Fri Apr 17 2026

Logo

જમ્યા પછી મીઠું ખાવાની આદત છે? સાવધાન! આયુર્વેદ પ્રમાણે ભોજનના અંતે સ્વીટ ખાવાથી...

2026-04-15 14:02:00
Author: Darshana Visaria
Article Image

આપણામાંથી મોટાભાગના લોકોને જમ્યા પછી તરત જ કંઈક સ્વીટ ખાવાની ક્રેવિંગ આવતી જ હશે અને જમ્યા પછી તરત જ કંઈક મીઠું ખાવાની ઈચ્છા થવી એ માત્ર સ્વાદની વાત નથી, પરંતુ તેની પાછળ આયુર્વેદિક અને વૈજ્ઞાનિક કારણો જવાબદાર છે. આપણે ત્યાં ભોજનના અંતે સ્વીટ ખાવાની જે પરંપરા છે, આયુર્વેદ તેને પાચનમાં અવરોધક માને છે. પરંતુ શું તમે જાણો છો કે આખરે આ પાછળનું કારણ શું છે? ચાલો આજે તમને આ પાછળનું કારણ અને એનાથી થતાં નુકસાન વિશે જણાવીએ... 

ઘણીવાર આપણે ભારે ભોજન કર્યા પછી પણ મીઠાઈ શોધીએ છીએ. આયુર્વેદિક દ્રષ્ટિકોણથી આ પાચનતંત્રમાં અસંતુલનનો સંકેત છે. મોર્ડન લાઈફસ્ટાઈલથી વિપરીત આયુર્વેદમાં ભોજનની શરૂઆત મીઠા સ્વાદથી કરવાનું સૂચન કરવામાં આવ્યું છે, કારણ કે મીઠો સ્વાદ લાળ અને પાચક રસોને જલ્દી સક્રિય કરે છે, જે ખોરાકને પચાવવામાં મદદરૂપ થાય છે.

વાત કરીએ જો ભોજન કર્યા બાદ ડેઝર્ટમાં સ્વીટ ખાવાથી થતાં નુકસાનની તો લંચ કે ડિનર કર્યા બાદ જો સ્વીટ ખાવામાં આવે, તો એને કારણે જઠરાગ્નિ એટલે કે પાચન અગ્નિને મંદ પડી જાય છે.  આને કારણે ગેસ, બ્લોટિંગ (પેટ ફૂલવું) અને અપચા જેવી સમસ્યાઓ સતાવે છે. ટૂંકમાં આફટર ડિનર કે લંચ ડેઝર્ટમાં સ્વીટ ખાવાથી ડાયજેશન સિસ્ટમ નબળી પડે છે. 

મુંબઈના જાણીતા આયુર્વેદાચાર્યના જણાવ્યા અનુસાર હંમેશા ભોજનની શરૂઆત મીઠા એટલે કે સ્વીટથી કરવી જોઈએ. મીઠું ખાધા બાદ વચ્ચે ખટાશ તેમ જ ખારાશ અને અંતમાં કડવું કે તીખું ખાવું જોઈએ. આ ક્રમમાં ભોજન કરવામાં આવે તો વાત, પિત્ત અને કફ સંતુલિત રહે છે.

કેમ થાય છે સુગર ક્રેવિંગ?
હવે વાત કરીએ કે જમ્યા પછી સ્વીટ ખાવાની ક્રેવિંગ કેમ થાય છે એની તો જ્યારે આપણે ખૂબ જ ભારે ખોરાક અથવા વધુ પડતા કાર્બોહાઈડ્રેટ્સનું સેવન કરીએ છીએ, ત્યારે શરીર તેને સંતુલિત કરવા માટે ત્વરિત ઉર્જાનો ઝટકો માંગે છે, જે મીઠાઈ એટલે કે સ્વીટથી મળે છે. ખાસ કરીને ભારે માંસાહારી ભોજન પછી આ ઈચ્છા વધુ પ્રબળ બને છે.

શું મીઠું સંપૂર્ણપણે ખરાબ છે?
ના, આયુર્વેદ મુજબ મીઠું ખરાબ નથી, પણ તેનો સમય અને સ્ત્રોત મહત્વના છે. રિફાઈન્ડ સુગર કે ભારે ડેઝર્ટના બદલે કુદરતી મીઠાશ જેવા કે ફળો કે ગોળનો અલ્પ માત્રામાં ઉપયોગ કરવો વધુ હિતાવહ છે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની અને મહત્ત્વની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.