Wed Sep 02 2026

Logo

DRDOનો નવો માઇલસ્ટોન: લદ્દાખમાં 22,000 ફૂટની ઊંચાઈએ મિલિટરી કોમ્બેટ પેરાશુટ સિસ્ટમનું સફળ ટેસ્ટિંગ

2026-08-26 16:33:15
Author: Mumbai Samachar Team
DRDOનો નવો માઇલસ્ટોન: લદ્દાખમાં 22,000 ફૂટની ઊંચાઈએ મિલિટરી કોમ્બેટ પેરાશુટ સિસ્ટમનું સફળ ટેસ્ટિંગ

નવી દિલ્હીઃ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ને વધુ એક માઈલસ્ટોન સ્થાપિત કરી દીધો છે. DRDOએ લદ્દાખના લેહમાં 22,000 ફૂટની ઊંચાઈ પર, માંસપેશીઓને જામ કરી દે એવી ઠંડીમાં મિલિટરી કોમ્બેટ પેરાશુટ સિસ્ટમનું એક સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એરિયલ ડિલેવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા આ તૈયાર કરવામાં આવ્યો હતો. મિલિટરી કોમ્બેટ પેરાશુટ સિસ્ટમનો ટેસ્ટ લદ્દાખા ન્યોમા-મધુ ડ્રોપ ઝોનમાં કરાયો હતો. આ દુનિયાનો સૌથી ઊંચો ડ્રોન ઝોન પોઈન્ટ છે. જેને આ પ્રકારના ટેસ્ટ માટે સફળ માનવામાં આવે છે. 

માઈનસ 15 ડિગ્રીમાં માર્યો જંપ

સંસ્થાએ આ અંગે એક ટ્વિટર પોસ્ટ કરી જણાવ્યું હતું કે,મિલિટરી કોમ્બેટ પેરાશુટ સિસ્ટમનો ટેસ્ટ લદ્દાખના ન્યોમા મધુ ડ્રોપ પોઈન્ટ ઝોનમાં કરવામાં આવ્યો. આ દુનિયાનો સૌથી ઊંચો ડ્રોપ પોઈન્ટ ઝોન પૈકી એક છે. 

DRDOએ જણાવ્યું કે,ટેસ્ટ જંપર્સે સમુદ્ર સપાટીતી 22,000 ફૂટની ઊંચાઈ પરથી છલાંગ લગાવી દીધી હતી. જ્યાં તાપમાન આશરે માઈનસ 15 ડિગ્રી હતું. એરિયલ ડિલેવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટની ટીમમાં સામેલ વિંગ કમાન્ડર રાહુલ ઝા, ચીફ ટેસ્ટ જંપર, માસ્ટર વારંટ ઓફિસર આરજે સિંહ, વીએમ, માસ્ટર વારંટ ઓફિસર વિવેક તિવારી આ ટેસ્ટ દરમિયાન ખાસ હાજર રહ્યા હતા. 

સૌથી વધારે રિસ્કી અને પડકાર રૂપ મનાતા આ જંપ ટેસ્ટમાં સફળતા મળતા દરેકે રાહતનો શ્વાસ લીધો છે. સંસ્થાએ વિષય પર વાત કરતા જણાવ્યું હતું કે, જંપર વિંગ કમાન્ડર રાહુલ ઝા, MWO આર. જે. સિંહ, VM(G) અને  MWO વિવેક તિવારીએ સમુદ્ર સપાટીથી 22,000 ફૂટની ઊંચાઈ પરથી જંપ લગાવ્યો હતો. આ ખરેખર એક પડકારજનક કામ હતું, જેમાં ટેસ્ટ તેને પહેરેલા પેરાશુટનો થતો હતો. 

અસાધારણ સફળતા મળી

જે સમયે જમ્પ મારવામાં આવ્યો એ સમયે તાપમાન -15 ડિગ્રી હતું. જંપ લગાવનારે MCPS અને અન્ય તમામ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો, જેમાં સ્વદેશી પેરા કમ્પ્યુટર, ઑક્સિજન સિસ્ટમ અને જંપસુટનો પણ સમાવેશ થાય છે. 

આ પેરાશુટને 20,000 ફૂટની ઊંચાઈએ ખોલી દેવામાં આવ્યો હતો. એ પછી તે 13,700 ફૂટની ઊંચાઈ પર આવતા સુરક્ષિત લેન્ડ કરવા માટે સક્ષમ હતો. આમ જંપ માર્યા બાદ પણ સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું અને પેરાશુટ પણ ટેસ્ટ થઈ ગયો. આમ DRDOએ અસાધારણ સફળતા હાંસલ કરીને અસાધારણ ઊંચાઈ પર એક માઈલસ્ટોન સ્થાપિત કરી દીધો છે.