એસએસઆઈપી ) 2.0:
આ નવીન ઇકોસિસ્ટમ કેળવવી યુવાઓ પોતાના વિચારોને સફળ સ્ટાર્ટઅપ્સમાં પરિવર્તિત કરી શકે છે.
કૌશલ્ય વર્ધન કેન્દ્રો (KVK)
આજના આ નોકરીઓના યુગમાં યુવાઓને ઉદ્યોગ-સંબંધિત તાલીમ પૂરી પાડવામાં આવે છે.
સેન્ટર્સ ઑફ એક્સેલન્સ અને નોડલ આઈટીઆઈ
રાજ્યના યુવાનોને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરવા માટે અત્યાધુનિક તાલીમ સુવિધાઓનું નિર્માણ કરે છે.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (એસએજી) પણ પ્રભાવશાળી કાર્યક્રમો દ્વારા શારીરિક અને એથ્લેટિક વિકાસને પ્રોત્સાહન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે:
- શાળામાં કાર્યક્રમ: રાજયની 230 શાળાઓના 1,20,680વિદ્યાર્થીઓને શારીરિક તાલીમ અને 12,930ખેલાડીઓને વિશેષ તાલીમ માટે એકસાથે જોડવામાં આવ્યા.
- રાજ્યકક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ પ્રોગ્રામ: આ પ્રોગ્રામ હેઠળ રાજ્યના 31 જિલ્લાની 41 શાળાઓમાં 5,796વિધાર્થીઓને અદ્યતન તાલીમ આપવામાં આવી.
• સ્વામી વિવેકાનંદ સેન્ટર ઓફ એક્સેલન્સ એકેડેમી: 24 બિન-રહેણાંક અને 10 રહેણાંક એકેડેમીમાં અનુક્રમે 1023અને 683 ખેલાડીઓ માટે ઉત્તમ તાલિમ ઉપલબ્ધ કરવામાં આવી.
શક્તિદૂત યોજના હેઠળ 64 ખેલાડીઓને જરૂરિયાત આધારિત સહાય પૂરી પાડવામાં આવી.
આ પણ વાંચો: બેકારી વકરીઃ નોકરી મેળવવા બેરોજગાર યુવાનોમાં ધક્કામુક્કી, રેલિંગ તૂટવાનો વીડિયો વાઈરલ
રાજ્યના યુવાઓને આગળ ધપાવવાની અમારી આ પ્રતિબદ્ધતા શિક્ષણ અને રમતગમતને આગળથી વધતાં એન્ટી-ડ્રગ પહેલનો પણ સમાવેશ કરી રહ્યા છે.વ્યાપક જાગૃતિ અભિયાનો, સહાયક સેવાઓ અને સામુદાયિક જોડાણ સાથે આજના યુવાનોને તંદુરસ્ત રાખવા, ડ્રગ-મુક્ત જીવનશૈલીનો સક્રિયપણે પ્રચાર કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે, યુવાનોની સુરક્ષા માટેની અમારી પ્રતિબદ્ધતા પર ભાર મુક્તા ગુજરાત પોલીસે ઓગસ્ટમાં રૂ838 કરોડનો ડ્રગ્સ જપ્ત કર્યો છે.
ગુજરાતના યુવાનોને સશક્ત બનાવવા માટેના અમારા અતૂટ સમર્પણને દર્શાવે છે. તેમના શિક્ષણ, કૌશલ્ય, રમતગમત અને સુખાકારીમાં રોકાણ કરીને, અમે માત્ર આત્મનિર્ભર રાજ્યનું નિર્માણ જ નથી કરી રહ્યા પરંતુ દેશવ્યાપી પ્રગતિ માટે એક માપદંડ પણ સ્થાપિત કરી રહ્યા છીએ.