Tue Apr 28 2026

Logo

રાજકોટમાં ભાજપને  'જંગલેશ્વર ડિમોલેશન' નડી ગયું, ભાજપની આખી પેનલ હારી!

2026-04-28 10:59:00
Author: Devayat Khatana
Article Image

 

રાજકોટ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે મતગણતરી હાથ ધરવામાં આવી છે, ત્યારે હાલના પ્રાથમિક ટ્રેન મુજબ ભાજપ સૌથી આગળ છે પરંતુ રાજકોટમાં ભાજપને એક મોટો ફટકો પડ્યો છે. મહાનગર પાલિકા વોર્ડ નંબર 16માં ભાજપને ચાર બેઠકો ગુમાવવાનો વારો આવ્યો છે, કારણ કે આ વોર્ડમાં ભાજપને જંગલેશ્વર ડીમોલેશન નડી ગયું છે. ગત ચૂંટણીમાં જે વોર્ડ ભાજપે કબજો કર્યો હતો તે વોર્ડમાં આ વખતે કોંગ્રેસની આખી પેનલની જીત થઈ છે. 

ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા રાજકોટમાં સૌથી મોટું અને સંવેદનશીલ ગણાતું ડિમોલિશન ઓપરેશન જંગલેશ્વરમાં શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 1500થી વધારે ગેરકાયદે અતિક્રમણો તોડી પાડવામાં આવ્યા હતા. કોર્પોરેશન દ્વારા આ ઓપરેશન માટે 260થી વધુ વાહનો લગાવવામાં આવ્યા હતા. જેમાં 64 જેસીબી, 7 હિટાચી, 90 ટ્રેક્ટર, 90 બ્રેકર, 50 ગેસ કટર અને 42 ડમ્પર સામેલ હતા. આ સમયે ખૂબ જ ઉહાપોહ મચ્યો હતો, આ મુદ્દો છેક હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. 

જો એક તે સિવાય સૌરાષ્ટ્રની અનેક બેઠકો પર ભાજપને જીત મળી છે. સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી નગરપાલિકા વોર્ડ નં.-1માં ભાજપ પેનલનો વિજય થયો છે. જૂનાગઢ જિલ્લાના  માળીયાહાટીના અમરાપુર-3 બેઠક પર AAPના ઉમેદવારનો વિજય, માણાવદર તાલુકા પંચાયતની કોઠારીયા બેઠક પર ભાજપનો વિજય તેમજ ધંધુસર જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. જ્યારે પોરબંદર મહાનગરપાલિકા વોર્ડ નં.-1માં ભાજપ પેનલનો વિજય થયો છે. 

હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રાથમિક ટ્રેન્ડમાં ભાજપને સારો પ્રતિસાદ મળ્યો છે.  મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં.5 અને વોર્ડ નં.10 માં ભાજપની પેનલનો વિજય થયો છે, જ્યારે તાલાલા નગરપાલીકા વોર્ડ નંબર 2માં ભાજપના ચારેય ઉમેદવાર વિજેતા, ધ્રાંગધ્રા નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપની પેનલનો વિજય અને પાટડી નગરપાલિકા વોર્ડ નંબર 3 અને 4 માં પેનલનો વિજય થયો છે. જયારે ચોટીલા નગરપાલિકા વોર્ડમાં બ કોંગ્રેસના ઉમેદવારની જીત થઇ છે.