Thu Sep 03 2026

Logo

બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેમારે વેનેઝુએલાના ભૂકંપ પીડિતોની કરી મદદ

Houston   2026-06-29 20:53:00
Author: Mumbai Samachar Team
બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેમારે વેનેઝુએલાના ભૂકંપ પીડિતોની કરી મદદ

હ્યુસ્ટનઃ બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેમાર જૂનિયરે ભૂકંપ પ્રભાવિત વેનેઝુએલાની મદદ માટે 2.1 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. એક મીડિયા રિપોર્ટ અનુસાર આ રકમનો ઉપયોગ રાહત અને બચાવ કામગીરી માટે થશે. જેમાં અસરગ્રસ્તોને ભોજન, પીવાનું પાણી, દવા અને આશ્રય આપવામાં આવશે. 

આ મુશ્કેલ સમયમાં વેનેઝુએલાના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા નેમારે આશા વ્યક્ત કરી કે તેની આ નાની મદદથી અસરગ્રસ્ત પરિવારોને રાહત અને હિંમત આપશે. તેણે કહ્યું હતું કે, "મારું હૃદય વેનેઝુએલાના લોકો સાથે છે. મને આશા છે કે આ યોગદાન આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત પરિવારોને મદદ કરશે."

બીજી બાજુ, ફિફા વર્લ્ડ કપ 2026માં બ્રાઝિલના મુખ્ય કોચ કાર્લોએ જણાવ્યું હતું કે છેલ્લા અઠવાડિયામાં નેમારની ફિટનેસમાં નોંધપાત્ર સુધારો થયો છે અને તે હવે પહેલા કરતા વધુ સમય સુધી રમી શકે છે. 

34 વર્ષીય નેમાર ઈજાને કારણે વર્લ્ડ કપની પ્રથમ બે મેચ ચૂકી ગયો હતો. જોકે, સ્કોટલેન્ડ સામેની અંતિમ ગ્રુપ સ્ટેજ મેચમાં લાંબી ગેરહાજરી બાદ તે મેદાનમાં પાછો ફર્યો હતો.