કુવૈત સિટી/વોશિંગ્ટન: પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માંથી સોમવારે સવારે એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઈરાને સોમવારે વહેલી સવારે કુવૈત પર મિસાઈલ અને આત્મઘાતી ડ્રોનનો મોટો હુમલો કર્યો છે. આ હુમલા બાદ સમગ્ર કુવૈતમાં ઈમરજન્સી સાયરન વાગી રહ્યા છે અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. કુવૈતની સેનાએ તાત્કાલિક પોતાના એર ડિફેન્સ સિસ્ટમને એક્ટિવ કરી દીધી છે, જે દુશ્મન તરફથી આવી રહેલી મિસાઈલો અને ડ્રોનને હવામાં જ તોડી પાડી રહી છે.
અમેરિકાની ઈરાન પર મોટી જવાબી કાર્યવાહી
આ હુમલાની વચ્ચે અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે પણ ઈરાન પર સૈન્ય હુમલાની પુષ્ટિ કરી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમેરિકાએ ઈરાની આક્રમકતાના જવાબમાં શનિવાર અને રવિવારે મોડી રાત્રે 'સેલ્ફ-ડિફેન્સ' એર સ્ટ્રાઈક કરી છે. વાસ્તવમાં, ઈરાને આંતરરાષ્ટ્રીય જળસીમામાં ઉડી રહેલા અમેરિકાના અત્યાધુનિક MQ-1 ડ્રોનને તોડી પાડ્યું હતું, જેના જવાબમાં અમેરિકાએ આ આકરી કાર્યવાહી કરી છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ વાર્તા નિષ્ફળ
અમેરિકી ફાઈટર એરક્રાફ્ટે ઈરાનના દક્ષિણ ભાગમાં આવેલા ગોરુક વિસ્તાર અને કેશ્મ દ્વીપ પર આવેલા રડાર તેમજ ડ્રોન કમાન્ડ એન્ડ કંટ્રોલ સાઇટ્સને નિશાન બનાવીને તબાહ કરી દીધા છે. અમેરિકાએ આ હુમલાને ‘માપેલા અને મર્યાદિત’ એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ વાર્તા નિષ્ફળ થતી દેખાઈ રહી છે, ત્યારે બીજી તરફ આ તકનો લાભ લઈને ઈઝરાયેલે લેબનાનમાં સક્રિય આતંકી સંગઠન હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલા તીવ્ર કરી દીધા છે. ઈઝરાયેલે રવિવારે લેબનાનના વિસ્તારોમાં જોરદાર બોમ્બમારો કર્યો હતો, જેમાં અનેક ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ હોવાના અહેવાલ છે.
હાલમાં કુવૈત સરકારે દેશના નાગરિકોને બારીઓ અને ખુલ્લા વિસ્તારોથી દૂર રહેવા અને સુરક્ષિત સ્થળોએ આશરો લેવા માટે મોબાઈલ એલર્ટ જાહેર કર્યા છે. આ વૈશ્વિક તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજાર અને ક્રૂડ ઓઈલની કિંમતો પર પણ મોટી અસર પડવાની આશંકા સેવાઈ રહી છે.