મુંબઈ: નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી માધુરી દીક્ષિત, તૃપ્તિ ડિમરી અને ધરના દુર્ગા સ્ટારર ડાર્ક કોમેડી ફિલ્મ 'મા-બહેન'ની બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલને પ્રશંસા કરી છે. ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર માધુરી દીક્ષિત, તૃપ્તિ ડિમરીની ફિલ્મ 'માં-બહેન' રિલીઝ થઇ છે. આ એક ડાર્ક કોમેડી ફિલ્મ છે. દર્શકોથી માંડીને સેલેબ્રિટિઝ સુધી દરેક વ્યક્તિએ આ ફિલ્મના વખાણ કર્યા હતા, જેમાં તાજેતરમાં વિદ્યા બાલન પણ આ લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. વિદ્યાએ ફિલ્મના વખાણ કરતા કહ્યું હતું કે 'આપકી તો મા-બહેન એક હો ગઈ'.
વિદ્યાએ સોશ્યિલ મીડિયા પર લખ્યું કે, 'આપકી તો મા-બહેન એક હો ગઈ. માધુરી દીક્ષિત, તૃપ્તિ ડીમરી અને ધરના દુર્ગા વચ્ચે ઘણી મજેદાર કેમેસ્ટ્રી હતી.' આ ફિલ્મ માટે વિદ્યાને પણ અપ્રોચ કરવામાં આવી હતી. બાદમાં માધુરીને આ ફિલ્મ આપવામાં આવી હતી.
વિદ્યા બાલને દિગ્દર્શક સુરેશ ત્રિવેણી સાથે ફિલ્મ 'તુમ્હારી સુલુ'માં કામ કર્યું હતું. ત્યાર બાદ બંનેએ ફિલ્મ 'જલસા'માં પણ સાથે કામ કર્યું છે. આ બંને વચ્ચે પ્રોફેશનલ બોન્ડ ઘણી સારી છે. આ ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો આ ફિલ્મમાં એક સિંગલ મધરની વાર્તાને દેખાડવામાં આવી છે.
આ સિંગલ મધરને બધા ખોટી નજરોએ જુએ છે. તેના જીવનમાં મુશ્કેલી ત્યારે આવે છે, જયારે તેના પાડોશી ગુપ્તાનું મોત તેના ઘરે થાય છે ત્યારે પોતાની માતાની મદદ કરવા માટે બંને દીકરીઓ આગળ આવે છે. ત્યાર બાદ ત્રણેય કેવી રીતે આ પરિસ્થિતિમાંથી પોતાને બહાર કાઢે છે તે ફિલ્મની સ્ટોરી છે.
આ ફિલ્મને સુરેશ ત્રિવેણીએ ડાયરેક્ટ કર્યું છે. વિક્રમ મલ્હોત્રાએ આ ફિલ્મને સુરેશ સાથે પ્રોડ્યૂસ કર્યું છે, જ્યારે આ ફિલ્મમાં માધુરી, તૃપ્તિ અને ધરના સીવાય રવિ કિશન પણ મુખ્ય ભૂમિકામાં છે.