કાઠમંડુઃ નેપાળના રસુવામાં પૂર આવતા ફરી સુરક્ષા પ્રણાલી સહિત અન્ય મુદ્દે ગંભીર સવાલો ઊભા થયા છે, તેમાંય વળી સૌથી વધુ પ્રશ્નો ટેક્નોલોજી સામે થઈ રહ્યા છે. 26 ઓગસ્ટ 2026ના નેપાળ-તિબેટ સરહદ પર ગ્લેશિયર તૂટી પડવાથી એક વિનાશક પૂર આવ્યું હતું. 475થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા, પરંતુ શું આ આફતને ટાળી શકાઈ હોત? નિષ્ણાંતો કહે છે કે જો યોગ્ય સમયે યોગ્ય ચેતવણી આપવામાં આવી હોત,તો હજારો લોકોના જીવ બચાવી શકાયા હોત. સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે, આટલી ટેક્નોલોજી હોવા છતાં કેમ એલર્ટ ન મળ્યું? એલર્ટ સિસ્ટમ કેમ એ સમયે કામ ન આવી?
નક્કર કોઈ સિસ્ટમ નથી
નેપાળના એક મીડિયા રિપોર્ટ અનુસાર આપણે નદીઓમાં આવતા પૂરને ટ્રેક કરવામાં માહિર છીએ પણ ઊંચા હિમાલયના વિસ્તારમાં પેદા થતા જોખમને ઓળખવા માટે નક્કર કે પરિણામલક્ષી કોઈ સિસ્ટમ નથી, જ્યાં સુધી નીચેના કોઈ સ્ટેશનમાં પાણીનું સ્તર આગળ વધતું દેખાય છે ત્યાં સુધીમાં તો એલર્ટ આપવાનો સૌથી કિંમતી સમય નીકળી જાય છે. નેપાળના રસુવામાં આવેલા વિનાશકારી પૂરના કેસમાં પણ આવું જ થયું છે.
તિબેતના 5000 મીટર ઊંચા પહાડી વિસ્તારમાં એક પ્રેશર જનરેટ થયું. પણ નેપાળના હવામાન વિભાગને આશરે 9.15 વાગ્યે એલર્ટ મળ્યું અને જાહેર પણ કર્યું. આ પહેલા તો પાણીનો પ્રચંડ પ્રવાહ અનેક એવા વિસ્તાર અને નાના ગ્રામ્ય વિસ્તારને નક્શામાંથી મિટાવી ચૂક્યો હતો. હિમાલયમાં એલર્ટ સિસ્ટમની સૌથી મોટી ચેલેન્જ લોજિસ્ટિક છે. 5000 મીટરની ઊંચાઈ પર સેન્સર લગાવવા, એને મેઈનટેનન્સ કરવું, ડેટા ભેગા કરવા મોંઘુ પડે છે અને મુશ્કેલ પણ. આટલી ઊંચાઈ પર કામ કરવું માત્ર ગરમીની સીઝનમાં શક્ય છે. એ પણ મર્યાદિત મહિનાઓ માટે. જમીન પર સેન્સર નેટવર્ક સેટ કરવું એટલું મોંઘુ અને મહેનત માગી છે એના કરતા ચારગણી મહેનત હિમાચલના વિસ્તારોમાં થાય છે.
શા માટે પડકારજનક છે આ?
પહાડી વિસ્તારમાં આ કામ કરવું પડકારજનક એટલા માટે છે કારણ કે, આ વિસ્તારમાં હવામાનમાં પલટો ક્યારે આવે એ નક્કી નથી. સૌથી જોખમી અને દર્દનાક કહી શકાય એવો વિસ્તાર માઉન્ટ એવરેસ્ટનો છે. ઈમ્ઝા ઝીલ પાસે આશરે 3.5 મિલિયન ડૉલરની અર્લી વોર્નિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. પણ સિસ્ટમ વર્ષોથી કોઈ રીતે મેઈનટેન્સ ન થતા ખખડી ગઈ છે. સાયરન આપતા ટાવર કટાઈ ગયા છે. કેટલાક વાયર અને બેટરીઓની ચોરી થઈ ગઈ છે. સેટેલાઈટ ડેટા આપતી સિસ્ટમ યોગ્ય રીતે કામ કરતી નથી. સ્થાનિકો ત્યાં સુધી કહે છે કે, એક પણ સરકારી અધિકારી સિસ્ટમની તપાસ કરવામાં પણ આવ્યો નથી. ગામના સરપંચે કહ્યું કે, સાયરન ટાવર કટાઈ ગયો છે. અડધો નમી ગયો છે. ગમે ત્યારે ત્યાં મોટી હોનારત થઈ શકે પણ સ્થાનિકોનો દાવો છે કે, આ સાયરન સિસ્ટમ કામ જ કરતી નથી. હિમાયલના પ્રદેશ ગણાતા વિસ્તારમાં ભૂસ્ખલનની ભવિષ્યવાણી પૂર કરતા વધારે મુશ્કેલીભરી અને કપરી છે. પહાડી વિસ્તારમાં ગમે ત્યારે પથ્થર પડી જાય છે. વરસાદમાં પાણીની સાથે પથ્થરો વહી જાય છે. રસ્તાઓ ખરાબ થઈ જાય છે.
નિષ્ણાંતો શું કહે છે આ વિષય પર?
બરફ પીગળી જાય તો ઔર મુશ્કેલી વધી જાય છે.આ તમામ મુદ્દાઓ અંતે તો એક મોટા ભૂસ્ખલનને ટ્રિગર કરી દે છે. સૌથી મોટો પડકાર અને ચિંતાનું કારણ એ છે કે, વરસાદની શૈલી અહીંયા દર વર્ષે બદલે છે. ઓછા સમયમાં પૂર સર્જી દે એટલી માત્રામાં વરસાદ પડે છે. અન્ય એક મીડિયા રિપોર્ટ અનુસાર હાઇડ્રોપાવર સ્ટેશન, રસ્તાઓ અને વસાહતો અસ્થિર ખીણોમાં ધકેલી દેવામાં આવ્યા છે.
અહીં વર્ચ્યુઅલ રીતે કોઈ પ્રારંભિક ચેતવણી કવરેજ નથી. CBRI હાલમાં ઉત્તરાખંડમાં બે પાયલોટ સ્થળોએ પ્રાયોગિક દેખરેખ અને પ્રારંભિક ચેતવણી સિસ્ટમ્સ પર કામ કરી રહ્યું છે. આ સિસ્ટમ્સ હજુ સુધી કાર્યરત જાહેર ચેતવણી સેવાઓમાં પરિવર્તિત થઈ નથી.
આ વિષય પર નિષ્ણાંતો કહે છે કે, સેન્સરવાળી કોઈ સિસ્ટમ ગ્લેશિયરને ધ્યાનમાં રાખીને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં અને નીચે રહેતા કોઈ પણ સિટીના નાગરિકો સુધી પહોંચાડીને, એ સૌને ક્નેક્ટ કરીને લગાવવી જોઈએ.
આ માટે ભારે ખર્ચો થાય છે અને સતત તેના માટે મોનિટરિંગ સ્ટાફ રોકવો પણ પડકારજનક છે. વરસાદની સિસ્ટમને ટ્રેક કરી શકાય છે પણ આવી આફત વખત માત્ર પૂરને ટ્રેક કરી શકાય છે. આ ઘટનામાં પૂર સાથે ભૂસ્ખલન અને ગ્લેશિયર બ્લાસ્ટ બન્ને ભેગા છે.