દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
કર્ણાટકના દક્ષિણ કન્નડમાં ધાર્મિક શોભાયાત્રા દરમિયાન અકસ્માત, 8 લોકો ઘાયલ
કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાંથી ધાર્મિક શોભાયાત્રા દરમિયાન એક અકસ્માત થયો હતો. જેમાં , 8 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત એક ધાર્મિક શોભાયાત્રા દરમિયાન સર્જાયો હતો. જેમાં લોકો એક પુલ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે પુલ પર વજન વધવાથી તે અચાનક તૂટી પડયો હતો.
વૈભવની દમદાર સેન્ચુરી સાથે રાજસ્થાનના 6/228
જયપુરમાં હૈદરાબાદ સામે રાજસ્થાને પ્રથમ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં છ વિકેટે 228 રન કરીને પ્રવાસી ટીમને 229 રનનો લક્ષ્યાંક આપ્યો. વૈભવ (103 રન, 37 બૉલ, બાર સિક્સર, પાંચ ફોર) આ ઇનિંગ્સનો સુપર હીરો હતો. તેણે ધ્રુવ જુરેલ (51 રન, 35 બૉલ, એક સિક્સર, આઠ ફોર) સાથે બીજી વિકેટ માટે 112 રનની ભાગીદારી કરી હતી. હૈદરાબાદના એશાન મલિન્ગાને બે વિકેટ તેમ જ પ્રફુલ હિન્ગે, કમિન્સ, નીતીશ રેડ્ડી અને સાકિબ હુસૈનને એક-એક વિકેટ મળી હતી.

પશ્ચિમ બંગાળમાં રાહુલ ગાંધીના આકરા પ્રહાર, કહ્યું હું પીએમ મોદી ડરતો નથી
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાના મતદાન પૂર્વે રાજકારણ ગરમાયું છે. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે ત્રણ રેલીઓ સંબોધિત કરી હતી. જેમાં તેમણે પીએમ મોદી અને મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે મારી પર 36 કેસ કરવામાં આવ્યા છે. પરંતુ હું પીએમ મોદીથી ડરતો નથી.
મણિપુરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી, સીએમ નિવાસનો ઘેરાવ કરતા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
મણિપુરમાં ફરી ભડકેલી હિંસા વધુ ઉગ્ર બનવાના સંકેત મળી રહ્યા છે. જેમાં લોકોએ સીઓસીઓએમઆઈના નેતૃત્વમાં પુનર્વસનની માંગણી સાથે મણિપુરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાનને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
પંજાબે ટી-20ના ફૉર્મેટમાં રચ્યો નવો ઇતિહાસ
શ્રેયસ ઐયરના સુકાનમાં પંજાબ કિંગ્સે દિલ્હીમાં દિલ્હી કૅપિટલ્સ સામે ચાર વિકેટે 265 રનનો લક્ષ્યાંક મેળવીને શાનદાર જીત તો મેળવવાની સાથે માત્ર આઇપીએલના જ નહીં, પરંતુ સમગ્ર ટી-20 ફૉર્મેટના ઇતિહાસમાં નવો વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો. આ ટીમના 265 રન લક્ષ્યાંક સફળતાથી ચેઝ કરવામાં આવ્યા હોય એવા સ્કોર્સમાં નવો વર્લ્ડ રેકૉર્ડ છે. દિલ્હીએ રાહુલના અણનમ 152 રનની મદદથી બે વિકેટે 264 રન કર્યા હતા. જવાબમાં પંજાબે ખાસ કરીને પ્રભસિમરનના 76 રન, શ્રેયસના અણનમ 71 રન અને પ્રિયાંશ આર્યના 43 રન તેમ જ નેહલ વઢેરાના પચીસ રનની મદદથી 18.5 ઓવરમાં ફક્ત ચાર વિકેટના ભોગે 265 રન કરી લીધા હતા.

પશ્ચિમ બંગાળ ચૂંટણીના બીજા તબક્કા માટે 11 વધારાના પોલીસ નિરીક્ષકોની નિમણૂક
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાના મતદાન પૂર્વે ચૂંટણી પંચે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. આ અંગે ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે 29 એપ્રિલના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન માટે 11 વધારાના પોલીસ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. બીજા તબક્કામાં 142 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે.
પ્રભસિમરને ઓવરના છ બૉલમાં ફટકાર્યા છ ચોગ્ગા
પાટનગરમાં દિલ્હીએ 265 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યા પછી પંજાબે ધમાકેદાર શરૂઆત કરી અને 265 રનના લક્ષ્યાંકને સાધારણ બનાવવામાં સાથી ઓપનર પ્રિયાંશ આર્ય (43 રન, 17 બૉલ, પાંચ સિક્સર, બે ફોર)ને મોટું યોગદાન આપનાર વિકેટકીપર પ્રભસિમરન સિંહે એક તબક્કે ઓવરના તમામ છ બૉલમાં છ ફોર ફટકારી હતી. છઠ્ઠી ઓવર પેસ બોલર મુકેશ કુમારને અપાઈ હતી અને પ્રભસિમરને તેની ઓવરના દરેક બૉલમાં ચોગ્ગો ફટકાર્યો હતો. તેની ઓવરમાં 24 રન બન્યા હતા. પ્રભસિમરન 47 રનના સ્કોર પરથી 71 રન પર પહોંચી ગયો હતો. જોકે પ્રભસિમરન (76 રન, 26 બૉલ, પાંચ સિક્સર, નવ ફોર) આઠમી ઓવરમાં આઉટ થયો હતો. કુલદીપ યાદવે એલબીડબ્લ્યૂમાં તેની વિકેટ લીધી હતી.

દિલ્હીમાં રાહુલ-રાણાની જોડી ધમાલ મચાવી રહી છે
આ વખતની આઇપીએલની એકમાત્ર અપરાજિત ટીમ પંજાબ કિંગ્સના બોલર્સ સામે દિલ્હી કૅપિટલ્સનો ઓપનર કે. એલ. રાહુલ બેરોકટોક ફટકાબાજી કરી રહ્યો છે. તેણે 47 બૉલમાં સેન્ચુરી પૂરી કરી અને આઠ સિક્સર તથા તેર ફોરની મદદથી બનાવેલા 127 રને રમી રહ્યો છે. તેણે આ 127 રન ફક્ત પંચાવન બૉલમાં બનાવ્યા છે. રાહુલ અને નીતીશ રાણા (37 બૉલમાં 73 નૉટઆઉટ) વચ્ચે બીજી વિકેટ માટે 190 રનની વિક્રમજનક ભાગીદારી થઈ છે. દિલ્હીનો સ્કોર 16.4 ઓવરમાં 1/219 હતો. દિલ્હી 13.14ના રેટથી રન બનાવ્યા છે. આજે પંજાબનું અપરાજિત રહેવું કદાચ મુશ્કેલ થઈ જશે.

દાઉદ ગેંગને મોટો ફટકો, કુખ્યાત ડ્રગ માફિયા સલીમ ડોલાની તુર્કીયેથી ધરપકડ
ભારતના કુખ્યાત ડ્રગ માફિયા સલીમ ડોલાની તુર્કીયેથી ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ દાઉદ ગેંગને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સલીમ ડોલાનું ગ્લોબલ સિન્થેટિક ડ્રગ નેટવર્ક સાથે જોડાણ હતું. આ નેટવર્ક અનેક દેશોમાં ફેલાયેલું છે. આ ધરપકડની ભારતીય એજન્સીઓ પુષ્ટિ કરી છે.
અલ્કરાઝને ઈજા નડી, સતત ત્રીજા ફ્રેન્ચ ઓપન ટાઇટલ માટે નહીં રમે
મૅડ્રિડઃ સ્પેનનો કાર્લોસ અલ્કરાઝ છેલ્લા બે વર્ષથી ફ્રેન્ચ ઓપન ટેનિસનું સિંગલ્સનું ટાઇટલ જીતી રહ્યો છે, પણ જમણા કાંડાની ઈજાને કારણે તે આ વખતની ફ્રેન્ચ ઓપનમાં નહીં રમે એટલે સંભવિત ત્રીજા ટાઇટલથી વંચિત રહી જશે. અલ્કરાઝ તાજેતરમાં જ વર્લ્ડ સ્પોર્ટસમૅન ઑફ ધ યરનો પુરસ્કાર જીત્યો હતો. તેણે આ વર્ષની ધમાકેદાર શરૂઆત કરી હતી જેમાં તેણે ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં નોવાક જૉકોવિચને ફાઇનલમાં હરાવ્યો હતો અને એ સાથે અલ્કરાઝ બાવીસ વર્ષની સૌથી નાની ઉંમરે ટેનિસના ચારેય ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ જીતનાર ખેલાડી બન્યો હતો. અલ્કરાઝ ફ્રેન્ચ ઓપનના બે ટાઇટલ સહિત કુલ સાત ગ્રેન્ડ સ્લૅમ ખિતાબ જીતી ચૂક્યો છે.

રાષ્ટ્રીય રમતોત્સવની ચૅમ્પિયન પર ડ્રગ્સ બદલ બે વર્ષનો પ્રતિબંધ
2026ના વર્ષની શરૂઆતમાં દેહરાદૂનના રાષ્ટ્રીય રમતોત્સવમાં ગોળાફેંકની હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીતનાર 23 વર્ષની જસ્મિન કૌરે પ્રતિબંધિત કૅફીદૃવ્યનું સેવન કર્યું હોવાનો રિપોર્ટ આવતાં તેના પર નૅશનલ ઍન્ટિ-ડોપિંગ એજન્સી (નાડા)એ બે વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. બાસ્કેટબૉલ ખેલાડી અમ્રિતપાલ સિંહ પર આઠ વર્ષનો બૅન મૂકવામાં આવ્યો છે. અમ્રિતપાલ ઑસ્ટ્રેલિયાની નૅશનલ બાસ્કેટબૉલ લીગમાં પણ રમી ચૂક્યો છે. ટર્બ્યૂટલાઇન નામનું દૃવ્ય સામાન્ય રીતે કફ સિરપમાં હોય છે અને જસ્મિનના રિપોર્ટમાં આ દૃવ્ય હોવાનું જણાતાં તેની સામે પગલું ભરાયું છે. તે નૅશનલ ગેમ્સમાં લોખંડનો ગોળો 15.97 મીટર દૂર ફેંકીને તેના વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીતી હતી.

હરભજન સિંહના ઘરની દીવાલ પર લખાયું પંજાબનો ગદ્દાર
પૂર્વ ભારતીય ક્રિકેટર અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ હરભજન સિંહના ઘરની દીવાલ પર અજાણ્યા શખ્સો દ્વારા પંજાબનો ગદ્દાર લખવામાં આવ્યું છે. આ ઘટના બાદ પંજાબના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પંજાબ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને દીવાલ પર આવું લખનારા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
સ્વાતી માલીવાલ આપ છોડી ભાજપમાં જોડાયા, કહ્યું પીએમ મોદીના નેતૃત્વમાં વિશ્વાસ
આપના સાંસદ સ્વાતી માલીવાલે પક્ષમાંથી રાજીનામું આપીને ભાજપ જોડાયા છે. જેની બાદ તેમણે કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે તેમણે આ નિર્ણય મજબૂરીમાં નહીં પરંતુ પીએમ મોદીના નેતૃત્વમાં વિશ્વાસને કારણે લીધો છે.
દિલ્હીએ એક વિકેટ ગુમાવી, પણ 11.50ની સરેરાશે રન કર્યા
પાટનગરમાં અરુણ જેટલી સ્ટેડિયમમાં પંજાબ સામે યજમાન દિલ્હીએ પ્રથમ બૅટિંગ લીધા બાદ 28મા રને ઓપનર પથુમ નિસાન્કા (11 રન)ની વિકેટ ગુમાવી હતી, પણ કે. એલ. રાહુલ (35 નૉટઆઉટ) તથા નીતીશ રાણા (બાવીસ નૉટઆઉટ) 11.50ની સરેરાશે રન કરી રહ્યા છે. પાવરપ્લેની છ ઓવરને અંતે દિલ્હીનો સ્કોર 1/68 હતો. નિસાન્કાને અર્શદીપ સિંહે વિકેટકીપર પ્રભસિમરનના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. પંજાબ એકમાત્ર અપરાજિત ટીમ છે, જ્યારે દિલ્હી ત્રણ મૅચ હારી છે અને ચોથી જીતની તલાશમાં છે.

ગુજરાતમાં રવિવારે સ્થાનિક સ્વરાજ્યની 9237 બેઠકો માટે મતદાન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 9237 બેઠકો માટે 26 માર્ચના મતદાન યોજાશે. જેનું પરિણામ 28 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચારમાં પોતાનું સંપૂર્ણ જોર લગાવ્યું હતું. તેમજ ચૂંટણીના પગલે સમગ્ર રાજ્યમાં કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
પંજાબ સામે દિલ્હીએ પહેલાં બૅટિંગ પસંદ કરી
પાટનગર દિલ્હીમાં પંજાબ કિંગ્સ સામે દિલ્હી કેપિટલ્સે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં અસહ્ય ગરમી છે અને અરુણ જેટલી સ્ટેડિયમના મેદાનની સૂકી પિચ પર દિલ્હીએ ઢગલો રન કરીને પંજાબને તોતિંગ લક્ષ્યાંક આપવાનું નક્કી કર્યું છે. બંને કેપ્ટને પાછલી મૅચની ઇલેવન ટીમ જાળવી રાખી છે.

દીકરીને ન્યાય અપાવવા માટે પાટીદાર સમાજના લોકો મેદાને
સુરતઃ અલથાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ છેડતીના કેસમાં પોલીસ હવે આરોપી શેખ અઝીઝને લઈને ઘટનાસ્થળે પહોંચી છે. આરોપીને સ્થળે લઈને આવવાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં અને પાટીદાર એક્તાના નારા શરૂ કર્યાં હતાં. આરોપીના રિકન્સ્ટ્રક્શન પહેલા મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો, અગ્રણીઓ અને એસપીજી સભ્યો ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં 100 ટકા મતદાન કરવા મુખ્ય પ્રધાનની અપીલ
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તારીખ 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં 100 ટકા મતદાન કરવા સૌ નાગરિકોને અપીલ કરી હતી. લોકશાહીના આ પવિત્ર મહાપર્વ માં રાજ્યના તમામ મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા તેમણે અનુરોધ કર્યો હતો. નાગરિકોને આપેલા સંદેશમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, લોકશાહીમાં મતદાન માત્ર અધિકાર નથી, પરંતુ નાગરિક તરીકેનું પવિત્ર કર્તવ્ય પણ છે. દરેક મત રાજ્યના ગામ, તાલુકા, જિલ્લા અને શહેરોના સર્વાંગી વિકાસ ને વધુ વેગ આપશે.
રશિયાએ યુક્રેન પર કર્યો મોટો હુમલો
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ફરી એકવાર અત્યંત ખતરનાક વળાંક પર પહોંચી ગયું છે. યુક્રેનની વાયુસેનાના જણાવ્યા અનુસાર, રશિયાએ 24-25 એપ્રિલની રાત્રિએ દેશના મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવીને મોટો હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં રશિયાએ 47 મિસાઇલો અને 619 ડ્રોનનો ઉપયોગ કર્યો હતો.
AAP ખેડૂતોને વોટ બેંક તરીકે જોવે છેઃ પરેશ ગૌસ્વામી
રાજ્યમાં આવતીકાલે થનારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પહેલા AAPના પૂર્વ નેતા અને ખેડૂત આગેવાન પરેશ ગૌસ્વામીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, આમ આદમી પાર્ટી ખેડૂતોને વોટ બેંક તરીકે જોવે છે, ખેડૂત સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે.
ભગવંત માને AAP છોડનારા સાંસદોની તુલના મસાલા સાથે કરી
ભગવંત માન દ્વારા આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભાજપમાં જોડાયેલા સાંસદોની તુલના 7 મસાલાઓ સાથે કકરી હતી. આ મસાલાઓની ખાસિયત જણાવતા તેમણે કહ્યું કે, આ વસ્તુઓ ત્યાં સુધી જ મહત્વની છે જ્યાં સુધી તેને કોઈ શાકમાં નાખવામાં આવે. પોતાની રીતે તેમનું કોઈ અસ્તિત્વ કે મહત્વ નથી. ભગવંત માને સોશિયલ મીડિયામાં લખ્યું, આદુ, લસણ, જીરું, મેથી પાવડર, લાલ મરચું, મરી અને ધાણા. આ 7 વસ્તુઓ ભેગી મળીને શાકને સ્વાદિષ્ટ બનાવે છે, પરંતુ એકલી આ વસ્તુઓ ક્યારેય શાક બની શકતી નથી.
AAP ગુજરાતનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પૂર્વે AAP ગુજરાતનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કરાતાં ચકચાર મચી ગઈ છે.
કન્ટેન્ટ ચોરી મામલે AAP ગુજરાત વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતી ફિલ્મોના કન્ટેન્ટનો ગેરકાયદે ઉપયોગ કરતા કાર્યવાહી કરવામાં આવી છે. કોપીરાઈટ ભંગના કારણે AAPનું ડિજિટલ પ્લેટફોર્મ બ્લોક કરાયાનું હાલ જાણવા મળી રહ્યું છે.
ઈરાનના વિદેશ મંત્રી અરાઘચી પાકિસ્તાન પહોંચ્યા.
ઈરાનના વિદેશ પ્રધાન પાકિસ્તાન પહોંચ્યા છે, જ્યાં તેઓ ટોચના પાકિસ્તાની નેતૃત્વ સાથે વાતચીત કરશે. આ દરમિયાન, રાષ્ટ્રપતિ ટ્રમ્પના સૌથી વિશ્વાસુ સહાયકો - વિટકોફ અને કુશનરને યુનાઇટેડ સ્ટેટ્સથી રવાના કરવામાં આવશે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાકચી શુક્રવારે મોડી રાત્રે પાકિસ્તાન પહોંચ્યા હતા, જ્યાં તેઓ દેશના ટોચના નેતૃત્વ સાથે ચર્ચા કરવાના છે. આ સાથે, રાષ્ટ્રપતિ ટ્રમ્પના સૌથી વિશ્વાસુ સહાયકો અને કુશનરને ઈરાન સાથેની વાતચીતમાં ભાગ લેવા માટે અમેરિકાથી મોકલવામાં આવશે.