આટલું કરશો...તો હંમેશાં ઘરમાં રહેશે લક્ષ્મીજીનો વાસ
પૈસા કમાવવા અઘરા છે તેટલા સાચવી રાખવા પણ અઘરા છે
તમારા ખોટા નિર્ણયો કે ખર્ચા સાથે બીજી અમુક બાબતોથી પણ પૈસા વેડફાઈ જાય છે
જો તમારે ઘરમાં હંમેશાં લક્ષ્મીજીની કૃપા વરસતી જોઈતી હોય તો આ પાંચ વાસ્તુ ટીપ્સ વિશે જાણો
તિજોરીનો પાછળનો ભાગ દક્ષિણ તરફ અને દરવાજો ઉત્તર તરફ ખુલે તેમ રાખો
અગ્નિ અને નૈઋત્ય ખૂણામાં તિજોરી રાખવાનું ટાળો, આ સાથે ભીંતથી એકાદ ઈંચ દૂર તિજોરી ગોઠવો
તિજોરીવાળા રૂમનો દરવાજો ઉત્તર અથવા પૂર્વ દિશામાં ખૂલવો જોઈએ, રૂમમાં ભરપૂર હવા-ઉજાસ હોવા જોઈએ
લક્ષ્મીની કૃપા હંમેશાં બ્રહ્મ મૂરત અને સાંજના સમયે વરસે છે. આથી આ સમયે કોઈને પૈસા આપવા નહીં
પણ જો તમે કોઈને મદદ કરવા માગતા હો તો તમે સાંજે પૈસા આપશો તો લક્ષ્મીજી ખુશ થઈ જશે
તિજોરી પર સાથિયો બનાવવો અને ગુરુવાર અને શુક્રવારે પૂજા કરવી
ગુરુવાર ભગવાન વિષ્ણુનો છે અને શુક્રવાર માતા લક્ષ્મીનો, ધનવર્ષા થતી રહેશે
ગુરુવાર
શુક્રવાર
મોરનું પીંછુ ક્યારેય પર્સ કે કોઈ બંધ જગ્યામાં રાખવું નહીં
પૈસો ટકી રહે તે માટે મોરપીંચ્છ રાખો તો તે હંમેશાં ખુલ્લામાં રાખો, પક્ષી કે તેના પીંછાને બાંધવું નહીં