Mon Oct 05 2026

Logo

દેશી-આયાતી તેલમાં સાંકડી વધઘટે ટકેલું વલણ

2026-09-12 19:37:36
Author: Ramesh Gohil
દેશી-આયાતી તેલમાં સાંકડી વધઘટે ટકેલું વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
ગત ઑગસ્ટ મહિનામાં અમેરિકામાં ફુગાવો વધી આવ્યો હોવાના અહેવાલો સાથે ફેડરલ રિઝર્વ આગામી 15-16 સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં વધારો કરે તેવી ભીતિ હેઠળ વૈશ્વિક બજારોમાં નરમાઈનું વલણ રહેતાં  શિકાગો ખાતે ગઈકાલે સોયાતેલના વાયદામાં 227 સેન્ટનો ઘટાડો આવ્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં સપ્તાહનો અંત, આવતીકાલે રવિવાર અને ત્યાર બાદ સોમવારે ગણેશ ચતુર્થીની જાહેર રજાને કારણે બંધનો માહોલ ઉપરાંત આજે બૅન્કો પણ બંધ હોવાથી હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે કામકાજો નિરસ રહેતાં ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ ભારત ફૂડ અને એવીઆઈના સોયા રિફાઈન્ડના રૂ. 1440, પતંજલિ ફૂડ્સના ઑક્ટોબર ડિલિવરી શરતે આરબીડી પામોલિનના રૂ. 1500, સોયા રિફાઈન્ડના રૂ. 1470 અને સન રિફાઈન્ડના રૂ. 1730, મહેશ ઑઈલના સોયા રિફાઈન્ડના રૂ. 1440, ગોલ્ડન એગ્રીના સોયા રિફાઈન્ડના રૂ. 1470 અને જી-વનના સોયા રિફાઈન્ડના રૂ. 1451 ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો અભાવ હતો. જોકે, આજે સિકોફની આરબીડી પામોલિનના સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટમાં 10 કિલોદીઠ રૂ. 1450.30ના મથાળે બાયબૅકમાં લેવાલી નીકળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

આજે ગુજરાતમાં ગોંડલ મથકે નવી મગફળીની 9000 ગૂણીની આવક સામે મંડીમાં વેપાર મણદીઠ રૂ. 1400થી 1850માં અને જૂની મગફળીની 1000 ગૂણીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1400થી 1500માં થયા હતા. તેમ જ આજે રાજકોટ મથકે નવી મગફળીની 4000 ગૂણીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1500થી 1850માં અને જૂની મગફળીની 500 ગૂણીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1400થી 1550માં થયાના અહેવાલ હતા. 

આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1505, સોયા રિફાઈન્ડના રૂ. 1490, સન રિફાઈન્ડના રૂ. 1760, સિંગતેલના રૂ. 1800, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1680 અને સરસવના રૂ. 1770ના મથાળે ટકેલા રહ્યા હતા.