Mon Oct 05 2026

Logo

રશ્મિકા મંદાનાએ રેડ કાર્પેટ પર આપ્યા શાનદાર પોઝ, ચાહકોએ લખ્યું ગ્લોબલ આઈકન

2026-09-23 22:16:25
Author: Vimal Prajapati
રશ્મિકા મંદાનાએ રેડ કાર્પેટ પર આપ્યા શાનદાર પોઝ, ચાહકોએ લખ્યું ગ્લોબલ આઈકન

Rashmika Mandanna


મુંબઈઃ મિલાન ફેશન વીકના રેડ કાર્પેટ પર રશ્મિકા મંદાનાએ શાનદાર એન્ટ્રી પોઝ આપ્યો હતો. બોલિવુડ અને સાઉથ સિનેમાની સુપરસ્ટાર રશ્મિકા મંદાનાએ ઈટાલીના મિલાનમાં યોજાયેલા ફેશન ઈવેન્ટના રેડ કાર્પેટ પર પોતાના ગ્લેમરસ લુકથી તમામનું ધ્યાન ખેંચ્યું છે. જેની તસવીરો અત્યારે વાયરલ થઈ રહી છે. 

રશ્મિકા પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં રહેતી હોય છે. નેશનલ ક્રશ રશ્મિકાએ મિલાન રેડ કાર્પેટ માટે ઓલ-બ્લેક ડ્રેસ પસંદ કર્યો હતો. તેનો આ એજી (Edgy) અને વિશિષ્ટ બોલ્ડ લુક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. રશ્મિકાની આ તસવીરો પર ખૂબ જ લાઈક્સ અને કોમેન્ટ આવી રહી છે. 

આ ફેશન શો દરમિયાન રશ્મિકા ગ્લોબલ સેલિબ્રિટીઝ સાથે ફ્રન્ટ રોમાં બેઠેલી જોવા મળી હતી, જ્યાં તેણે ભારતીય સિનેમાનું ગૌરવપૂર્વક પ્રતિનિધિત્વ કર્યું હતું. રશ્મિકાએ વિદેશી લોકોમાં પણ પોતાની આગવી છાપ છોડી છે એટલે ભારત સિવાય અન્ય દેશોમાં પણ તેના ચાહકો ખૂબ જ છે.

રશ્મિકાના ક્લોઝ-અપ ફેસ શોટની વાત કરવામાં આવે તો, તેના લુકને કમ્પ્લીટ કરવા માટે સ્મોકી આઇ મેકઅપ, ન્યૂડ લિપસ્ટિક અને ટ્રેન્ડી લો-બન હેરસ્ટાઇલ કેરી કરી હતી, જે તેના ગ્લેમરમાં ઉમેરો કરી રહી હતી.

રશ્મિકાના હસતા અને કિલર કેન્ડિડ પોઝને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર ફેન્સ રશ્મિકાની આ તસવીરો પર લાઈક્સ અને કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. ફેન્સ તેને સાચા અર્થમાં 'ગ્લોબલ આઇકોન' ગણાવી રહ્યા છે.

જાણીતી જાપાનીઝ ફેશન બ્રાન્ડ 'ઓનિહ્સુકા ટાઇગર' (Onitsuka Tiger) ની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રશ્મિકાએ ઈન્ટરનેશનલ ફેશન સ્ટેજ પર પોતાની આગવી છાપ છોડી છે. બ્રાન્ડ બેકડ્રોપ સામે રશ્મિકાનો સોફ્ટ પોઝ જોઈ ચાહકો મોહિત થઈ ગયાં છે. 

રેડ કાર્પેટ પર એન્ટ્રી કરતી વખતે રશ્મિકાનો ગ્રેસ અને તેનો આત્મવિશ્વાસપૂર્ણ અંદાજ ત્યાં હાજર તમામ આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફર્સના કેમેરા પોતાની તરફ ખેંચવામાં સફળ રહ્યો હતો. રશ્મિકાના આ પોઝને સોશિયલ મીડિયામાં ફેન્સ પણ ખૂબ જ પસંદ કરી રહ્યાં છે.