મુંબઈઃ ફિલ્મનિર્માતા જે.પી.દત્તાના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ 'બોર્ડર' આજે પણ એક વર્ગની સૌથી ફેવરીટ ફિલ્મ છે. આ ફિલ્મની સિક્વલ ફિલ્મ 'બોર્ડર-2' પણ આવી ચૂકી છે. પણ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ ન હતી અને સર્ટિફિકેટની પ્રોસેસમાં હતી એ સમયની વાત છે. રક્ષામંત્રાલયને એક સીન સામે વાંધો હતો. દેશભક્તિની ફિલ્મોની વાત થાય ત્યારે 'બોર્ડર'નું નામ પહેલા ક્રમે આવે છે. વર્ષ 1971ના યુદ્ધકથા કહેતી સ્ટોરીમાં અનેક કલાકારોએ દમદાર કામ કર્યું હતું. બેટલ ઓફ લોંગેવાલામાં ઘણા એવા સીન હતા જે ખરેખર ચર્ચામાં રહ્યા હતા. ખાસ કરીને છેલ્લી લડાઈનો સીન આજે પણ ચર્ચાનો વિષય છે. એક સમયની બ્લોકબસ્ટર ફિલ્મ આજે પણ ફેન્સને ખૂબ પ્રિય છે.
ક્યા સીન સામે વાંધો હતો?
આ ફિલ્મના જ કલાકાર સુદેશ બેરીએ ફિલ્મ સાથે જોડાયેલો એક કિસ્સો કહ્યો છે. જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. એક ખાસ પોડકાસ્ટમાં વાત કરતા કલાકારે કહ્યું હતું કે, સુનિલ શેટ્ટી અને મારી વચ્ચે શુટ થયેલો એ ફાઈટસીન, એક્શનસીન જેની સામે રક્ષામંત્રાલયે વાંધો ઊઠાવ્યો હતો. આ સીન પછીથી દૂર કરી દેવામાં આવ્યો હતો.
બોર્ડરની સ્ટોરીનો ભાગ્યે જ કોઈએ સાંભળ્યો હોય એવો કિસ્સો મારી અને સુનિલ શેટ્ટી વચ્ચેની ફાઈટનો છે. અમારી વચ્ચે આ ફાઈટ સીન રાજસ્થાનના રણ પ્રદેશમાં શુટ કરાયો હતો. આની તૈયારી પણ મોટાપાયે કરવામાં આવી હતી.પણ પછી આ સીન સામે રક્ષામંત્રાલયે વાંધો ઊઠાવ્યો હતો. મંત્રાલયે અમને કહ્યું હતું કે, સૈનિકો ક્યારેય અંદરોઅંદર લડતા નથી. પછી ભલે ગમે એટલા મતભેદ હોય. શારીરિક રીતે તેઓ ક્યારેય લડતા નથી. છતાં તેઓ આવું કરે છે તો બન્નેને કોર્ટમાર્શલ કરી દેવામાં આવે છે.
મહત્ત્વની વાત કરી કલાકારે
નોકરીમાંથી હટાવી દેવામાં આવે છે. આ નિયમ છે. આ સીન સંપૂર્ણ રીતે શુટ થઈ ગયો હતો. પણ રક્ષા મંત્રાલયે જે રીતે વાત સમજાવી અને વાંધો ઊઠાવ્યો એ પછી સીનને હટાવી દેવાયો હતો. જેથી ફિલ્મ નિયમ અને સત્ય અનુસાર પ્લે થાય. હજુ પણ કેટલાય નિયમો એવા છે જે બ્રિટિશકાળના છે હવે સમય આવી ગયો છે કે, એની ફરીવાર સમીક્ષા કરીને એને બદલી દેવામાં આવે.
આ ફિલ્મને ત્રણ-ત્રણ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે. રાષ્ટ્રીય એકતા પર સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ તરીકે પણ 'બોર્ડર'ને એવોર્ડ મળ્યો છે. હિન્દી સિનેમામાં વોરફિલ્મની વાત આવે ત્યારે પણ આ ફિલ્મ પહેલા ક્રમે આવે છે. આ શુટિંગ દરમિયાન એક્ચ્યુઅલ જે સશસ્ત્ર સીમા દળના જવાનોએ ફિલ્મ માટે સહયોગ આપ્યો હતો.