Fri Apr 24 2026

Logo

ઇઝરાયલનું ભારતમાં સિક્રેટ મિશન: મણિપુરના 250 યહૂદી 'ઓપરેશન વિંગ્સ ઓફ ડોન' હેઠળ તેલ અવીવ કરાયા રવાના

2026-04-24 17:40:15
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં તણાવગ્રસ્ત પરિસ્થિતિ વચ્ચે ઈઝરાયે પોતાનું એક ગુપ્ત મિશન શરૂ કરી દીધું છે. આ ગુપ્ત મિશન ભારતમાં આકાર લઈ રહ્યું છે. ગત વર્ષે બેન્જામીન નેતન્યાહૂ દ્વારા જાહેર કરવામાં આવેલા ઈઝરાયલે ગુરૂવારે ઑપરેશન વિંગ્સ ઓફ ડૉન અંતર્ગત બનેઈ મેનાશે ગ્રૂપના આશરે 250 સભ્યોને બાયએર ઈઝરાયલ લઈ જવામાં આવ્યા છે. ઈરાનથી આશરે 4000 કિમી દૂર ઈઝરાયલ ભારતમાં વધુ એક ઑપરેશન પાર પાડી રહ્યો છે. 

પહાડી વિસ્તારમાંથી શરૂ થયું

ઑપરેશન વિગ્સ ઓફ ડોન ભારતના પૂર્વોત્તર રાજ્યના પહાડી વિસ્તારમાંથી શરૂ થયું છે. જેનો હેતુ બેનોઈ મેનાશે સમુદાયના આશરે 5000 સભ્યોને મણિપુરથી લઈને તેલ અવીવ લઈ જવાનો છે. કેટલાક લોકો માટે આ એક હિંસાથી પ્રભાવિત ક્ષેત્રમાંથી બીજા હિંસાથી પ્રભાવિત ક્ષેત્રની એક યાત્રા સમાન છે. પણ બનેઈ મેનાશે સમુદાયના મોટાભાગના સભ્યો માટે, જેઓ પોતાને ઈઝરાયલના ખોવાયેલા કોઈ કબિલાના વંશજ માને છે તે પોતાના પૂર્વજોના ઘરે પહોંચવા એક લાંબી યાત્રાનો અંત માને છે. હકીકતમાં બનેઈ મેનાશે પૂર્વોત્તર ભારત જેવા કે, મિઝોરમ અને મણિપુરના કુકી, ચીન અને મિઝો જાતિના સમુહનો એક સંયુક્ત સમુહ છે. આ સમુદાય પોતાને આશરે 2700 વર્ષ પહેલા અહીં સ્થાયી થયા હોવાનું માને છે. 

પોતાને વંશજ માને છે લોકો

આ લોકો પોતાને ઈઝરાયલની ખોવાયેલી જનજાતિના એક વંશજ તરીકે ગણાવે છે. આ લોકો પારંપરિક રૂપથી યહુદી ધર્મનું પાલન કરે છે. શાવેઈ ઈઝરાયલ નામની સંસ્થાના સહયોગથી તે પોતાની ભૂમિ ઈઝરાયલમાં હવે પરત ફરી રહ્યા છે. ઈઝરાયલની સરકારે ગુરૂવારે દિલ્હીના રસ્તેથી આ સમુદાયના કુલ 250 લોકોનું પહેલુ ગ્રૂપ બાય એરથી રવાના કર્યું હતું. ગત વર્ષે ઈઝરાયલના નેતા બેન્જામીન નેતન્યાહૂ સરકારે ભારતથી આ જ સમુદાયના 4600 સભ્યોને ઈઝરાયલમાં વસવાટ માટે આર્થિક મદદ કરવા એલાન કર્યું હતું. છેલ્લા 20 વર્ષમાં આશરે 5000 લોકો ઈઝરાયલમાં સ્થાયી થઈ ચૂક્યા છે. 

દર વર્ષે ચાન્સ આપવામાં આવે છે

ઈઝરાયલના ઈમિગ્રેશન મંત્રી ઓફિર સોફરે જણાવ્યું હતું કે, આ એક અભિયાનની શરૂઆત છે, જે અંતર્ગત સમગ્ર સમુદાયને ઈઝરાયલમાં વસવાટ કરવાનો ચાન્સ મળી રહેશે. દર વર્ષે 1200 લોકોને ઈઝરાયલમાં સ્થાયી થવા માટે ચાન્સ આપવામાં આવશે. ઈઝરાયલનું ભારતમાં આ ઑપરેશન અનેક પ્રકારના સવાલ ઊભા કરે છે. યહુદી ધર્મને માનનારા આ લોકો ઈઝરાયલથી ભારત સુધી પહોંચ્યા કેવી રીતે? બાઇબલ અનુસાર પ્રાચીન ઈઝરાયલના લોકો 12 કબિલામાં વર્ગીકૃત થયા હતા, જેમાંથી 10 કબિલાના નામ યાકુબના દીકરાના નામ પર રાખવામાં આવ્યા હતા. જ્યારે બે કબિલાના નામ એમના પૌત્ર અને મનસ્સેના નામ પરથી રાખવામાં આવ્યા હતા. જે યુસુફના પુત્રો હતા.

નિષ્ણાંતોનો મત આ પ્રમાણે

બનેઈ મનસ્સે સમુદાયના લોકોને એવો દાવો છે કે, મનસ્સે જ એમના વંશજ છેય. ઈ.સ. 722માં ઈઝરાયલ સામ્રાજ્યની હાર બાદ અસીરિયાઈ વિજેતાઓએ એમને દેશમાંથી બાહર કાઢી મૂક્યા હતા. ઈરાન, અફઘાનિસ્તાન, તિબ્બેત અને ચીનથી થઈ, વર્ષોની યાત્રા બાદ આ સમુદાયના લોકો ભારતના પૂર્વોત્તર રાજ્ય મણિપુર અને મિઝોરમમાં સ્થાયી થયા હતા. 

દિલ્હી IITના સમાજશાસ્ત્ર વિષયના રીસર્ચર આસફ રેથલેઈ આ સમુદાયના જન્મ અંગેનો ઉલ્લેખ કરતા કહે છે કે, બનેઈનો અર્થ બાળકો થાય છે જ્યારે મનસ્સેનો અર્થ પૌત્ર થાય છે. હવે સવાલ એ થાય છે કે, ભારત જ કેમ આવ્યા? યહુદીઓએ હંમેશા ભારતને એક સુરક્ષિત દેશ તરીકે માન્યો છે. સુરક્ષિત જગ્યા તરીકે માન્યતા આપી છે. 

ઈઝરાયલ સાથે સીધો સંબંધ

દુનિયાના અન્ય ભાગમાં જ્યારે પરિસ્થિતિ વિપરિત હોય એ સમયે પણ આ દેશમાં ક્યારેય ધાર્મિક અત્યાચારનો સામનો આ લોકોને કરવો પડ્યો નથી. મણિપુરમાં બનેઈ મનસ્સે સમુદાયને કુકી સમુદાય અંતર્ગત વર્ગીકૃત કરી દેવામાં આવ્યા, 20મી સદીના પ્રારંભમાં અમેરિકી મિશનરીના પ્રભાવમાં આવી મોટાભાગના કુકી સમુદાયના લોકોએ ધર્માંતરણ કરી નાંખ્યું. પણ બનેઈ મનસ્સે સુમદાયના લોકો આજે પણ યહુદી ધર્મ તથા એના રીત-રિવાજનું પાલન કરે છે. આ કારણે અહીંયાના મણિપુરના લોકો ઈઝારયલ સાથે સીધો સંબંધ ધરાવે છે.