Mon Aug 31 2026

Logo

પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ હમઝા બુરહાનની પીઓકેમાં હત્યા, 'ધુરંધર' સ્ટાઈલ ઠાર મરાયો

2026-05-21 15:40:00
Author: Mumbai Samachar Team
પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ હમઝા બુરહાનની પીઓકેમાં હત્યા, 'ધુરંધર' સ્ટાઈલ ઠાર મરાયો

મુઝફ્ફરાબાદ : જમ્મુ કાશ્મીરમાં વર્ષ 2019ના પુલવામા હુમલાનો માસ્ટર માઈન્ડ હમઝા બુરહાનને પીઓકેમાં અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી છે. આતંકી હમઝા બુરહાનને પીઓકેના મુઝફ્ફરાબાદમાં ગોળી મારવામાં આવી હતી. 2019માં થયેલા આ હુમલામાં 40 CRPF જવાનો શહીદ થયા હતા. 

હમઝા બુરહાનને મુઝફ્ફરાબાદમાં તેની ઓફિસમાં ગોળી મારવામાં આવી

પુલવામા હુમલાનો માસ્ટર માઈન્ડ  હમઝા બુરહાનને પીઓકેમાં ગોળી મારવામાં આવી હતી. આ વ્યક્તિ પોતાને શિક્ષક ગણવતો હતો. હમઝા બુરહાનને મુઝફ્ફરાબાદમાં તેની ઓફિસમાં ગોળી મારવામાં આવી હતી. આ ઉપરાંત 
પુલવામા હુમલાનો માસ્ટર માઈન્ડ  હમઝા બુરહાન  પાકિસ્તાનમાં શિક્ષક તરીકે ઓળખાતો હતો.

2019 થી અનેક આતંકવાદી ઘટનાઓમાં સામેલ હતો

હમઝા બુરહાન વર્ષ 2019 થી અનેક આતંકવાદી ઘટનાઓમાં સામેલ હતો. હમઝા  પીઓકે ક્ષેત્રમાં વિવિધ આતંકવાદી સંગઠનોને તાલીમ આપી રહ્યો હતો. તેમજ સરહદી વિસ્તારોમાંથી આતંકવાદીઓને ઘૂસણખોરી કરવામાં મદદ કરી.

ભારતે ઓપરેશન બાલાકોટ ચલાવ્યું હતું

જોકે, પુલવામા હુમલાનો બદલો લેવા માટે ભારતે ઓપરેશન બાલાકોટ ચલાવ્યું હતું. જેમાં પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો. ભારત સરકારે વર્ષ  2022 માં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ હમઝા બુરહાનને આતંકવાદી જાહેર કર્યો હતો.

હમઝા બુરહાન મુળ પુલવામાનો રહેવાસી 

તેમજ સરકારના જણાવ્યા અનુસાર  હમઝા બુરહાન મુળ પુલવામાના રત્નીપોરા વિસ્તારનો રહેવાસી હતો. 23 વર્ષીય હમઝા આતંકવાદી સંગઠન અલ-બદ્ર સાથે જોડાયેલો હતો. તેમજ સત્તાવાર માહિતી મુજબ તે કાયદેસર રીતે  પાકિસ્તાન ગયો હતો. તેમજ ત્યાં  પહોંચ્યા બાદ આતંકી સંગઠન  અલ-બદ્રમાં જોડાયો અને ત્યારબાદ તે સંગઠનમાં સક્રિય આતંકવાદી અને કમાન્ડર બન્યો હતો.