Mon Oct 05 2026

Logo

મંગળવારે માર્કેટમાં 'મંગળ', સેન્સેક્સ 262 પોઇન્ટના વધારા સાથે ખુલ્યો, નિફ્ટી 23,900 ઉપર

2026-06-16 09:47:00
Author: Mumbai Samachar Team
મંગળવારે માર્કેટમાં 'મંગળ', સેન્સેક્સ 262 પોઇન્ટના વધારા સાથે ખુલ્યો, નિફ્ટી 23,900 ઉપર

સોમવારની શાનદાર તેજી બાદ મંગળવારે પણ માર્કેટમાં વધારા સાથે કારોબારો જોવા મળ્યો છે. પ્રારંભિક સેશનમાં ભારતીય શેરબજારોમાં તેજી તરફી કારોબાર જોવા મળ્યો છે. સેન્સેક્સ સોમવારની બંધ 76,264.33ની સપાટીએથી 262.44 પોઇન્ટ વધી 76,526.77ની સપાટીએ ખુલ્યો છે. બીજી તરફ નિફ્ટી સોમવારે  23,853.90ની સપાટીએ બંધ રહ્યો હતો. મંગળવારના સેશનમાં નિફ્ટી 70 પોઇન્ટ વધી 23,923.90ની સપાટીએ ખુલ્યો છે. 

નિફ્ટી ટોપ ગેઇનર્સ

નિફ્ટીમાં વધનારા શેરો પર નજર કરીએ તો ડો. લાલ પેથોલેબોરેટરી, સફાયર ફુડ્સ, દેવયાની ઇન્ટરનેશનલ, એજિસ, પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ, આર.આર.કેબલ, એલ.ટી.ફુડ્સ, એચસીએલ ટેક્નોલોજી, એચએફસીએલ, જીએમઆર એરપોર્ટસના શેરોમાં તેજી તરફી કારોબાર જોવા મળ્યો. 

નિફ્ટી ટોપ લૂઝર્સ

નિફ્ટીમાં ઘટનારા શેરો પર નજર કરીએ તો હિન્દાલ્કો, એક્સિસ બેંક, JSW સ્ટીલ, એચડીએફસી લાઇફ, ટાટા સ્ટીલ, નાલ્કો, જયપ્રકાશ પાવર, આરતી ઇન્ડસ્ટ્રી, એક્યુટાસ કેમિકલ, સાઇ લાઇફ લાયન્સ, વારી એનર્જીસ, એમસીએક્સ ઇન્ડિયામાં લાલ નિશાનમાં ઘટાડા તરફી મૂવમેન્ટ જોવા મળી. 

એશિયન બજારો

સોમવારે યુએસ માર્કેટમાં પોઝિટિવ ક્લોઝિંગની અસર એશિયન બજારો પર જોવા મળી. નિક્કેઇ, સ્ટ્રેટ ટાઇમ્સ, તાઇવાન કોસ્પી, સેટ કોમ્પોઝિટ, જકાર્તા કોમ્પોઝિટ, શાંઘાઇ કોમ્પોઝિટમાં ઉતાર-ચઢાવ સાથે ફલેટ કારોબાર જોવા મળ્યો.