ગાંધીનગર: દેશમાં 'એક પેડ માઁ કે નામ 3.0' અભિયાન અંતર્ગત પાટનગર ગાંધીનગરમાં સચિવાલય સંકુલ ખાતે એક વિશિષ્ટ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ ધારાસભ્યોએ વૃક્ષારોપણ કર્યું હતું. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે પીપળો અને રિવાબા જાડેજાએ કુસુમનું વૃક્ષ વાવ્યું હતું.
હર્ષ સંઘવીએ બિલી અને અધ્યક્ષ શંકર ચૌધરીએ આંબો વાવ્યો
આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બિલી, અધ્યક્ષ શંકર ચૌધરીએ આંબો, મંત્રી કનુ દેસાઇએ કુસમ, મંત્રી જીતેન્દ્ર વાધાણીએ કદમ, મંત્રી ઋષિકેશ પટેલે અર્જુન સાદડ, મંત્રી કુંવરજી બાવળિયાએ આંબલી, મંત્રી નરેશ પટેલે સીસુ, મંત્રી અર્જુન મોઢવાડિયાએ જાંબુ, મંત્રી ડો. પ્રદ્યુમ્ન વાજાએ શીમળોનું વૃક્ષ વાવ્યું હતું.
આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi જીના પ્રેરણાદાયી આહવાનથી શરૂ થયેલ ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત આજે ગાંધીનગર સચિવાલય પરિસરમાં પૂજ્ય બાપુની પ્રતિમા સમક્ષ વૃક્ષારોપણ કર્યું. 🌱
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 9, 2026
આ અવસરે, વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી,… pic.twitter.com/zHhoArYkkD
ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ દેશી બદામ અને અમિત ચાવડાએ શીમળાનું વૃક્ષ વાવ્યું
જ્યારે વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ દેશી બદામ, મંત્રી પ્રફુલ્લ પાનશેરીયાએ કચનાર, મંત્રી મનીષા બહેન વકીલે કાયજેલીયા, તેમજ ધારાસભ્ય અમિત ચાવડાએ શીમળો, ધારાસભ્ય તુષાર ચૌધરીએ આંબલીનું વૃક્ષ રોપ્યું હતું.
‘એક પેડ માઁ કે નામ 3.0’ અભિયાન...
— Gujarat Information (@InfoGujarat) September 9, 2026
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પર્યાવરણના રક્ષણ અને ધરતી માતાના સંવર્ધન માટે શરૂ કરાયેલા રાષ્ટ્રવ્યાપી 'એક પેડ માઁ કે નામ' અભિયાન અંતર્ગત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી… pic.twitter.com/QM7TsFqhSU
પ્રકૃતિ રક્ષાના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કર્યું હતું
આ વૃક્ષારોપણ સમારોહમાં મંત્રીમંડળના સભ્યો સહિત રાજ્યના તમામ 182 ધારાસભ્યોઓ એકસાથે ઉપસ્થિત રહીને પ્રકૃતિ રક્ષાના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કર્યું હતું.
આ અંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે વાવેલાં વૃક્ષો ભવિષ્યમાં પણ વિધાનસભા પરિસરમાં એક ચિરંજીવ સ્મૃતિ રૂપે જળવાઈ રહેશે તેમજ પશુ-પક્ષીઓને આશ્રય અને છાયડો પૂરો પાડશે તેવી શ્રદ્ધા વિશ્વાસપૂર્વક વ્યક્ત કરી હતી.
તેમણે જણાવ્યું કે વૃક્ષો પર્યાવરણને ઓક્સિજન, શુદ્ધ હવા અને વરસાદ લાવવામાં અત્યંત મદદરૂપ બને છે, તેમજ આવનારી તમામ પેઢીઓ ઝેન, આલ્ફા, બીટા કે ગામા તમામને જીવન ટકાવી રાખવા માટે પ્રાણવાયુની અનિવાર્ય જરૂરિયાત રહેવાની છે. આથી, તેમણે રાજ્યના પ્રજાજનોને પણ 'એક પેડ મા કે નામ' ૩.૦ અભિયાનમાં સક્રિયપણે જોડાઈને પર્યાવરણ જતનની દિશામાં એક મહત્ત્વપૂર્ણ કદમ આગળ વધારવા માટે આહ્વાન કર્યું હતું.
ધારાસભ્યના નામ સાથે વિવિધ વૃક્ષો રોપવામાં આવ્યા
દરેક ધારાસભ્યના નામ સાથે વિવિધ વૃક્ષો રોપવામાં આવ્યા હતા.જેમાં પીપળો, બોળી, કુસુમ, કદમ,અર્જુન સાદડ, આમલી, સીસું, જાંબુ, શીમળો, દેશી બદામ, બોરસલી, કચનાર, કાયજેલીયા જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે.