મુંબઈઃ શ્રદ્ધા કપૂરની નવી ફિલ્મ જેના ટીઝરની રાહ જોવાઈ રહી હતી એ ફિલ્મનું ટિઝર આવી ચૂક્યું છે. આ ટીઝરમાં શ્રદ્ધાનો એક અલગ અવતાર જોવા મળી રહ્યો છે. એ પહેલા ફિલ્મનો ફર્સ્ટલૂક સામે આવ્યો એ સમયે ચર્ચા હતી કે, ક્યારે ટીઝર આવશે. આ પછી હવે જ્યારે ટીઝર સામે આવ્યું એમાં શ્રદ્ધાનો એક અલગ અંદાજ જોવા મળ્યો છે. ફિલ્મનો સમગ્ર ટોન મરાઠી છે અને મરાઠી કલ્ચર પર કેન્દ્રીત છે. આઈકોનિક વિઠાબાઈ નારાયણગાંવકર પર ફિલ્મ આધારિત છે, જેને એક સમયે તમાશા ક્વિન તરીકે લોકો ઓળખતા હતા.આ ફિલ્મ માટે શ્રદ્ધાએ જે મહેનત કરી છે દેખાઈ રહી છે. મરાઠી અને મહારાષ્ટ્રના ઈતિહાસ પર બનેલી ઘણી ફિલ્મોમાં આર્ટ અને કલ્ચર પર તૈયાર થનારી ભવ્ય ફિલ્મ છે.
દમદાર છે મ્યુઝિક
છાવા જેવી સુપરહિટ ફિલ્મ બનાવી ચૂકેલા અનુભવી ડાયરેક્ટર લક્ષ્મણ ઉત્તેકર આ ફિલ્મને લઈને આવી રહ્યા છે. આ ફિલ્મમાં અજય-અતુલની જોડીએ મ્યુઝિક આપ્યું છે. ટીઝર પરથી જ મ્યુઝિકની ફીલ માણી શકાય છે. આ ફિલ્મમાં શ્રદ્ધા સાથે રણદીપ હુડ્ડા પણ લીડ રોલમાં છે. 28 ઓગસ્ટના રોજ આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે.આ ફિલ્મ 'ઈથા'ની ટક્કર હવે 'ટોક્સિક' સાથે થવાની છે. આ ફિલ્મમાં તે 9 મહિનાની ગર્ભવતી છે.સ્ટેજ પર ચાલું પર્ફોમન્સ દરમિયાન તેને પ્રસૂતિની પીડા ઉપડે છે. પથ્થરથી ગર્ભનાળ કાપીને તે પોતાનું પર્ફોમન્સ પૂરૂ કરવા માટે જાય છે. જ્યારે દર્શકોએ એના બેબી બંપની નોંધ લીધી અને પર્ફોમન્સ જોયું એ પછી શ્રદ્ધાની હિંમતના લોકો વખાણ કરવા લાગ્યા હતા.
રાષ્ટ્રપતિ મેડલથી સમ્માનિત
તમાશાની કલામાં યોગદાન માટે વિઠાબાઈને વર્ષ 1957માં અને 1990માં રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મરાઠી લોકકલામાં તમાશા અને લાવણી પર્ફોમન્સને એક અલગ ઊંચાઈ આપવામાં વિઠાબાઈનું યોગદાન અમૂલ્ય છે. ફિલ્મના ડાયલોગ પણ દમદાર છે. એમના જીવનની કેટલીક મહત્ત્વપૂર્ણ ઘટનાઓ આ ફિલ્મમાં આવી લેવામાં આવી છે. ટીઝરમાં જ શ્રદ્ધા પોતાના અવાજમાં ડાયલોગ બોલી રહી છે. મરાઠી સાડી અને ઓર્નામેન્ટમાં શ્રદ્ધાનો એક અલગ લૂક દેખાઈ રહ્યો છે. ફિલ્મનું ટિઝર જોઈને દર્શકોના રૂંવાડા ઊભા થઈ જશે. આ ફિલ્મ શ્રદ્ધાના કેરિયરમાં એક માઈલસ્ટોન સાબિત થઈ શકે છે. અત્યાર સુધીની ફિલ્મ કરતા આ ફિલ્મ બિલકુલ અલગ છે એવું શ્રદ્ધા પોતે પણ ફીલ કરી ચૂકી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ફિલ્મને લઈને તૈયારીઓ થઈ રહી હતી. આખરે આ ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી ચૂકી છે. ફિલ્મમાં વિષય શું છે એ ઝડપથી ખ્યાલ આવતો નથી.
સ્ટેજ પર આગ લગાવી દે છે
ફિલ્મનું ટીઝર દમદાર છે અને માત્ર એક કે બે જ સિનમાં આખુ ટિઝર પૂર્ણ થઈ જાય છે. પણ વાત શ્રદ્ધાની કરવામાં આવે તો એનું પર્ફોમન્સ દમદાર છે. લૂકથી લઈને ડાન્સ પર્ફોમન્સ સુધી એકથી એક ફ્રેમમાં શ્રદ્ધા ખૂબ જ મસ્ત લાગી રહી છે. ડાન્સ મુવની વાત કરવામાં આવે તો ઘુંઘરૂની જોડી પહેરીને જ્યારે તે સ્ટેજ પર આવે છે ત્યારે ખરેખર આગ લગાવી દે છે. સ્ટેપ અને પર્ફોમન્સને લઈને તેના કમિટમેન્ટની આજે પણ ચર્ચા થાય છે. ફિલ્મ મરાઠી સંસ્કૃતિમાં યોગદાન આપનારા વિઠાબાઈની વાર્તા છે. જેણે મરાઠી ફોક નૃત્યને અલગ અંદાજ આપવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. મરાઠી આર્ટ-કલ્ચરમાં એમનું યોગદાન ક્યારેય ભૂલાશે નહીં.