હૈદરાબાદઃ સાઉથના ફિલ્મમેકર એસ.એસ. રાજામૌલીની આવનારી બિગ બજેટ ફિલ્મ 'વારાણસી'નું શુટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મને લઈના વિષયોને લઈને ફેન્સ અનેક પ્રકારના ક્યાસ લગાવી રહ્યા છે. પણ જેનો ડર હતો એ જ વસ્તુ બની ગઈ છે.'વારાણસી' ફિલ્મના સેટ પરથી એક વિડિયો લીક થઈ ગયો છે અને તે સોશિયલ મીડિયા સુધી પહોંચી ગયો છે. આ ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ લીડ રોલમાં છે. જ્યારે પ્રિયંકા ચોપરા ફીમેલ લીડ રોલ પ્લે કરી રહી છે. પૃથ્વીરાજ સુકુમારન વિલનનો રોલ પ્લે કરે છે. આ કલાકારો પોતાના અસાઈમેન્ટનું શુટિંગ ખતમ કરી ચૂક્યા છે. આ ફિલ્મનું બજેટ ₹1200 કરોડ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
80 ટકા શુટિંગ ખતમ
ફિલ્મનું 80 ટકા શુટિંગ ખતમ થઈ ગયું છે. મેકર્સે કહ્યું હતું કે, જેમ જેમ શુટિંગ ખતમ થઈ રહ્યું છે એમ એડિટિંગ ટીમને વિઝ્યુઅલ્સ આપવામાં આવી રહ્યા છે, જેથી એમનું કામ પણ અટકે નહીં.લીકને રોકવા માટે પહેલાથી જ રાજામૌલીએ કેટલાક એક્શન લીધા છે. પણ હવે સેટ પરથી એક વિડિયો લીક થઈ ગયો છે. આ વિડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શૅર કરવામાં આવ્યો છે.
વિડિયોમાં એક ગ્રાન્ડ સેટ નજરે ચડે છે. મહેશ બાબુ દેખાઈ રહ્યા છે. એમના માથા પરથી લોહી વહી રહ્યું છે આ સાથે તે પાણીમાં એન્ટ્રી લઈ રહ્યો છે. આ સીન ફિલ્મમાં એક અલગ લૂકમાં જોવા મળશે. આસપાસ કેટલાક શિવલિંગ પણ છે. પાણીની વચ્ચે મહેશ બાબુ દેખાઈ રહ્યા છે. ગુસ્સો કરી રહ્યા છે. આ એક એક્ટિંગ સીન છે. જે લીક થઈ ગયો છે. સેટ પર એક મોટી ટીમ જોવા મળી રહી છે. એને ટચઅપ કરવામાં આવી રહ્યું છે અને કપડા વ્યવસ્થિત કરતા દેખાય છે. નાના-નાના બ્રેકમાં એક્ટરને સ્પષ્ટ જોઈ શકાય છે.
JAI BABU 🔥🦁
— RAM DHFM (@RKiran1432) August 6, 2026
Just now seen the leaked bit of #Varanasi 😭 #MaheshBabu#SSRajamouli #SSMB29 pic.twitter.com/0ntdueE2dL
ખાસ તૈયારીઓ થઈ
કેટલીક મુશ્કેલીઓ હોવા છતા ફિલ્મ માટે એક મોટું બજેટ ફિક્સ થયું છે. મેકર્સને એવી આશા છે કે, એક્ટર મહેશ બાબુના જન્મદિવસ પર કંઈક તો નવું થશે. આ માહોલ વચ્ચે હવે ફિલ્મ શુટિંગને રીશેડ્યુલ કરી દેવાયું છે. હવે નવા શેડ્યુલ પ્રમાણે 6 ઓગસ્ટથી હૈદરાબાદમાં રામોજી ફિલ્મ સિટીમાં શુટિંગ શરૂ થશે. આ જગ્યા પર ફિલ્મને લઈને એક થીમ તૈયાર કરવામાં આવશે અને પછી ફિલ્મનું શુટિંગ શરૂ થશે. જે સીન લીક થયો છે એ માત્ર ગણતરીની સેકન્ડ પૂરતો જ છે. બાકી ફિલ્મને લઈને કેટલીક ગુપ્તતા રાખવામાં આવી રહી છે. ખાસ કરીને થીમ અને વિષય સંબંધિત કોઈ વાત લીક ન થાય એ માટે ખાસ તૈયારીઓ અત્યારથી કરી રાખવામાં આવી છે.