Mon Sep 28 2026

Logo

ગુજરાતના ક્યા 108 તાલુકામાં ઓછા વરસાદના કારણે પાક નિષ્ફળ જવાનો ખતરો ? 25 લાખ ખેડૂત પરિવારોને અસર

2026-09-01 11:06:00
Author: Mumbai Samachar Team
ગુજરાતના ક્યા 108 તાલુકામાં ઓછા વરસાદના કારણે પાક નિષ્ફળ જવાનો ખતરો ? 25 લાખ ખેડૂત પરિવારોને અસર

Ai Image


રાજ્યના 108 તાલુકામાં ઓછો વરસાદ થતાં પાક નિષ્ફળ જવાનું જોખમ ઉભું થયું છે. જ્યાં સિંચાઈનું પાણી નથી ત્યાં પાક સુકાઈ ગયા છે. તેનાથી 56 લાખ ખેડૂતોમાંથી 25 લાખ ખેડૂતો પ્રભાવિત થયા છે. 

મોટા નુકસાનની સંભાવના 

ગુજરાતમાં ચોમાસામાં મુખ્ય પાકોનું આશરે 1.80થી 2 લાખ મેટ્રિક ટન ઉત્પાદન આશરે થાય છે. જેનું ન્યૂનતમ ટેકાના ભાવે બજાર મૂલ્ય આશરે રૂ. 45થી 55 હજાર કરોડ થતું હોવાનું માનવામાં આવે છે. તેમાં દક્ષિણ ગુજરાતને બાદ કરતાં મોટું નુકસાન થવાની સંભાવના ખેડૂતો બતાવી રહ્યાં છે. 

108 તાલુકા પ્રભાવિત થયા

ગુજરાતમાં 34 જિલ્લામાં 265 તાલુકામાંથી 108 તાલુકામાં વરસાદની અછત થતાં તેને અછતગ્રસ્ત જાહેર કરવા પડે એમ છે. 11 જિલ્લા એવા છે કે તેના તમામ તાલુકામાં કૃષિ પાક નિષ્ફળ જવાની તૈયારી છે. 

11 જિલ્લા પ્રભાવિત 

11 જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ 6 ટકાથી 65 ટકા થયો છે જ્યાં પાક નાશ થઈ રહ્યો છે તેવા જિલ્લામાં કચ્છ, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, વાવ-થરાદનો સમાવેશ થાય છે.

સાબરકાંઠા  
ઓછા વરસાદના કારણે બીજા તાલુકામાં પાકના ઉત્પાદન ઘટવાની શક્યતા છે. આમ એવું કહી શકાય કે અડધા ગુજરાતના એટલે કે 132 તાલુકામાં ખેડૂતો અને પશુઓ પર આફત આવી ચૂકી છે.

કચ્છ

કચ્છના તમામ 10 તાલુકાની વાત કરીએ તો અબડાસામાં 10.28 ટકા, અંજારમાં 17.29 ટકા, ભચાઉમાં 38.38 ટકા, ભુજમાં 32.70 ટકા, ગાંધીધામમાં 33.69 ટકા, લખપતમાં 20 ટકા, માંડવીમાં 16.58 ટકા, મુંદ્રામાં 25.65 ટકા, નખત્રાણામાં 27.87 ટકા, રાપરમાં 67.28 ટકા વરસાદ વરસ્યો છે. આમ જિલ્લાની કુલ સરેરાશ 29.29 ટકા છે.  

ઉત્તર ગુજરાત 

ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના 9 તાલુકામાંથી 7 તાલુકામાં અછતની સ્થિતિ છે. ચાણસ્મા તાલુકામાં 54.26 ટકા, હારીજમાં 50.43 ટકા, પાટણમાં 65.27 ટકા, સમીમાં 50.58 ટકા, સરસ્વતી તાલુકામાં 60.49 ટકા, શંખેશ્વર તાલુકામાં 58.15 ટકા, સિદ્ધપુર તાલુકામાં 45.54 ટકા, રાધનપુરમાં 103.05 ટકા, સાંતલપુરમાં 117.37 ટકા વરસાદ વરસ્યો છે. જિલ્લાની કુલ સરેરાશ 66.46 ટકા છે. 
 
બનાસકાંઠા જિલ્લાના વાત કરીએ જિલ્લાના 10 તાલુકામાંથી 9 તાલુકા અછતગ્રસ્ત છે. અમીરગઢ તાલુકામાં 39.26 ટકા, દાંતા તાલુકામાં 46.69 ટકા, દાંતીવાડામાં 62.65 ટકા, ડીસામાં 59.08 ટકા, ધાનેરામાં 47.56 ટકા, હડાદમાં 46.03 ટકા, કાંકરેજ તાલુકામાં 51.70 ટકા, પાલનપુરમાં 49.31 ટકા, વડગામ તાલુકામાં 47.75 ટકા, ઓગડમાં 74.65 ટકા વરસાદ વરસ્યો છે. જો જિલ્લાની સરેરાશની વાત કરીએ તો જિલ્લામાં 51.25 ટકા વરસાદ વરસ્યો છે.  

વાવ થરાદ

વાવ-થરાદના 8 તાલુકામાંથી 6 તાલુકા અછતગ્રસ્ત છે. ધરણીધરમાં 56.70 ટકા, લાખણીમાં 51.17 ટકા, રાહમાં 62.99 ટકા, સુઇગામમાં 61.61 ટકા, થરાદમાં 62.34 ટકા, વાવમાં 34.95 ટકા, ભાભરમાં 104.31 ટકા, દિયોદર તાલુકામાં 113.38 ટકા વરસાદ વરસ્યો છે. જિલ્લાની કુલ સરેરાશ 69.22 ટકા છે.  

મહેસાણા જિલ્લાના 10માંથી 8 તાલુકા અછતગ્રસ્ત

મહેસાણાના જોટાણા તાલુકામાં 62.42 ટકા, ખેરાલુમાં 63.43 ટકા, મહેસાણામાં 51.66 ટકા, સતલાસણામાં 53.28 ટકા, ઊંઝામાં 34.94 ટકા, વડનગરમાં 44.96 ટકા, વિજાપુરમાં 59.57 ટકા, વિસનગર તાલુકામાં 50.89 ટકા, બેચરાજીમાં 72.92 ટકા, કડીમાં 118.37 ટકા વરસાદ વરસ્યો છે. જિલ્લાની કુલ સરેરાશ 62.34 ટકા છે.  

સાબરકાંઠા જિલ્લો

સાબરકાંઠાના 8 તાલુકામાંથી 7 તાલુકા અછતગ્રસ્ત છે. હિંમતનગરમાં 53.14 ટકા, ઇડરમાં 38.22 ટકા, ખેડબ્રહ્મામાં 35.69 ટકા, પોશિનામાં 36.45 ટકા, પ્રાંતિજમાં 57.93 ટકા, વડાલીમાં 37.66 ટકા,  વિજયનગરમાં 43.95 ટકા, તલોદમાં 71.46 ટકા વરસાદ વરસ્યો છે. જિલ્લાની સરેરાશ 46.61 ટકા છે.  

અરવલ્લી જિલ્લો 

અરવલ્લી જિલ્લાના 8 તાલુકામાંથી 8 અછતગ્રસ્ત છે. બાયડમાં 50.11 ટકા, ભિલોડામાં 44.83 ટકા, ધનસુરામાં 55.38 ટકા, માલપુરમાં 37.21 ટકા, મેઘરજમાં 45.31 ટકા, મોડાસામાં 47.71 ટકા, સાઠંબામાં 56.56 ટકા, શામળાજીમા 31.66 ટકા વરસાદ વરસ્યો છે. જિલ્લાની સરેરાશ 46.22 ટકા છે.  

ગાંધીનગર જિલ્લો

ગાંધીનગરના 4 તાલુકામાંથી 4 તાલુકામાં અછતગ્રસ્ત છે. ગાંધીનગરના દહેગામમાં 62.86 ટકા, ગાંધીનગરમાં 59.86 ટકા, કલોલમાં 63.08 ટકા, માણસામાં  62.73 ટકા વરસાદ વરસ્યો છે. જિલ્લાની કુલ સરેરાશ 62.20 ટકા છે.  ઉત્તર ગુજરાત રીજીયનની સરેરાશ 56.23 ટકા છે.  

સૌરાષ્ટ્રમાં વરસાદની સ્થિતિ 

સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ચુડામાં 84.31 ટકા, દસાડામાં 91.03 ટકા, ધ્રાંગધ્રામાં 82.79 ટકા, લખતરમાં 99.03 ટકા, લીંબડીમા 71.38 ટકા, મૂળીમાં 78.82 ટકા, સાયલામાં 91.61 ટકા, થાનગઢમાં 81.09 ટકા, વઢવાણમાં 82.94 ટકા, ચોટીલામાં 68.19 ટકા, વરસાદ વરસ્યો છે. જિલ્લાની સરેરાશ 82.83 ટકા છે.  

રાજકોટ જિલ્લો

રાજકોટના 11 તાલુકામાંથી 11 તાલુકા અછતગ્રસ્ત
રાજકોટના ધોરાજીમાં 49.46 ટકા, ગોંડલમાં 58.71 ટકા, જામકંડોરણામાં 58.48 ટકા, જસદણમાં 42.56 ટકા, જેતપુરમાં 55.74 ટકા, કોટડા સાંગામીમાં 46.08 ટકા, લોધિકામાં 48.87 ટકા,  પડધરીમાં 47.58 ટકા, રાજકોટમાં 48.33 ટકા, ઉપલેટામાં 27.06 ટકા, વિંછીયામાં 30.57 ટકા વરસાદ વરસ્યો છે. જિલ્લાની સરેરાશ 47.09 ટકા છે.  

મોરબી જિલ્લો  

મોરબી જિલ્લાના 5 તાલુકામાંથી 1 તાલુકામાં અછતની સ્થિતિ
મોરબીના ટંકારામાં 58.05 ટકા, હળવદમાં 91.47 ટકા, માળિયામાં 85.58 ટકા, મોરબીમાં 87.57 ટકા, વાંકાનેરમાં 83.72 ટકા વરસાદ વરસ્યો છે. જિલ્લાની સરેરાશ 80.35 ટકા છે.  

જામનગર જિલ્લો

જામનગરના 6 તાલુકામાંથી 6 તાલુકા અછતગ્રસ્ત છે.  

જામનગરના ધ્રોલમાં 33.18 ટકા વરસાદ વરસ્યો છે. જામજોધપુરમા 37.74  ટકા, જામનગરમાં 20.41 ટકા, જોડિયામાં 32.10 ટકા, કાલાવડમાં 33.38 ટકા, લાલપુરમા 18.50 ટકા વરસાદ વરસ્યો છે. જિલ્લાની કુલ સરેરાશ 28.88 ટકા છે.  

દેવભૂમિ દ્વારકા જિલ્લો

દેવભૂમિ દ્વારકાના 4 તાલુકામાંથી 4 તાલુકામાં અછતની સ્થિતિ છે. ભાણવડમાં 9.75 ટકા, દ્વારકામાં 2.28 ટકા, કલ્યાણપુરમાં 3.41 ટકા, ખંભાળિયામાં 9.54 ટકા વરસાદ વરસ્યો છે. જિલ્લાની સરેરાશ 6.41 ટકા છે.

પોરબંદર જિલ્લો

પોરબંદર જિલ્લાના 3 તાલુકામાંથી 3 તાલુકા અછતગ્રસ્ત છે.  કુતિયાણામાં 31.16 ટકા, પોરબંદરમાં 9.34 ટકા, રાણાવાવમાં 13.46 ટકા વરસાદ વરસ્યો છે. જિલ્લાની સરેરાશ 18.12  ટકા છે.

જૂનાગઢ જિલ્લો  

જૂનાગઢ જિલ્લાના 10 તાલુકામાંથી 7 તાલુકા અછતગ્રસ્ત છે.  ભેસાણમાં 51.00 ટકા, જૂનાગઢમાં 33.12 ટકા, જૂનાગઢ સિટીમાં 33.12  ટકા, માણાવદરમાં 45.95 ટકા, મેંદરડામાં 59.77 ટકા, વંથલીમાં 31.92 ટકા, વિસાવદરમાં 34.20 ટકા, માળિયા હાટીનામાં 78.33  ટકા, કેશોદમાં 87.27  ટકા, માંગરોળમાં 110.05 ટકા વરસાદ વરસ્યો છે. જિલ્લાની સરેરાશ 55.65 ટકા છે.  

ગીર સોમનાથ જિલ્લો

 ગીર સોમનાથના 6 તાલુકામાંથી 6 તાલુકામાં અછત છે.  
ગીર ગઢડામાં 31.03 ટકા, કોડિનારમાં 39.74 ટકા, સુત્રાપાડા 64.10 ટકા, તાલાલામાં 31.78 ટકા, ઉનામાં 54.25 ટકા, પાટણ-વેરાવળમાં 60.31 ટકા વરસાદ વરસ્યો છે. જિલ્લાની સરેરાશ 46.62 ટકા છે.

અમરેલી જિલ્લો

અમરેલીના 11 તાલુકામાંથી 5 તાલુકા અછતગ્રસ્ત છે.અમરેલી જિલ્લાના તાલુકાઓમાંથી બાબરામાં 58.61 ટકા, ધારીમાં 63.23 ટકા, જાફરાબાદમાં 55.43 ટકા, ખાંભામાં 76.95 ટકા, લાઠીમાં 68.26 ટકા, બગસરામાં 72.34 ટકા, કુંકાવાવ વડિયામાં 76.03 ટકા, અમરેલીમાં 78.24 , લીલીયામા 82.80 ટકા, રાજુલામાં 96.26 ટકા, સાવરકુંડલામાં 81.83 ટકા વરસાદ વરસ્યો છે. જિલ્લાની સરેરાશ  73.89  ટકા છે.

ભાવનગર જિલ્લો 

ભાવનગર જિલ્લાના 10 તાલુકામાંથી 4 તાલુકા અછતગ્રસ્ત છે. ભાવનગર જિલ્લાના તાલુકાઓમાં તળાજામાં 55.54 ટકા,પાલીતાણામાં 67.99 ટકા, ભાવનગરમાં 65.59 ટકા, જેસરમાં 57.79 ટકા, ઘોઘામાં 72.68 ટકા, મહુવા 88.99 ટકા, સિહોરમાં 83.51 ટકા, ઉમરાળામાં 72.26  ટકા, વલ્લભીપુરમાં 68.79 ટકા વરસાદ વરસ્યો છે. જિલ્લાની સરેરાશ 72.57 ટકા છે.  

બોટાદ જિલ્લો

બોટાદ જિલ્લાના 4 તાલુકામાંથી 2 તાલુકા અછતગ્રસ્ત છે. બોટાદ જિલ્લાના તાલુકાઓમાં ગઢડામાં 61.04 ટકા, રાણપુરમાં 58.37 ટકા, બોટાદમાં 80.16 ટકા, બરવાળામાં 85.29 ટકા વરસાદ વરસ્યો છે. જિલ્લાની સરેરાશ 71.58  ટકા છે. સૌરાષ્ટ્ર રીજીયનની સરેરાશ 56.01 ટકા છે.