Sat May 16 2026

Logo

દેશમાં ફ્યૂલના વધેલા ભાવથી 1.2 કરોડ રાઈડર્સને માઠી અસર, સરકાર-કંપનીઓ પાસે કરી રાહતની માગ

2026-05-16 18:35:49
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ ગિગ અને પ્લેટફોર્મ સર્વિસ વર્કર્સ યુનિયને શનિવારે દેશભરમાં એપ્લિકેશન આધારિત સેવાઓ બપોરે 12થી 5 વાગ્યા સુધી બંધ રાખવાનું એલાન કર્યું હતું. યુનિયને તાજેતરમાં વધેલા પેટ્રોલ ડીઝલના ભાવ બાદ ડિલિવરી તથા ટ્રાંસપોર્ટ વર્કર્સ માટે ઓછામાં ઓછા 20 રૂપિયા ચાર્જ ચૂકવવાની માગ કરી છે. યુનિયનનું એવું કહેવું છે કે, વધેલી કિંમતમાં ફૂડ ડિલેવરી, રાઈડ હેલિંગ, લોજીસ્ટિક અને અન્ય એપ્લિકેશન આધારિત સર્વિસમાં કામ કરનારા લાખો રાઈડર્સ પર વધારાનો આર્થિક બોજ વધી ગયો છે. 

રાઈડર્સને થઈ છે સીધી અસર

યુનિયને એવી પણ ચોખવટ કરી કે, આશરે 1.2 કરોડ રાઈડર્સ અને પ્લેટફોર્મ સર્વિસ આધારિત વર્કર્સ વધેલા ભાવથી ડાયરેક્ટ પ્રભાવિત થયા છે. તાજેતરમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો કર્યો છે. છેલ્લા ચાર વર્ષ બાદ પહેલીવાર આ વધારો કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે. આ ભાવ વધારાનું પરિણામ યુનિયને એ દર્શાવ્યું કે, ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે અને વૈશ્વિક ઊર્જા માર્કેટમાં અસ્થિરતાને કારણે આ ફ્યૂલ પ્રાઈસ વધી ગઈ છે. યુનિયન અધ્યક્ષ સીમા સિહે કહ્યું કે, ફ્યૂલની સાથે સાથે LPG સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો છે. આનાથી પહેલાથી મોંઘવારી સામે ઝઝૂમી રહેલા શ્રમિકો પર એકાએક આર્થિક બોજ વધી ગયો. 

વર્કર્સ આ ક્ષેત્ર છોડી દેશે

અધ્યક્ષે એવી ચેતવણી પણ આપી છે કે, જો કિંમતમાં સુધારો કરવામાં નહીં આવે તો અનેક એવા ગિગ વર્કર્સ આ ક્ષેત્ર છોડવા માટે મજબૂર થઈ જશે, જેની સીધી અસર એપ્લિકેશન સર્વિસ કંપનીઓને થશે. યુનિયને સરકાર તથા પ્લેટફોર્મ કંપનીઓને અપીલ કરી કે, ડિલિવરી તેમજ ટ્રાંસપોર્ટ વર્કર્સ માટે રૂ.20 પ્રતિ કિમી.નો ઓછામાં ઓછો દર નક્કી કરવામાં આવે. પેટ્રોલ-ડીઝલની કિંમત વધતા ઝોમેટો, સ્વિગી તથા બ્લિંકિંટ પર કામ કરતા વર્કર્સ સૌથી વધારે પરેશાન થયા છે. આ પાછળનું કારણ એ છે કે, આ લોકો લાંબા સમય સુધી ટુવ્હિલર્સ પર કામ કરે છે. આ પહેલા ડીસેમ્બર 2025માં ગિગ વર્કર્સ અને પ્લેટફોર્મ સર્વિસ આધારિત કામ કરનારા શ્રમિકોએ દેશવ્યાપી હડતાલ કરી હતી, જોકે આ મામલે હજુ સુધી કંપની કે સરકાર તરફથી કોઈ પ્રકારનું નિવેદન સામે આવ્યું નથી.