IPL 2024સ્પોર્ટસ

IPL-24 : બેકાબૂ બેન્ગલૂરુ (RCB)ને રાજસ્થાન (RR) રોકી શકશે?

ડુ પ્લેસીની ટીમ છેલ્લી સતત છ મૅચ જીતીને અમદાવાદ આવી છે, રાજસ્થાને છેલ્લા ચારેય મુકાબલામાં પરાજય જોયો છે

અમદાવાદ: આઇપીએલની 17મી સીઝનમાં બુધવારે પ્લે-ઑફનો બીજો મુકાબલો (એલિમિનેટર, સાંજે 7.30 વાગ્યાથી) રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી) અને રાજસ્થાન રૉયલ્સ (આરઆર) વચ્ચે છે. ફાફ ડુ પ્લેસીની ટીમ લાગલગાટ છ વિજયના ચમત્કાર સાથે અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈને નેટ રનરેટના જરા અમથા તફાવતથી પાછળ રાખીને પ્લે-ઑફ રાઉન્ડમાં પહોંચી છે અને એને અહીં અમદાવાદમાં 1,32,000 સીટની ક્ષમતાવાળા વિશ્ર્વના સૌથી મોટા ક્રિકેટ-સ્ટેડિયમમાં બેન્ગલૂરુની ટીમને અંકુશમાં રાખવી સંજુ સૅમસનની રાજસ્થાનની ટીમ માટે બહુ મુશ્કેલ કહી શકાય.
આઇપીએલનું ફૉર્મેટ એવું છે જેમાં એલિમિનેટરમાં વિજયી થનારી ટીમે ક્વૉલિફાયર-વનની પરાજિત ટીમ સામે (શુક્રવારે) રમવું પડે અને એલિમિનેટરમાં હારનારી ટીમે ટૂર્નામેન્ટમાંથી વિદાય લેવી પડે. એ રીતે, બન્ને ટીમ માટે આ ‘ડુ ઑર ડાય’ મુકાબલો છે.

રાજસ્થાને સતત ચાર પરાજય બાદ અમદાવાદમાં આગમન કર્યું છે અને ભારે પ્રૅક્ટિસ બાદ બેન્ગલૂરુ સામે રમવા મેદાન પર ઊતરશે. 2008ની આ ચૅમ્પિયન ટીમને હવે જૉસ બટલરની મદદ નહીં મળે, કારણકે તે ઇંગ્લૅન્ડ પાછો જતો રહ્યો છે. એ જોતાં, રાજસ્થાને યશસ્વી જયસ્વાલ (348 રન), ખુદ કૅપ્ટન સૅમસન (504 રન) અને રિયાન પરાગ (531 રન) પર જ ઘણોખરો આધાર રાખવો પડશે.

સામી બાજુએ વિરાટ કોહલી 708 રન સાથે તમામ બૅટર્સમાં મોખરે છે.
21મી એપ્રિલે બેન્ગલૂરુનો કોલકાતા સામે 200-પ્લસના ચેઝના પડકાર સામે માત્ર એક રનથી પરાજય થયો હતો જેને લીધે બેન્ગલૂરુની ટીમ તળિયે આવી ગઈ હતી. બેન્ગલૂરુની એ આઠ મૅચમાં સાતમી હાર હતી. જોકે ત્યારથી બેન્ગલૂરુએ એવું કમબૅક કર્યું કે જે આઇપીએલના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. બેન્ગલૂરુએ ઉપરાઉપરી છ મૅચ જીતીને પ્લે-ઑફમાં એન્ટ્રી કરવામાં સફળતા મેળવી. એક તરફ, બેન્ગલૂરુની ટીમ છ વિજય બદલ મેળવેલા બુલંદ જુસ્સા સાથે અમદાવાદ આવી છે, જ્યારે રાજસ્થાનને લાગલગાટ ચાર પરાજય બાદ હવે પાંચમો પરાજય સ્પર્ધાની બહાર કરી શકે એમ છે. એવું થશે તો પૉઇન્ટ્સમાં એક સમયે દિવસો સુધી નંબર-વન પર રહેલી ટીમ એલિમિનેટરમાં બહાર ફેંકાવાનો નવો વિક્રમ થઈ શકે.
બેન્ગલૂરુનો પેસ બોલર યશ દયાલ ત્રણ દિવસ પહેલાં ચેન્નઈને સ્પર્ધાની બહાર કરાવીને જબરદસ્ત ફૉર્મમાં છે. બેન્ગલૂરુની છેલ્લી છ જીતમાં દયાલનું આઠ વિકેટ સાથે મહત્ત્વનું યોગદાન છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress