આપણું ગુજરાત

સૌરાષ્ટ્રના તાલાલા , જૂનાગઢ, ગોંડલ અને પોરબંદર યાર્ડમાં કેસર કેરીની આવક વધી, જાણો કેટલો છે બોક્સનો ભાવ

અમદાવાદ: કેસર કેરી માટે વિશ્વ પ્રખ્યાત તાલાલા અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક પ્રતિદિન વધી રહી છે. હાલમાં એપ્રિલ મહિનાથી ખાસ કેરીની આવક નોંધાઈ રહી છે. આજે તાલાલા ગીર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી આવક આજે સારી રહી છે. આજે તાલાલા ગીર ખેતીવાડી ઉત્પન બજાર સમિતિમાં કુલ 18970 બોક્સ કેરીની આવક થઈ હતી. ગઈ કાલે તાલાલામાં 18430 બોક્સ કેરીની આવક રહી હતી.આજે તાલાના યાર્ડમાં કેસર કેરીના ભાવ 10 કિલો બોક્સના 400 રૂપિયાથી 950 રૂપિયા બોલાયા હતા.

તે જ પ્રકારે ગુજરાતના વિવિધ ફ્રૂટ માર્કેટમાં ખુશ્બુદાર કેસર કેરીની સારા એવા પ્રમાણમાં આવક થઈ રહી છે. જેના કારણે કેસર કેરીના 10 કિલોના બોક્સની કિંમત પણ ઘટી રહી છે. જો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, આજે અહીં કેસર કેરીના 12,640 બોક્સની આવક થઈ છે. જ્યારે આજે 10 કિલોના એક બોક્સનો ભાવ 700થી લઈને 1000 રૂપિયા સુધી રહ્યો હતો. ગત રોજ જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીના 11,200 બોક્સની આવક થઈ હતી. જ્યારે એક બોક્સનો ભાવ 1 હજારથી લઈને 1500 રૂપિયા સુધી રહ્યો હતો.

હાલ કેસર કેરીની સિઝન પૂરબહારમાં જામી છે, ગોંડલ યાર્ડમાં આજે અધધ 29409 બોક્સ કેરીની આવક થઈ છે. ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 500 થી 950 રૂપિયા રહ્યો હતો. આ વર્ષે કેસર કેરીની સિઝન મોડી શરૂ થઈ હોવાથી શરૂઆતમાં કેસર કેરીના બોક્સના ભાવ 3000 રૂપિયા સુધી બોલાયા હતા. જો કે છેલ્લા કેટલાક દિવસથી કેરીના બોક્સની આવક સતત વધતી રહેતા ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

આવી જ રીતે અમરેલી માર્કેટ યાર્ડની વાત કરવામાં આવે તો, ચાલુ વર્ષે કેસર કેરીની આવક બજારમાં મોડી થઈ હતી. જો કે હવે માર્કેટમાં સ્થાનિક કેસર કેરીની સાથે-સાથે જ માર્કેટમાં તમામ પ્રકારની કેરીની આવક જોવા મળી રહી છે.અમરેલી જિલ્લાના ધારી, સાવરકુંડલા અને ખાંભા સહિતના તાલુકાઓમાં કેસર કેરીના અનેક બગીચા આવેલા છે. જેના પગલે અમરેલી માર્કેટ યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસથી પુષ્કળ પ્રમાણમાં કેસર કેરીની આવક થઈ રહી છે.

અત્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં કેસર કેરીના 10 કિલોના બોક્સનો સૌથી નીચો ભાવ 1000 રૂપિયા અને ઊંચો ભાવ 2200 રૂપિયા સુધી નોંધાયો હતો. જ્યારે સરેરાશ ભાવ 1800 રૂપિયા રહ્યો છે. જ્યારે અમરેલી ફ્રૂટ માર્કેટમાં હાફૂસ કેરીનો ભાવ 1600 થી 2000 રૂપિયા નોંધાયો છે, જ્યારે સરેરાશ ભાવ 1900 રૂપિયા રહ્યો છે.

જ્યારે પોરબંદર માર્કેટ યાર્ડમાં આજે કેસર કેરીના 5000 બોક્સની આવક થઈ છે. પોરબંદર યાર્ડમાં સૌથી વધુ બરડા પંથકની કેસર કેરીની આવક વધારે રહે છે, જેનો સ્વાદ અન્ય કેરીઓ કરતાં અલગ હોય છે. આજે બરડા પંથકની કેસર કેરીના 2500 બોક્સની આવક થઈ હતી. જેનો ભાવ 700 થી 1200 રૂપિયા બોલાયો હતો.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker