Fri May 01 2026

Logo

છ વર્ષની બાળકીને સાવકા બાપે બનાવી હવસનો શિકાર

2026-03-23 21:32:44
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ શહેરમાં શિક્ષિત પુરુષે તેની માત્ર છ વર્ષની સાવકી દીકરીને હવસનો શિકાર બનાવી હતી. કૃષ્ણનગરમાં રહેતા અને ગાંધીનગર ખાતે આઈટી કંપનીમાં કામ કરતા પુરુષ સાથે આ બાળકીની માતાનાં બીજા લગ્ન હતા. બન્નેને પોતાનો એક દીકરો પણ છે.

બાળકીની માતા ઘરે હતી અને કપડા સૂકવી રહી હતી ત્યારે તેણે દીકરીની ચીસ સાંભળી હતી અને તે રૂમમાં દોડી ગઈ હતી. તે સમયે પિતા બાળકી સાથે દુષ્કૃત્ય કરતો ઝડપાઈ ગયો હતો. માતાએ પિતાના સંકજામાંથી બાળકીને છોડાવી હતી અને પોલીસને જાણ કરી હતી. પોલીસે સાવકા પિતાની ધરપકડ કરી હતી.

અગાઉ પણ બાળકી સાથે આવું દુષ્કૃત્ય થયું છે કે નહીં તે અંગે પોલીસ તપાસ કરી રહી છે, આ સાથે પિતાની માનસિક સ્થિતિ મામલે પણ તપાસ થઈ રહી હોવાનું પોલીસસૂત્રોએ જણાવ્યું હતું. પિતા દ્વારા આવા દુષ્કૃત્યનો આ પહેલો કેસ નથી. અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે.

મોટેભાગે નાની બાળકી અથવા સગીરાઓ સાથે આ પ્રકારના કૃત્ય નજીકના લોકો જ કરતા હોય છે. આથી માતા-પિતાને સતર્ક રહેવાનું કહેવામાં આવે છે, પરંતુ પિતા જ દીકરી સાથે આવું અધમ કૃત્ય કરે ત્યારે સંબંધો પણ લંછન લાગે છે. આવા કેસમાં દોષીતને સખત સજા થવી જોઈએ, સાથે ભોગ બનેલા બાળક કે બાળકીનું યોગ્ય કાઉન્સિલિંગ થાય તે પણ જરૂરી છે, તેમ નિષ્ણાતો જણાવે છે.