અમદાવાદ: ગુજરાતમાં શાળા, કોર્ટ, સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે ફરી એકવાર ગુજરાતની એક કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ફરી એકવાર અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. તે ઉપરાંત અમરેલી અને દાહોદ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ મચી ગઈ છે. ઘટનાની જાણ થતાંની સાથે જ બૉમ્બ સ્કવોર્ડ, ડોગ સ્કવોર્ડ સહીતની ટીમોએ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરુ કરી દીધી છે.
મળતી વિગતો અનુસાર, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં સરકારી કચેરી, શાળાઓ, કોર્ટ પરિસરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહ્યા છે. ત્યારે આજે ફરી એકવાર અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ વખતે અમરેલી અને દાહોદ કોર્ટને પણ ધમકી આપવામાં આવી છે. કોર્ટને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં ભાગદોડ મચી ગઈ છે. ઇમેઈલથી કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી હતી, આ અંગે પોલીસને જાણ ઘટનાની જાણ થતાંની સાથે જ બૉમ્બ સ્કવોર્ડ, ડોગ સ્કવોર્ડ સહીતની ટીમોએ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરુ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે મથક ભુજ સેશન્સ કોર્ટને ઈ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર કચેરીના સત્તાવાર ઈ-મેઈલ પર આ ધમકી મળી હતી. જ્યારે અદાલતની કામગીરી રાબેતા મુજબ ચાલી રહી હતી, ત્યારે રજિસ્ટ્રાર કચેરીના ઈ-મેઈલ પર એક અનામી મેઈલ આવ્યો હતો. જેમાં કોર્ટ પરિસરમાં બોમ્બ હોવાનો અને તેને ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ મેલ જોતા જ રજિસ્ટ્રાર દ્વારા તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ન્યાયાધીશો, વકીલો અને અસીલોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તે પૂર્વે જ ભુજની મુખ્ય પોસ્ટ ઓફિસને પણ આ જ પ્રકારે ઈ-મેઈલ દ્વારા બોમ્બની ધમકી આપવામાં આવી હતી. એ અગાઉ કંડલાના એરપોર્ટને પણ આર.ડી.એક્સ જેવા વિસ્ફોટક પદાર્થ વડે ક્ષતિ પહોંચાડવાની ધમકી મળી હતી.