ગાંધીનગરઃ ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીના આજે પરિણામ જાહેર થયા હતા. 11 વોર્ડની 44 બેઠકમાંથી ભાજપે 38 બેઠક જીતી હતી. જોકે 2021ની સરખામણીએ આ વર્ષે ભાજપની બેઠકમાં ઘટાડો થયો હતો. ભાજપને આ વર્ષે 3 બેઠક ઓછી મળી હતી.
કોને કેટલી બેઠક મળી
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 44 બેઠકમાંથી ભાજપને 38, કૉંગ્રેસને 5 અને અપક્ષને 1 બેઠક મળી હતી. ભાજપે વોર્ડ નંબર 1, 3, 4, 5, 8, 9, 10 અને 11માં તમામ 4-4 બેઠક જીતી હતી. વોર્ડ નંબર 6માં કૉંગ્રેસે આખી પેનલ જીતીને અપસેટ સર્જ્યો હતો. વોર્ડ નંબર 2માં ભાજપને 3 બેઠકો અને 1 બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો. જ્યારે વોર્ડ નંબર 7માં ભાજપને 3 અને કૉંગ્રેસને 1 બેઠક મળી હતી.
News Alert! Gujarat civic polls: BJP retains Gandhinagar Municipal Corporation and two other local bodies, say officials. https://t.co/XFMx7OvsEQ
— Press Trust of India (@PTI_News) October 13, 2026
કૉંગ્રેસના વિજેતા ઉમેદવારોના નામઃ હંસાબેન નીનામા, મેઘનાબેન દેસાઈ, મેહુલ રાઠોડ, કર્મજીત વાઘેલા, નગીન નાડીયા
અપક્ષ વિજેતા ઉમેદવારનું નામઃ દીપિકાબા વાઘેલા (વોર્ડ નંબર 2)
કેટલું મતદાન થયું હતું
ગાંધીનગર મહાનગરપાલિકાનમાં આ વખતની ચૂંટણીમાં સરેરાશ 59.25% મતદાન નોંધાયુ હતું.કુલ 2,59,985 નોંધાયેલા મતદારોમાંથી 1,54,045 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
2021માં શું હતી સ્થિતિ
2021માં ભાજપે 44 બેઠકમાંથી 41 બેઠક પર ભગવો લહેરાવ્યો હતો. કૉંગ્રેસે 2 અને આમ આદમી પાર્ટીએ 1 બેઠક જીતી હતી.