Wed Jul 29 2026

Logo

આજનું રાશિફળ (20-02-26): મેષથી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણી લો એક ક્લિક પર...

2026-02-20 00:31:00
Author: Darshana Visaria
Article Image

મેષ:
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે ઉત્સાહ અને નવી તકો લઈને આવશે. નોકરીમાં તમારી મહેનતની પ્રશંસા થશે અને ઉપરી અધિકારીઓ તરફથી કોઈ મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે. વેપારમાં નાણાકીય રોકાણ કરવા માટે દિવસ અનુકૂળ છે, પરંતુ ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળવું. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે અને જીવનસાથી સાથેના સંબંધોમાં વધુ મધુરતા આવશે. ભાઈ-બહેન સાથેના સંબંધો વધારે મજબૂત થઈ રહ્યા છે. નોકરી કરી રહેલાં જાતકોને આજે પગાર વધારો કે પ્રમોશન મળવાના યોગ બની રહ્યા છે. 

વૃષભ:
વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચઢાવ ઉતારથી ભરપૂર રહેશે. આજનો દિવસ આર્થિક દૃષ્ટિએ મિશ્ર ફળદાયી રહેશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે, પરંતુ તેની સાથે આકસ્મિક ખર્ચ પણ વધી શકે છે, તેથી બજેટ પર ધ્યાન આપવું જરૂરી છે. સંતાનોના અભ્યાસને લઈને થોડી ચિંતા રહી શકે છે, પરંતુ સાંજ સુધીમાં કોઈ સારા સમાચાર મળવાની શક્યતા છે. કાર્યસ્થળ પર વિરોધીઓ તમારા કામમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરશે, પરંતુ તમારી બુદ્ધિથી તમે સફળ થશો. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે માતા-પિતાની સેવા માટે તમારે સમય કાઢવો પડશે. 

મિથુન:
મિથુન રાશિના જાતકોને આજે ભાગ્યનો પૂરો સાથ મળતા તમે આજે મુશ્કેલ કાર્યો પણ સરળતાથી પૂર્ણ કરી શકશો. લાંબા સમયથી અટકેલા સરકારી કામોમાં ગતિ આવશે અને મિત્રોનો સહયોગ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. લોહીના સંબંધોમાં મજબૂતી આવી રહી છે. આજે જીવનસાથી સાથે કોઈ જગ્યાએ શોપિંગ પર જવાનું પ્લાનિંગ કરશો. વેપારમાં નવી ભાગીદારી ફાયદાકારક સાબિત થઈ શકે છે, જોકે દસ્તાવેજોની બારીકાઈથી તપાસ કરવી. પ્રેમ જીવનમાં ઉત્સાહ જળવાઈ રહેશે અને તમે પ્રિયપાત્ર સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવી શકો છો.

કર્ક: 
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધવાનો રહેશે. આજે તમારે તમારી વાણી અને વર્તન પર સંયમ રાખવો પડશે. કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે કોઈ વાતને લઈને દલીલ થઈ શકે છે, જે તમારા માન-સન્માનને અસર કરી શકે છે. સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી, ખાસ કરીને પેટ અથવા સાંધાના દુખાવાની સમસ્યા પરેશાન કરી શકે છે. જોખમી રોકાણથી દૂર રહેવું અને કોઈ મોટો સોદો કરતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ લેવી હિતાવહ છે. રાજકારણમાં આગળ વધી રહેલાં જાતકોએ આજે પોતાની આસપાસના લોકોથી સાવધ રહેવાની જરૂર છે. 

સિંહ: 
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનો રહેશે. આજે તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને આજે તમને કોઈ મોટું પદ અથવા સન્માન મળી શકે છે. જીવનસાથી સાથેના જૂના વિવાદોનો અંત આવશે અને ઘરમાં શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે. બિઝનેસ કરતા લોકો માટે વિદેશથી કોઈ લાભદાયક ઓફર મળવાના યોગ બની રહ્યા છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે અને નવી વસ્તુઓ શીખવાની તમારી ધગશ આજે રંગ લાવશે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારા અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે.  

કન્યા: 
આજનો દિવસ કન્યા રાશિના જાતકો માટે આયોજનબદ્ધ રીતે કામ પૂરા કરવાનો રહેશે. આજે તમારી વ્યવસ્થિત કાર્યશૈલીને કારણે આજે તમને કોઈ નવો પ્રોજેક્ટ મળી શકે છે. આર્થિક રીતે તમે સુરક્ષિત અનુભવશો અને જૂના દેવામાંથી મુક્તિ મેળવવાનો માર્ગ મોકળો થશે. કાયદાકીય બાબતોમાં આજે તમને રાહત મળી શકે છે અને જૂના કેસોનો નિકાલ આવવાની શક્યતા છે. સાંજનો સમય પરિવારના સભ્યો સાથે આનંદમાં પસાર થશે, જેનાથી તમારો માનસિક તણાવ ઓછો થશે. નોકરી કરી રહેલાં જાતકોને આજે કામના સ્થળે સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. 

તુલા: 
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ પરિણામો લઈને આવી રહ્યો છે. આજે તમારી સર્જનાત્મક ક્ષમતા ખીલી ઉઠશે અને કલા તેમજ સાહિત્યના ક્ષેત્રમાં તમારું નામ રોશન થશે. આજે તમે કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકો છો, જે ભવિષ્યમાં આર્થિક રીતે ખૂબ જ લાભદાયી નીવડશે. સંતાનોના કરિયરને લઈને જે ચિંતા હતી તે દૂર થશે અને ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. રોકાણ માટે દિવસ ઉત્તમ છે, પરંતુ જમીન-મકાનના સોદામાં કાગળની પૂરેપૂરી ચકાસણી કરી લેવી. વિદેશ જઈને ભણવા માંગતા વિદ્યાર્થીઓની ઈચ્છા આજે પૂરી થઈ રહી છે. 

વૃશ્ચિક:
આજનો દિવસ વૃશ્ચિક રાશિના જાતકો માટે સમાજસેવાના કામ કરીને નામ કમાવવાનો રહેશે. આકસ્મિક ધનલાભ થવાના પૂરેપૂરા યોગ બની રહ્યા છે. આજે તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આજે તમારે તમારા પારિવારિક જીવન પર વધુ ધ્યાન આપવું પડશે. ઘરના સભ્યો સાથે કોઈ વાતને લઈને વૈચારિક મતભેદ થઈ શકે છે, તેથી શાંતિ જાળવવી અને દલીલોથી દૂર રહેવું. કાર્યક્ષેત્રમાં કામનું દબાણ વધુ રહેશે, જેને કારણે તમે થોડો થાક અનુભવી શકો છો. મુસાફરી કરતી વખતે સાવચેત રહેવું અને કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું, નહીંતર નુકસાન થવાની ભીતિ છે.

ધનુ: 
ધન રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં સકારાત્મક પરિણામ લઈને આવશે. કોઈ પણ સાહસિક નિર્ણયો લેવા માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ છે. તમારી અંદર એક નવી ઉર્જાનો સંચાર થશે, જે તમને કામમાં સફળતા અપાવશે. ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં સુધારો થશે અને તમને તેમની પાસેથી કોઈ મહત્વની મદદ મળી શકે છે. ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે અને તમે કોઈ તીર્થયાત્રા અથવા સામાજિક સેવાની યોજના બનાવી શકો છો. આજે બિઝનેસ માટે તમારે કોઈ જગ્યાએ યાત્રા પર જવાનો મોકો મળશે. સંતાન તરફથી આજે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. 

મકર: 
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ફૂંકી ફૂંકીને પગ મૂકવાનો રહેશે. આજે તમારે નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી પડશે અને કોઈને ઉધાર આપવાનું ટાળવું, નહીંતર નાણાં અટવાઈ શકે છે. તમારી બચતમાં વધારો કરવાના પ્રયાસો સફળ થશે અને લાંબા ગાળાના રોકાણ માટે આયોજન કરી શકશો. કૌટુંબિક જીવનમાં થોડી ઉથલપાથલ રહી શકે છે, પરંતુ તમારી ધૈર્યથી પરિસ્થિતિ થાળે પડશે. તમારી ખાવાની આદતોમાં સુધારો કરવો, નહીંતર એસિડિટી જેવી સમસ્યા થઈ શકે છે. દૂર રહેતાં કોઈ મિત્ર સાથે મુલાકાત થવાની શક્યતા છે. 

કુંભ: 
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેવાનો છે. આજે તમે તમારી મધુર વાણીથી લોકોને તમારી તરફ આકર્ષી શકશો. આજે તમારું વ્યક્તિત્વ નિખરશે અને લોકો તમારા વિચારોથી પ્રભાવિત થશે. નોકરીમાં બદલાવ ઈચ્છતા લોકો માટે આજનો દિવસ શુભ છે, સારી ઓફર મળવાની શક્યતા છે. જીવનસાથી સાથે સારો સમય વિતશે અને તેમની પ્રગતિ જોઈને તમે આનંદિત થશો. તમારી આસપાસના લોકો સાથે સુમેળભર્યા સંબંધો જાળવવા, જે ભવિષ્યમાં તમને મદદરૂપ સાબિત થશે. કામની વ્યસ્તતા પણ આજે તમારે પરિવાર માટે સમય કાઢવો પડશે. 

મીન:
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેવાનો છે. આજે તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે, કારણ કે બિનજરૂરી ખર્ચ તમારા બજેટને બગાડી શકે છે. મનમાં કોઈ અજાણ્યો ડર અથવા ચિંતા રહી શકે છે, તેથી આધ્યાત્મિકતાનો સહારો લેવો હિતાવહ છે. વિદેશ વેપાર સાથે જોડાયેલા લોકોને આજે કોઈ મોટો લાભ મળી શકે છે. રાત્રે વહેલા ઊંઘવાની ટેવ પાડવી જેથી આવતીકાલ માટે તમે પૂરતી ઉર્જા અને તાજગી સાથે તૈયાર થઈ શકો. આજે દૂર રહેતાં કોઈ સંબંધી પાસેથી તમને નિરાશાજનક માહિતી સાંભળવા મળી શકે છે.