ઇન્ટરનેશનલનેશનલસ્પેશિયલ ફિચર્સ

દોઢ કલાક Facebook, Instagram બંધ રહ્યું અને Mark Zukerbergને થયું આટલું અધધધ નુકસાન…

ગઈકાલે એટલે કે મંગળવાર રાતે લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Facebook, Instagramમાં ટેક્નિકલ એરર આવતા દોઢ કલાક સુધી આ બંને પ્લેટફોર્મની સર્વિસ બંધ થઈ ગઈ હતી અને એને કારણે કરોડો યુઝર્સને વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. નેટિઝન્સને દોઢ કલાક બંને સાઈટની સર્વિસનો લાભ ના મળ્યો અને ટાઈમપાસ ના થયો એટલું જ નુકસાન થયું પરંતુ માર્ક ઝકરબર્ગને તો આને કારણે અબજો રૂપિયાનું નુકસાન થઈ ગયું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.

મળી રહેલી માહિતી પ્રમાણે દોઢ કલાકમાં માર્ક ઝકરબર્ગને આ ટેક્નિકલ ગ્લિચને કારણે આશરે 100 મિલિયન ડોલર એટલે કે લગભગ 8,28,95,95,000 રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. એટલું જ નહીં પણ પડ્યા પર પાટુના ન્યાયે મેટા શેરની કિંમતમાં પણ 1.6 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

મેટા સામે પહેલાંથી અનેક પડકારો સામે ઊભા છે ત્યાં માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ એક્સના માલિક એલોન મસ્ક બીજો જ આનંદ ઉઠાવતા જોવા મળ્યા હતા. તેમણે મેટાની મશ્કરી કરતાં પોસ્ટ કરી હતી કે જો તમે એક્સ પર પોસ્ટ વાંચી અને કરી રહ્યા છો તે એનો અર્થ એવો છે કે અમારું સર્વર એકદમ સારી રીતે કામ કરી રહ્યું છે. માત્ર મસ્ક જ નહીં પણ નેટિઝન્સે પણ એક કલાક ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની સર્વિસ ઠપ્પ થતાં એક્સ પર મીમ્સ શેર કરવાનું શરૂ કર્યું હતું.

દરમિયાન મેટા દ્વારા યુઝર્સને પડેલી અગવડ માટે યુઝર્સની માફી માંગતા સર્વિસ પૂર્વવત થઈ હોવાની માહિતી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ માર્ક ઝકરબર્ગ તેમની પત્ની સાથે જામનગર ખાતે યોજાયેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ બેશ પર હાજરી આપીને લાઈમલાઈટ ચોરી હતી. ફોર્બ્સની રિયલટાઈમ બિલિયોનેર્સની યાદીમાં ઝકરબર્ગ પાંચમા સ્થાને છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…