Wed Sep 09 2026

Logo

ભુજ: ફેસબુક પર સસ્તા સોનાની લાલચ આપી છેતરપિંડી કરતો ગઠિયો ઝડપાયો

2026-08-15 13:05:00
Author: Mumbai Samachar Team
ભુજ: ફેસબુક પર સસ્તા સોનાની લાલચ આપી છેતરપિંડી કરતો ગઠિયો ઝડપાયો

ભુજઃ ફેસબુક પર બનાવટી આઈડી બનાવી બજારભાવ કરતાં ૧૦ થી ૨૦ ટકા સસ્તા ભાવે સોનું આપવાની લોભામણી જાહેરાતો મૂકી ભોળા લોકો સાથે છેતરપિંડી આચરવાનો પ્રયાસ કરનાર એક શખ્સને પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી પૂર્વ બાતમીના આધારે ભુજ શહેરના અમનનગર ચાર રસ્તા પાસે ખારી નદી રોડ પરથી આસિફ ઉમર લંગા નામના શખ્સની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે તેની પાસે રહેલા મોબાઈલ ફોનની તપાસ કરતાં 'યોગેશ ભાનુશાલી' નામના બનાવટી ફેસબુક એકાઉન્ટનો ખુલાસો થયો હતો. આ આઈડી પરથી આરોપી સસ્તા ભાવે સોનું આપવાની કથિત વીડિયો અને ફોટો પોસ્ટ મૂકીને નિર્દોષ લોકોને પોતાની જાળમાં ફસાવવાનો પ્રયાસ કરતો હતો.

પોલીસે મોબાઈલ ફોન જપ્ત કરી આરોપી સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

(ઉત્સવ વૈદ્ય)