Tue Sep 08 2026

Logo

ફિલ્મ 'Toxic'ની ઈવેન્ટમાં તારા સુતારિયાનો રેટ્રો અવતાર! લેપર્ડ પ્રિન્ટ ડ્રેસમાં ગ્લેમરસ વીડિયો અને ફોટોઝ થયા વાઈરલ

2026-08-09 20:33:55
Author: Darshana Visaria
ફિલ્મ 'Toxic'ની ઈવેન્ટમાં તારા સુતારિયાનો રેટ્રો અવતાર! લેપર્ડ પ્રિન્ટ ડ્રેસમાં ગ્લેમરસ વીડિયો અને ફોટોઝ થયા વાઈરલ

સાઉથના સુપરસ્ટાર યશની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ટોક્સિક'ના ટ્રેલરમાં બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતારિયા (Tara Sutaria)ની જબરદસ્ત ઝલક જોવા મળી રહી છે. ટ્રેલરના એક સીનમાં તે ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ અંદાજમાં નજરે પડે છે, તો બીજા સીનમાં તે ઈમોશનલી તૂટેલી જોવા મળી રહી છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મની વાર્તામાં તારાનો રોલ ખૂબ જ મહત્વપૂર્ણ અને પાવરફુલ છે. આ દરમિયાન 'ટોક્સિક'ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં તારા સુતારિયાના ક્લાસી અને વિન્ટેજ લુકે સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે.

1940-50ના દાયકાનો વિન્ટેજ ગ્લેમરસ લુક:

તારા સુતારિયાએ આ ટ્રેલર ઈવેન્ટ માટે લેપર્ડ પ્રિન્ટનો ઓફ-શોલ્ડર એંકલ-લેન્થ ડ્રેસ પસંદ કર્યો હતો. ફૂલ સ્લીવ્સ અને બેક સ્લિટ ધરાવતી આ બોડી-ફિટેડ ડ્રેસમાં એક્ટ્રેસે પોતાની પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું હતું અને તેણે પોતાના લુકને એલિગન્ટ રાખવા સ્ટેટમેન્ટ નેકપીસ, સ્ટડ્સ અને ગોલ્ડન રિંગ્સ કેરી કરી હતી. વાળને 1940 અને 1950ના દાયકાની ક્લાસિક 'રેટ્રો હોલીવુડ વેવ્ઝ' સ્ટાઈલમાં સેટ કર્યા હતા, જે તેને અદ્ભુત વિન્ટેજ ગ્લેમ આપી રહ્યો હતો.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TARA💫 (@tarasutaria)

ગેશા એસ્થેટિક્સ અને ચાઈનીઝ-જાપાનીઝ ફેન ડાન્સ ઈન્સ્પિરેશન:

તારા સુતારિયાએ શેર કરેલા ફોટોઝમાં તે હાથમાં હાફ-કર્વ ડિઝાઈનનો પંખો લઈને પોઝ આપતી દેખાય છે. તે ગેશા એસ્થેટિક્સ અને રોયલ કોર્ટ ફોટોગ્રાફી સ્ટાઈલમાં પોઝ આપી રહી છે. આ પોઝ ચાઈનીઝ અને જાપાનીઝ પરંપરાગત ફેન ડાન્સ અને લોકનૃત્યથી પ્રેરિત છે.

સેલેબ્સ અને ફેન્સનો તારાના લુક પર ભારે પ્રેમ:

તારાએ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોઝ પણ શેર કરી છે, જેમાં તે ચેર પર બેસીને પોઝ આપી રહી છે. તેના આ અદ્ભુત લુક પર દિશા પાટની, સોનમ બાજવા અને ક્રિષ્ણા શ્રોફ જેવા જાણીતા સેલેબ્સે કમેન્ટ કરીને પ્રશંસા કરી છે. ફેન્સે કમેન્ટ કરતાં લખ્યું હતું કે તમારી પ્રેઝન્સ કોઈ એન્જલના સરપ્રાઈઝ જેવી છે, જ્યારે અન્ય ફેને ફિલ્મ માટે ઓલ ધ બેસ્ટ પાઠવ્યા છે.