Wed Sep 02 2026

Logo

ભારતને ઇંગ્લૅન્ડે આપ્યો 388 રનનો તોતિંગ લક્ષ્યાંકઃ પેસ બોલર બ્રાર સૌથી મોંઘો સાબિત થયો

Londan   2026-07-19 19:55:47
Author: Ajay Motiwala
ભારતને ઇંગ્લૅન્ડે આપ્યો 388 રનનો તોતિંગ લક્ષ્યાંકઃ પેસ બોલર બ્રાર સૌથી મોંઘો સાબિત થયો

લંડનઃ ઇંગ્લૅન્ડે લૉર્ડ્સની નિર્ણાયક વન-ડે (ODI)માં ભારત (INDIA)ને 388 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો છે. ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને પહેલા બૅટિંગ લેવાનો સચોટ નિર્ણય લીધો, કારણકે એના ઓપનર્સે મોટી ભાગીદારી કરી અને કૅપ્ટન હૅરી બ્રૂક (14 રન)ના બાદ કરતા બાકીના ચારેય બૅટ્સમેને સારું પર્ફોર્મ કર્યું હતું.

ઇંગ્લૅન્ડે 50 ઓવરમાં ત્રણ વિકેટે 387 રન બનાવ્યા હતા. ઓપનર બેન ડકેટ (141 રન, 135 બૉલ, એક છગ્ગો, અઢાર ચોગ્ગા) અને જેકબ બેથેલ (91 રન, 93 બૉલ, બે છગ્ગા, અગિયાર ચોગ્ગા)ની જોડીએ 181 બૉલમાં 192 રનની ભાગીદારી કરી હતી.

જૉ રૂટ (74 અણનમ, 48 બૉલ, નવ ચોગ્ગા) અને વિકેટકીપર જૉસ બટલર (41 અણનમ, 13 બૉલ, ત્રણ છગ્ગા, ચાર ચોગ્ગા)એ પણ ટીમને ઉપયોગી યોગદાન આપ્યા હતા.

બ્રિટિશરોની ત્રણમાંથી બે વિકેટ પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના (10-2-69-2)એ અને એક વિકેટ પ્રિન્સ યાદવે (10-0-79-1) લીધી હતી. બાકીના ત્રણ ભારતીય બોલરને વિકેટ તો નહોતી મળી, તેમની બોલિંગમાં બ્રિટિશ બૅટ્સમેનોએ પુષ્કળ રન બનાવ્યા હતાઃ ગુરનૂર બ્રાર (10-0-97-0), અર્શદીપ સિંહ (10-0-72-0) અને અક્ષર પટેલ (10-0-61-0).