‘આ લોકો પોતાના કામ પર મત માંગવાના બદલે કોંગ્રેસને ભાંડે છે’-મલ્લિકાર્જુન ખડગેનો ભાજપ પર હૂમલો
જગાધરી; કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે( mallikarjun khadage)એ મંગળવારે વડાપ્રધાન મોદીને( PM Modi) ;જૂઠ્ઠાના સરદાર’ કહ્યા અને દાવો કર્યો કે ભારતીય જનતા પાર્ટી(BJP) લોકતંત્ર ખતમ કરવા માંગે છે. હરિયાણામાં પોતાની પહેલી રેલીને સંબોધતા ખડગેએ કહ્યું કે,લોકો ભાજપાથી તંગ આવી ગયા છે. તેમણે કહ્યું ‘ કેટલાક લોકો છે જે મોદી મોદી ચીસો પાડે છે,તે ‘જૂઠઠાના સરદાર’ છે.આમ છ્તા પણ તમે મોદી મોદી કરો છો.હું કોઈને ગાળો નથી આપવા ઈચ્છતો અને હું મોદીનો વિરોધી પણ નથી.પરંતુ હું મોદીની વિચારસરણી વિરુદ્ધ જરૂર છું અને તેના સામે લડતો રહીશ’.
સંઘ પર પણ સંધાન
ખડગેએ કહ્યું કે, તેમની પાર્ટી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ( RSS) અને ભાજપાની વિચારધારા સામે લડી રહી છે.તેઓએ ભાજપ પર નિશાન સાઘતા કહ્યું કે, તમે લોકતંતર્ણું ગળું ઘોંટવા માંગો છો અને અમે તે સામે લડીએ છીએ. કોંગ્રેસ અધ્યક્ષે કહયુ કે, ‘મોદીજી તમને લાગતું હશે કે તમે સમજદાર છો,પીએન આ દેશની જનતા તમારા કરતાં વધારે સમજદાર છે’.
ખડગેએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ દરેક નાગરિકના બેન્ક એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા નાખવા,દર બે વર્ષે બે કરોડ લોકોને નોકરી આપવાના અને ખેડૂતોને પોતાની આવક બમણી કરવાનું વચન આપ્યું હતું. ખડગેએ સવાલ કરતાં કહ્યું કે, શું તે ખોટું છે અથવા માણસ સારો છે ? જો હું આવા વડાપ્રધાનને ‘જૂઠઠાના સરદાર’કહું તો હું આમાં શું ખોટું કહી રહ્યો છું ?
કેન્દ્ર સરકાર પર આરોપ
ખડગેએ કહ્યું કે,હરિયાણા અને પંજાબને ખૂબ સુખી માનવામાં આવે છે .આમ છ્તા અહીં બેરોજગારી અને મોંઘવારીએ ટોચ પર છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના 10 વર્ષના કાર્યકાળનો કોઈ હિસાબ નથી આપી રહ્યા પણ કોંગ્રેસને આખો દિવસ કોસતા રહે છે. કારણકે બંધારણમાં જ મૂળભૂત હક -અધિકાર અને અનામતનો અધિકાર છે. સંઘ અને ભાજપા બંધારણ અને લોકતંત્ર ખતમ કરવા ઈચ્છે છે પણ અમે એવું નહીં થવા દઈએ.