અંબાજીઃ ઉત્તર ગુજરાતમાં આવેલા અંબાજીમાં ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે. જેથી રાજ્ય સરકાર દ્વારા રોડ-રસ્તાના વિકાસ માટે કાર્ય કરી રહી છે. ઉત્તર ગુજરાત સહિત ગુજરાત અને રાજસ્થાનના લોકોને સરળ અને ઝડપી રેલ કનેક્ટિવિટી તે માટે અંબાજી નજીક ચીખલા ખાતે તારંગા-અંબાજી-આબુ રોડ રેલવે પ્રોજેક્ટનું કામ ચારી રહ્યું છે. આ પ્રોજેક્ટ ગુજરાતની સૌથી લાંબી 2.27 કિલોમીટરની રેલવે ટનલનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે.
2028 સુધીમાં આ ટનલમાંથી પ્રથમ ટ્રેન દોડાવવામાં આવશે
આ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા 2,798.16 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યાં છે. આ પ્રોજેક્ટનું અત્યાર સુધીમાં 40 ટકા કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, આગામી 2028 સુધીમાં આ ટનલમાંથી પ્રથમ ટ્રેન દોડાવવામાં આવશે તેવું રેલવે વિભાગના સૂત્રોએ જણાવ્યું છે. આ ટનલના 683 મીટરનું કામ માત્ર 11.5 મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. 2028માં આ ટનલને ચાલુ કરી દેવાની હોવાથી 24 કલાક યુદ્ધના ધોરણે આધુનિક મશીનરીની મદદથી કામ ચાલી રહ્યું છે.
આગામી 1 જ વર્ષમાં 60 ટકા કામ પૂર્ણ કરી દેવાશે
બાકીના કામની વાત કરવામાં આવે તો, આગામી 1 જ વર્ષમાં 60 ટકા કામ પૂર્ણ કરી દેવામાં આવશે તેવું રેલવે વિભાગના સૂત્રોનું કહેવું છે. ટેમરોક નામના ખાસ મશીનની આ ટનલનું કામ કરવા માટે મોટી ભૂમિકા હોવાનું પણ જાણાવ્યું છે. ટલનનું કામ હોવાથી અંદર ગરમી અને ઓક્સિજનની અછત સર્જાતી હોય છે, જેથી કામ કરતા લોકોને કોઈ તકલીફ ના પડે તે માટે 24 કલાક વેન્ટિલેશન મશીન ચાલું રાખવામાં આવ્યાં છે.
ધ્રોવફળો પાસે બીજી સૌથી લાંબી ટલનનું કામ યથાવત
અંબાજી નજીકની આ ટનલ ઉપરાંત પોશી તાલુકાના ધ્રોવફળો પાસે ગુજરાતની બીજી સૌથી લાંબી 1,830 મીટરની રેલવે ટનલનું કામ પણ ચાલી રહ્યું છે. આ ટનલના કારણે અંબાજી આવતા શ્રદ્ધાળુઓ માટે અને આસપાસના પયર્ટન સ્થળો સાથે સાથે આર્થિક વિકાસને પણ નવો વેગ મળવાનો છે. ગુજરાતમાં રાજ્ય સરકાર સાથે રેલવે વિભાગ દ્વારા પણ ઝડપી કામ કરવામાં આવી રહ્યું છે.