અમદાવાદઃ ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી સાથે રાજ્યમાં સિઝનનો વરસાદ 65 ટકા થયો છે. આ ઉપરાંત કેટલાક તાલુકામાઓમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, રાજ્યમાં સિઝનનો સરેરાશ 64.76 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં 20.67 ટકા, ઉત્તર ગુજરાતમાં 46.76 ટકા, પૂર્વ મધ્યમાં 62.16 ટકા, સૌરાષ્ટ્રમાં 48.81 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 91.35 ટકા વરસાદ વરસ્યો છે.
આ તાલુકાઓમાં 100 ટકાથી વધુ વરસાદ
પાટણના સાંતલપુરમાં 111.23 ટકા, મહેસાણાના કડીમાં 115.19 ટકા, અમદાવાદના ધંધુકામાં 103.73 ટકા, અમદાવાદના ધોળકામાં 105.67 ટકા, અમદાવાદના માંડલમાં 107.40 ટકા, અમદાવાદના વિરમગામમાં 114.40 ટકા, ખેડામાં 101.28 ટકા, ખેડાના મહેમદાબાદમાં 135.17 ટકા, ખેડાના માતરમાં 109.25, ખેડાના નડિયાદમાં 140.27 ટકા, ખેડાના વસોમાં 120.38 ટકા, જૂનાગઢના માંગરોળમાં 109.74 ટકા, ભરૂચના નેત્રંગમાં 134.07 ટકા, તાપીના વાલોડમાં 110.96 ટકા, તાપીના ડોલવણમાં 122.51 ટકા, સુરતના અંબિકામાં 149.79 ટકા, સુરતના બારડોલીમાં 108.60 ટકા, સુરતના કામરેજમાં 115.29 ટકા, સુરતના ઓલપાડમાં 106.33 ટકા, સુરતના પલસાણામાં 134.46 ટકા, સુરત શહેરમાં 104.99 ટકા, સુરતના ઉમરપાડામાં 104.63 ટકા, નવસારીના ચીખલીમાં 122.11 ટકા, નવસારીના ખેરગામમાં 122.68 ટકા, નવસારીમાં 101.62 ટકા, નવસારીના વાંસદામાં 117.55 ટકા, વલસાડના કપરાડામાં 105.17 ટકા, વલસાડના પારડીમાં 106.75 ટકા, વલસાડના ઉમરગામમાં 128.04 ટકા, વલસાડમાં 109 ટકા વરસાદ પડ્યો છે.
બે જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ
રાજ્યના બે જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. નવસારીમાં 110.49 ટકા અને વલસાડમાં 102.25 ટકા વરસાદ નોંધાયો છે. સુરતમાં 98.28 ટકા વરસાદ પડી ચુક્યો છે.