Fri Apr 17 2026

Logo

શેરબજારની તેજી સાથે શરૂઆત બાદ ઉતારચઢાવ; ક્રુડના ભાવમાં ભડકો

2026-04-06 10:25:00
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: આજે અઠવાડિયાના પહેલા દિવસે ભારતીય શેર બજારે વધારા સાથે કારોબાર શરુ કર્યો. બોમ્બે સ્ટોક્સ એકચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ સેન્સેક્સ 157 પોઈન્ટના વધારા સાથે 73,477 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્સચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 67 પોઈન્ટના વધારસા સાથે 22,723 પર ખુલ્યો.

વધારા સાથે શરૂઆત બાદ થોડી જ વારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો નોંધાયો હતો, ત્યાર બાદ બંને ઇન્ડેક્સે રીકવરી કરી, આમ બજારમાં ઉતાર ચઢાવની સ્થિતિ જોવા મળી રહી છે.
શરૂઆતના કારોબારમાં નિફ્ટી પર ટ્રેન્ટ, વિપ્રો, પાવર ગ્રીડ કોર્પ, ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસમાં શેરો તો ગેનર્સ રહ્યા, જ્યારે ઇન્ટરગ્લોબ એવિએશન, કોટક મહિન્દ્રા બેંક, સન ફાર્મા, ટાટા સ્ટીલ અને બજાજ ફાઇનાન્સ ટોપ લુઝર્સ રહ્યા.

સોમવારે શરૂઆતના કારોબારમાં યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો મજબુત બન્યો, ડોલર સામે રૂપિયો 33 પૈસા વધીને 92.85 પર પહોંચ્યો.

એશિયન બજારો પર નજર:
જાપાના ઇન્ડેક્સ નિક્કીમાં 1% થી વધુનો વધારો નોંધાયો. દક્ષિણ કોરિયાનો કોસ્પીમાં 1.5 ટકાનો વધરો નોંધાયો. જોકે, ચીનનું શાંઘાઈ સ્ટોક એક્સચેન્જ કિંગમિંગ ફેસ્ટિવલ માટે બંધ છે, તાઇવાનનું સ્ટોક એક્સચેન્જ ચિલ્ડ્રન્સ/ટોમ્બ-સ્વીપિંગ ડે માટે બંધ રહેશે, જ્યારે હોંગકોંગ અને ઓસ્ટ્રેલીયાનું શેર બજાર ઇસ્ટરને  બંધ રહેશે.

ક્રુડના ભાવમાં ભડકો:
પશ્ચિમ એશિયામાં સતત ચાલી રહેલા સંઘર્ષબે કારને ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો વધારો નોંધાયો છે, બ્રેન્ટ ક્રૂડ $110 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે, જ્યારે WTI ક્રૂડ $112 પ્રતિ બેરલ પર છે.