Sun May 31 2026

Logo

પાકિસ્તાની વિદ્યાર્થીઓએ ગાયું ‘જન ગણ મન’, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ...

Khyber Pakhtunkhwa   2026-02-14 17:58:00
Author: Vimal Prajapati
Article Image

AI Generated Images


ખૈબર પખ્તુનખ્વાઃ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આવેલી બાચા ખાન યુનિવર્સિટીમાં ભારતનું રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ ગુંજ્યું હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થતા પાકિસ્તાનમાં ભારે વિવાદ સર્જાયો છે. બાચા ખાન યુનિવર્સિટીના ફાર્મસી વિભાગના એક વિદ્યાર્થીએ યુનિવર્સિટીના બે દિવસીય એક્સપો (યુથ ફેસ્ટિવલ) દરમિયાન આ ગીત ગાયું છે, તેની સાથે અન્ય કેટલાક વિદ્યાર્થીઓએ નારા પણ લગાવ્યા હોવાનું વીડિયોમાં જોવા મળે છે. 

બાચા ખાન યુનિવર્સિટીના વિદ્યાર્થીએ ગાયું ‘જન ગણ મન’

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં આ વિદ્યાર્થી જોરથી ‘જન ગણ મન’ ગાતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો પર પાકિસ્તાની યુઝર્સે આકરી ટીકા કરી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ આ વિદ્યાર્થીને દેશદ્રોહી પણ કહેવામાં આવી રહ્યો છે. આ સાથે આ વિદ્યાર્થી અને યુનિવર્સિટીના વહીવટી તંત્ર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. જો કે, કેટલાકે તેને માત્ર મનોરંજન કહી રહ્યાં છે અને અમુક તો આ વીડિયો પર કહી રહ્યાં છે કે, આમાં સાંસ્કૃતિક આદાન-પ્રદાન થઈ રહ્યું છે.

ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભારતમાં આ વીડિયોને ખૂબ લાઈક્સ મળી રહ્યા છે, ભારતીયો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. આ વીડિયો મામલે બાચા ખાન યુનિવર્સિટીએ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. આ યુનિવર્સિટી મહાત્મા ગાંધીના સહયોગી અને સ્વાતંત્ર્ય સેનાની ખાન અબ્દુલ ગફ્ફાર ખાન (બાચા ખાન)ના નામે છે, જ્યાં આવી ઘટનાઓ અસામાન્ય હોય છે. પાકિસ્તાની મીડિયા અને સોશિયલ પ્લેટફોર્મ પર આ વીડિયો ટ્રેન્ડ કરી રહ્યો છે.