હિન્દી અને મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દમદાર અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ચાહકોમાં ઊંડો શોક વ્યાપી ગયો છે. નાના પાટેકર માત્ર પોતાની દમદાર અદાકારી માટે જ નહીં, પરંતુ પોતાની બેબાક વાણી અને સ્પષ્ટ વક્તવ્ય માટે પણ હંમેશાં જાણીતા રહ્યા છે.
નાના પાટેકરના નિધન બાદ સોશિયલ મીડિયા પર તેમના જૂના ઈન્ટરવ્યુ અને નિવેદનોની ક્લિપ્સ જોરદાર વાઈરલ થઈ રહી છે. આવી જ એક વાઈરલ ક્લિપમાં નાના પાટેકરે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથેના પોતાના સંબંધો પર ચોંકાવનારો ખુલાસો કરતાં પોતાની સરખામણી એક 'પ્રોફેશનલ કિલર' (Professional Killer) સાથે કરી હતી, જે હવે ફરી ભારે ચર્ચામાં આવી છે.
"હું આ ઇન્ડસ્ટ્રીનો માણસ નથી": ગ્લેમરથી સદાય અંતર રાખ્યું
ફિલ્મી દુનિયાના ઝાકઝમાળ અને પાર્ટી કલ્ચરથી નાના પાટેકર હંમેશાં અંતર જાળવી રાખતા હતા. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં નાના પાટેકરે જણાવ્યું હતું કે, "હું આ ઇન્ડસ્ટ્રીનો માણસ નથી. હું આવું છું, કામ કરું છું અને સીધો નીકળી જાઉં છું." કરોડો રૂપિયા અને સુપરસ્ટારડમ મેળવ્યા છતાં તેઓ સામાન્ય માણસ જેવી સાદગીપૂર્ણ જિંદગી જીવવામાં માનતા હતા.
પ્રોફેશનલ કિલર સાથે કેમ કરી પોતાની સરખામણી?
પોતાની કામ કરવાની શૈલી સમજાવતાં નાના પાટેકરે જણાવ્યું હતું કે, મારું વલણ એક પ્રોફેશનલ કિલર જેવું છે. પેલા પ્રોફેશનલ કિલર કેવા હોય છે? સુપારી કે કોન્ટ્રાક્ટ લે, કામ પતાવે, પૈસા લે અને ચૂપચાપ પોતાની જગ્યાએ પાછા જતા રહે. મારું પણ બિલકુલ આવું જ છે.
આગળણ તેમણે એવું પણ જણાવ્યું હતું કે હું સેટ પર આવું છું, ફિલ્મનું શૂટિંગ કરું છું, મારી ફી લઉં છું અને સીધો મારા ઘરે પાછો આવી જાઉં છું. આ નિવેદન દર્શાવે છે કે નાના પાટેકર એક્ટિંગને માત્ર પોતાનું કામ માનતા હતા અને બોલિવૂડની ચમકદમક કે મોહમાયાને ક્યારેય પોતાના મગજ પર હાવી થવા દીધી નહોતી.
વાત કરીએ છેલ્લે કયા પ્રોજેક્ટ્સમાં જોવા મળ્યા હતા નાના એની તો નાના પાટેકર પોતાના અંતિમ સમય સુધી અભિનયમાં સક્રિય રહ્યા હતા. તેઓ છેલ્લે ફિલ્મ 'વનવાસ' (Vanvaas), કોમેડી ફિલ્મ 'વેલકમ 5' (Welcome 5) અને ઓટીટી વેબ સિરીઝ 'સંકલ્પ' (Sankalp)માં મહત્વના પાત્રોમાં જોવા મળ્યા હતા, જેમાં તેમના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી.