Mon Oct 05 2026

Logo

રાઘવ ચઢ્ઢાનું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું, કહ્યું બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાશે

2026-04-24 16:52:00
Author: Chandrakant Kanoja
રાઘવ ચઢ્ઢાનું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું, કહ્યું બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાશે

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાની સાથે સંદીપ પાઠક અને અશોક મિત્તલની સાથે આમી આદમી પાર્ટી છોડીને ભાજપ (ભારતીય જનતા પાર્ટી)માં સામેલ થવાનો નિર્ણય લીધો છે. ચઢ્ઢાએ કહ્યું છે કે આમ આદમી પાર્ટી પોતાના સિદ્ધાંતોથી ભટકી ગઈ છે અને તેઓ ખોટી પાર્ટીમાં હતા

હવે પાર્ટીમાં ગુંગળામણ અનુભવી રહ્યા છે

તેમણે કહ્યું હતું કે આ પાર્ટી બનાવવાનો જે ઉદ્દેશ હતો તે પૂર્ણ થયો નથી. તેમજ ક્હ્યું કે આમ આદમી પાર્ટીથી દૂર થઇ રહ્યો છું અને સામાન્ય લોકો તરફ આગળ વધી રહ્યો છું. તેમણે જણાવ્યું હતું કે તેઓ હવે પાર્ટીમાં ગુંગળામણ   અનુભવી રહ્યા છે. કારણ કે તેનું વર્તમાન સ્વરૂપ હવે તેના સ્થાપિત  સિદ્ધાંતો સાથે સુસંગત નથી.

 રાજ્યસભાના બે તૃતીયાંશથી વધુ સાંસદો તેમની સાથે

રાઘવ ચઢ્ઢાએ ખુલાસો કર્યો કે આપના રાજ્યસભાના બે તૃતીયાંશથી વધુ સાંસદો તેમની સાથે છે. તેમણે સમર્થનમાં પણ સહી કરી છે. આ જૂથમાં રાઘવ ચઢ્ઢાની સાથે ઘણા નેતા પણ છે. જેમ કે હરભજન સિંહ, સ્વાતિ માલીવાલ, રાજેન્દ્ર ગુપ્તા, સંદીપ પાઠક, વિક્રમજીત સાહની અને અશોક મિત્તલ છે.

ત્રણ સાંસદ ભાજપમાં જોડાય તેવી શક્યતા 

આપ  હાલમાં રાજ્યસભામાં 10 બેઠકો ધરાવે છે. જેમાં પંજાબમાંથી 7 અને દિલ્હીમાં ત્રણ છે. તેમજ  ટૂંક સમયમાં રાઘવ ચઢ્ઢા, સંદીપ સિંહ અને અશોક મિત્તલ ઔપચારિક રીતે ભાજપમાં જોડાવા માટે ભાજપ પ્રમુખ નીતિન નવીન સાથે મુલાકાત કરશે.