Thu Apr 30 2026

Logo

L.D. એન્જિનિયરિંગ હોસ્ટેલમાં સ્લેબ ધરાશાયી થતા મચી દોડધામ, જર્જરિત હાલતને લઈ સવાલો ઉઠ્યા

2 weeks ago
Author: Mayurkumar Patel
Article Image

અમદાવાદઃ શહેરની એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં આજે દુર્ઘટના સર્જાઈ હતી. હોસ્ટેલનો સ્લેબ ધરાશાયી થયો હતો. હોસ્ટેલના બ્લોક નંબર બીના એક રૂમમાં છતની સ્લેબનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. આ ઘટનામાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી.

સ્લેબ તૂટીને બેડમાં આરામ કરી રહેલા વિદ્યાર્થી પર પડ્યો હતો. જેના કારણે તેને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો. હોસ્ટેલની આવી જર્જરિત હાલતને લઈ અનેક સવાલો ઉઠ્યા હતા. આ દુર્ઘટનાથી ભયભીત વિદ્યાર્થીઓએ તેમની સુરક્ષા મુદ્દે  સવાલ ઉઠાવ્યા હતા.

ઘટના બાદ લોકોમાં એન્જિનિયરો તૈયાર કરતી સંસ્થાનું બિલ્ડિંગ જ જર્જરિત છે તો અન્ય હોસ્ટેલોની કેવી હાલત હશે તેવી ચર્ચા શરૂ થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, 2024માં એક વિદ્યાર્થીનો એલ.ડી. એન્જિનિયરિંગ હોસ્ટેલની અંદરથી મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા પરિવારે હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો અને હોસ્ટેલમાં સીસીટીવી કેમેરા ના હોવાથી વાલીઓએ પોતાના સંતાનોની સુરક્ષાને લઈને તંત્રને સવાલ કર્યા હતા. ત્યારબાદ વાલીઓએ સંતાનોની ચિંતા વ્યક્ત કરી હોસ્ટેલમાં સીસીટીવી લગાવવા માંગ કરી હતી. LD કોલેજની હોસ્ટેલના D બ્લોકમાં આ બનાવ બન્યો હતો. વિદ્યાર્થીએ હાથ અને ગળાના ભાગે બ્લેડના ઘા માર્યા હતા અને વિદ્યાર્થીના મૃતદેહ પાસેથી બ્લેડ મળી આવી હતી.