ટોક્યોઃ જાપાનમાં અન્ડર-18 મેન્સ એશિયા કપ હૉકી (Hockey)ની શુક્રવારે સેમિ ફાઇનલ રમાઈ હતી જેમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને 5-3થી પરાજિત કરીને ફાઇનલમાં શાનથી પ્રવેશ મેળવ્યો હતો જેમાં શનિવારે ભારતનો મુકાબલો યજમાન જાપાન સામે થશે. ભારતના પાંચમાંથી ચાર ગોલ આશિષ તાની પુરતીએ કર્યા હતા.
15 મિનિટવાળા છેલ્લા સમયગાળા સુધી ભારતની ટીમ 2-3થી પાછળ હતી, પરંતુ આ ક્વૉર્ટરમાં ભારતીય ખેલાડીઓએ અસાધારણ પર્ફોર્મ કર્યું હતું. તેઓ પાકિસ્તાનની ટીમ પર તૂટી પડ્યા હતા અને એક પછી એક ત્રણ ગોલ કરીને જબરદસ્ત સરસાઈ મેળવી હતી.
#Hockey
— Vinayakk (@vinayakkm) June 5, 2026
Turned out to be an eventful India-Pakistan contest. Ashish Tani Purti scores four goals as India come from behind (2-3 down) in the final quarter to beat Pakistan 5-3 in the U18 Asia Cup final. Three PC goals for Ashish in the final quarter.
Asian hockey fed pic.twitter.com/IosbXmwChz
પાંચમાંથી ચાર ગોલ આશિષ પુરતીના
મૅચની શરૂઆત તંગ વાતાવરણમાં ભારે રસાકસી સાથે થઈ હતી. બન્ને ટીમે ખાસ કરીને મિડફીલ્ડમાં એકમેકના કબજામાંથી બૉલ આંચકી લેવા કોઈ કસર બાકી નહોતી રાખી. જોકે 12મી મિનિટમાં ભારતીય ટીમનો હાથ ઉપર હતો. પાકિસ્તાની ટીમના ડિફેન્સની એક ભૂલને લીધે ભારતને પેનલ્ટી સ્ટ્રૉક મળ્યો હતો અને આશિષ પુરતી (Ashish Purti)એ એને ગોલમાં પરિવર્તિત કરવામાં કોઈ જ ભૂલ નહોતી કરી.
બીજા ક્વૉર્ટરમાં પાકિસ્તાન રમત સુધારીને 1-1થી સરસાઈમાં આવી ગયું હતું, પણ ત્રીજા ક્વૉર્ટરમાં શાહરુખ અલીએ ભારતને 2-1થી સરસાઈ અપાવી હતી. ત્યાર બાદ પાકિસ્તાને ઉપરાઉપરી બે ગોલ કરીને મૅચમાં પહેલી વખત સરસાઈ મેળવી હતી. જોકે 3-2ની તેમની સરસાઈ ક્ષણજીવી નીવડી હતી. આશિષ પુરતીએ વધુ એક ગોલ કરીને સ્કોર 3-3ની બરાબરીમાં લાવી દીધો હતો અને ભારતે સંપૂર્ણ પ્રભુત્વ મેળવ્યું હતું. આશિષે હૅટ-ટ્રિક ગોલથી ભારતને 4-3થી સરસાઈ અપાવી હતી અને છેલ્લે (56મી મિનિટમાં) ચોથો ગોલ કરીને ભારતના 5-3ના વિજયમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું હતું.