દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
Live Updates
હરિયાણાના વિસ્ફોટ કરવાના ષડયંત્રનો પર્દાફાશ, બે કિલો RDX સાથે ત્રણ લોકોની ધરપકડ
હરિયાણામાં વિસ્ફોટ કરવાના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં એસટીએફ દ્વારા અંબાલામાંથી બે કિલો RDX પકડ્યું છે. તેમજ આ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય આરોપી બરારાથી અંબાલા તરફ જઈ રહ્યા હતા.
ગુજરાતમાં જળ સંચયના બે તબક્કા હેઠળ 2.75 લાખથી વધુ કામો હાથ ધરાયા
ગુજરાતમાં જળ સંચયના પ્રથમ અને દ્વિતીય તબક્કા હેઠળ કુલ 2.75 લાખથી વધુ કામો હાથ ધરાયા છે. જેમાં દેશના ટોચના 10 જિલ્લામાં રાજ્યના સુરત જિલ્લાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. જયારે દેશની ટોચની 10 મહાનગરપાલિકામાં અમદાવાદ, સુરત અને જામનગર મહાનગરપાલિકાએ ક્રમશ ત્રીજા, ચોથા અને સાતમા ક્રમે રહી છે.
આગામી 72 કલાક મહત્ત્વનાઃ ઈરાનના રાજદૂત
ઈરાનના રાજદૂત મોહમ્મદ ફથાલીએ કહ્યું કે દુનિયાના અન્ય દેશ માટે કોઈ પણ વલણ હશે, પરંતુ ભારત સાથે ઈરાનના મજબૂત સંબંધ છે. બંને દેશ વચ્ચે મજબૂત મિત્રતા છે, જેનું પરિણામ આગામી બે-ત્રણ દિવસમાં દુનિયા જોશે. ભારતીયોની પીડા અમારા લોકોની છે, એમ તેમણે જણાવ્યું.
ઈરાનનો તુર્કીયેમાં અમેરિકાના ન્યુકિલયર બેઝ નજીક મિસાઈલ હુમલો
ઈરાને અમેરિકાને આંચકો આપ્યો છે.જેમાં ઈરાને હવે તુર્કીયેના ઇન્સિર્લિક એરબેઝ પર મિસાઈલ છોડી છે. જે અમેરિકાના ન્યુકિલયર બેઝ નજીક સ્થિત છે. આ હુમલા બાદ આ વિસ્તારમાં તણાવ વધ્યો છે. આ હુમલાની તુર્કીયે ના સંરક્ષણ મંત્રાલયે પૃષ્ટિ કરી છે.
પેનિક બુકિંગઃ સિલિન્ડરનું રોજનું બુકિંગ 75 લાખને પાર
મિડલ ઈસ્ટમાં વધતા સંઘર્ષ વચ્ચે ભારતમાં ઓઈલ-ગેસની કટોકટી વધતા સરકારની ઊંઘ હરામ થઈ ગઈ છે. આમ જનતાને હૈયાધારણ આપતા આજે સરકારે ફરી કહ્યું કે ચિંતાની જરુરિયાત નથી પણ લોકોમાં ચિંતા વધી છે. અગાઉ રોજના 50 લાખ સિલિન્ડરનું બુકિંગ થતું હતું, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી 75-76 લાખ સુધી બુકિંગ પહોંચ્યું છે.
પીએમ મોદીનો કોંગ્રેસ પર મોટો પ્રહાર, કહ્યું કોંગ્રેસ ખોટા વાયદાઓની દુકાન
આસામમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. પીએમ મોદીએ કોંગ્રેસને ખોટા વાયદાઓની દુકાન ગણાવી છે તેમજ કહ્યું તેમનું કામ લોકોમાં વિભાજન કરાવવાનું છે. જ્યારે ડબલ એન્જિન સરકાર આસામમાં શાંતિ અને વિકાસ સાથે આગળ વધી રહી છે.
અમેરિકા- ઈરાનના યુદ્ધ દરમિયાન ભારત અને ઈરાનના વિદેશ મંત્રી વચ્ચે વાતચીત
અમેરિકા અને ઈરાન વચ્ચે હજુ પણ તણાવ યથાવત છે. આ દરમિયાન ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સાથે મહત્વપૂર્ણ વાતચીત થઇ છે.તેમની વચ્ચે દ્વિપક્ષીય બાબતો તેમજ બ્રિક્સ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી.
ઈરાને તુર્કીયેમાં NATOના બેઝ પર હુમલો કર્યો
મધ્યપૂર્વના યુદ્ધ વચ્ચે ઈરાને તુર્કીયેમાં NATOના બેઝ પર હુમલો કર્યો છે. સૂત્રોના જમાવ્યાં પ્રમાણે નાટોના આ બેઝ પર મોટી સંખ્યામાં પરમાણુ બોમ્બ હોવાની પણ આશંકા છે. ઈરાન અમેરિકાના બેઝ પર પણ હુમલો કરી રહ્યું છે. ઈરાન- અમેરિકાના યુદ્ધની અસર વિશ્વભરના દેશો પર થઈ રહી છે.
ઇરાકમાં અમેરિકી સેનાનું સૈન્ય વિમાન ક્રેશ
ઇરાકમાં અમેરિકી સેનાનું KC-135 સૈન્ય વિમાન ક્રેશ થઈ ગયું છે. આ પછી ઇરાકના એક વિદ્રોહી જૂથે દાવો કર્યો છે કે વિમાનને તેમણે જ તોડી પાડ્યું હતું. આ પહેલા 2 માર્ચે કુવૈતમાં ફ્રેન્ડલી ફાયરિંગમાં પણ ત્રણ અમેરિકી વિમાન ક્રેશ થઈ ગયા હતા. ઇસ્લામિક રેઝિસ્ટન્સ ઇન ઇરાક નામના સંગઠને કહ્યું કે તેમનાં સૈનિકોએ પશ્ચિમી ઇરાકમાં અમેરિકી વિમાન પર એર ડિફેન્સ સિસ્ટમથી હુમલો કર્યો, જેના કારણે તે પડી ગયું. આ સંગઠન ઇરાન સમર્થિત અનેક જૂથોનું ગઠબંધન છે.