Sat Apr 18 2026

Logo

ડોંબિવલીમાં પત્ની સાથેના ઝઘડા બાદ ડૉક્ટરનો આત્મહત્યાનો પ્રયાસ...

2026-02-24 17:22:13
Author: Yogesh D. Patel
Article Image

થાણે: થાણે જિલ્લામાં પત્ની સાથે ઝઘડા થયા બાદ ડૉક્ટરે બીયર સાથે ઊંઘની 45 ગોળી ગળીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.ડોંબિવલી પૂર્વમાં આવેલી ઇમારતમાં રહેનારા ડૉક્ટરે મંગળવારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ડૉક્ટર મંગળવારે હૉસ્પિટલ ન પહોંચતાં તેના કર્મચારીએ વારંવાર કૉલ કર્યા હતા.

જોકે જોકે ડૉક્ટર કૉલ રિસિવ ન કરી રહ્યો હોવાથી તે ડૉક્ટરને ઘરે પહોંચ્યો હતો, જ્યાં તે બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો.પત્ની સાથે હૉસ્પિટલ ચલાવતો ડૉક્ટર તાજેતરમાં બીજા ફ્લેટમાં રહેવા ગયો હતો, જ્યાં મંગળવારે તેણે 10 બીયર પીધો હતો અને ઊંઘની 45 ગોળી ગળી હતી.

ડૉક્ટરને તેની હૉસ્પિટલમાંની નર્સ સાથેના કથિત અનૈતિક સંબંધને કારણે તે માનસિક તાણ હેઠળ હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે નર્સ તેને લગ્ન કરવા માટે દબાણ કરી રહી હતી, જેેને કારણે ડૉક્ટર અને તેની પત્ની વચ્ચે ઝઘડા થઇ રહ્યા હતા.

ડૉક્ટરની હાલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેની તબિયત હવે સ્થિર છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)